android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ
calendar_today September 16, 2026

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલમહેસૂલ ભવનમાં જનસુવિધાઓની હાલત દયનીયશહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલું મહેસૂલ ભવન હાલ તંત્રની ઘોર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. અહીં સીટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વ, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ઉપરાંત સીટી મામલતદાર મણીનગરની પણ કચેરી છે જ્યાં દરરોજ સેંકડો અરજદારો પોતાના જમીન-સંપત્તિ અને સરકારી કાગળોના કામકાજ માટે અહીં આવે છે, પરંતુ અહીં સૂરત બદલવાને બદલે વ્યવસ્થા સાવ રામ ભરોસે ચાલી રહી હોવાનો ઘાટ સર્જાયો છે.મહેસૂલ ભવનમાં આવતા અરજદારો માટે બેસવાની જે સુવિધા કરવામાં આવી છે, તેની હાલત અત્યંત દયનીય છે. કેમ્પસમાં મુકવામાં આવેલા મોટા ભાગના બાંકડાઓ તૂટી ગયા છે. વૃદ્ધો, મહિલાઓ અને દૂર-દૂરથી આવતા અરજદારોએ કલાકો સુધી ઊભા રહેવું પડે છે અથવા જમીન પર બેસવાની ફરજ પડે છે.એક તરફ્ સામાન્ય જનતા માટે પાયાની સુવિધાઓનો અભાવ છે, તો બીજી તરફ્ વગર અધિકારીએ સરકારી સંપત્તિનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ઓફ્સિોમાં સાહેબો પોતાની ખુરશી પર હાજર ન હોય તો પણ ACઅને પંખા ચાલુ હાલતમાં ધમધમી રહ્યા છે. વીજળીના આ આંધળા બગાડ સામે કોઈનું ધ્યાન જતું નથી. આ ઉપરાંત, આખા બિલ્ડીંગમાં સફાઈનો ભારે અભાવ જોવા મળી રહ્યોછે. ખૂણે-ખૂણામાં કચરાના ઢગલાઅને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે મહેસૂલ ભવનની આવી અવદશા જોઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને અરજદારો માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગે અને અહીં પાયાની સુવિધાઓ સુધારે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh : જૂનાગઢના ડુંગરપુરમાંથી પાવડર અને તેલમાંથી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું
calendar_today September 16, 2026

Junagadh : જૂનાગઢના ડુંગરપુરમાંથી પાવડર અને તેલમાંથી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

જૂનાગઢઆજના સમયમાં વધુ નફા કમાવવાની લ્હાયમાં કેટલાક તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા જરા પણ ખચકાતા નથી. જૂનાગઢ જિલ્લામાં આવા જ એક નકલી દૂધના કાળા કારોબારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા મોટા ચેડાં અટકાવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઈકબાલ ઈબ્રાહિમ ચૌહાણ નામનો શખ્સ પોતાના મકાનમાં જ નકલી દૂધ બનાવવાનો કારોબાર ચલાવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો. સ્થળ પરથી દૂધનો પાવડર અને પામોલીન તેલનો ઉપયોગ કરીને બનાવટી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું. આરોપીની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મેંદરડાના મયુર ટ્રેડર્સના મહેશ પાસેથી કાચો માલ ખરીદીને નકલી દૂધ બનાવતો હતો. તેલ અને પાવડરને પાણીમાં મિક્સ કરી ડુપ્લિકેટ દૂધ તૈયાર કરી, તેને અસલી દૂધમાં ભેળવી રોજનું આશરે 800 લિટર એટલે કે 20 થી 22 કેન દૂધ નાગલપુરની પ્રાઈવેટ ડેરીના ડાયા રબારી અને નાંદરખીની ડેરીના મિતુલ પટેલને વેચતો હતો. ત્યાંથી આ દૂધ માળિયા ચિલિંગ સેન્ટર અને વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરી સુધી પહોંચતું હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 1,750ની કિંમતનું 35 લિટર નકલી દૂધ, રૂ. 33,150 ના 13 પામોલીન તેલના ડબ્બા, રૂ. 16,500 ના સાગર દૂધ પાવડરના 50 પેકેટ, રૂ. 29,000 ના અમૂલ દૂધ પાવડરના 5 બાચકા અને રૂ. 6,240 નો લૂઝ પાવડર મળી કુલ રૂ. 86,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે દૂધના નમૂના લઈ એફ્.એસ.એલ. કચેરી ખાતે મોકલી આપી, તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો
calendar_today September 16, 2026

Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો

મેઘમહેરને કારણે ડેમોમાં નવા નિરની આવક થઈ છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70% તથા ઘોડાધ્રોઈ ડેમ 80% જેટલા ભરાઈ ગયા છે. જોધપર પાસે આવેલા મચ્છુ-2 ડેમની જળસપાટી હાલ 55.76 મીટરે પહોંચી ગઈ છે. મચ્છુ-2 ડેમમાં નર્મદા દ્વારા 388 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે સૌની યોજના મારફ્તે 580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 70% ભરાઈ જતા તંત્ર દ્વારા નીચાણવાસના મોરબી તાલુકાના 22 અને માળિયા તાલુકાના 10 ગામો મળી 32 ગામોને એલર્ટ કર્યા છે. જયારે મચ્છુ-3 ડેમ 96.13 ટકા, મચ્છુ-1 ડેમ હાલ 60.99 ટકા અને બ્રાહ્મણી-1 ડેમ 92.26 ટકા જેટલા ભરાઈ ગયા છે. બીજી તરફ્, જીકિયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમમાં પણ 329 ક્યુસેકનો ઈનફ્લો સતત ચાલુ હોવાથી ડેમ 80.10% ભરાઈ જવાથી મોરબી તાલુકાના 7 અને માળિયાના 3 મળીને કુલ 10 ગામોને એલર્ટ કરાયા છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમ 47.5 ટકા, ડેમી-2 ડેમ 61.04 ટકા અને ડેમી-3 ડેમમાં હાલ માત્ર 2.9 ટકા પાણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward