android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ
calendar_today September 16, 2026

Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ

342 કરોડના પાવર બેંક એપ મનીલોન્ડરિંગ કેસના સૂત્રધાર અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબહેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. પાવર બેંક એપ કેસ કૌભાંડમાં ઈડીએ હરિકેશનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. જેને લઈને આરોપીએ દુબઈના મિત્રની મદદથી ઉત્તરપ્રદેશના એજન્ટને 25 લાખ રૂપિયા આપી આગ્રાનું નવું સરનામું બતાવી દિલ્હીમાં પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ આપી બીજો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પાસપોર્ટના આધારે આરોપીએ ઓમાન, નેપાળ સહિત 6 જેટલી વિદેશની યાત્રા કરી હતી.2021ની સાલમાં પાવર બેંક અને ટેસ્લા પાવર બેંક જેવી નકલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને ઈન્વેસ્ટમેન્ટ સામે 18 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી છેતરપિંડીના કેસમાં ઈડીએ તપાસ કરી હતી તેમાં ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં શેલ કંપનીઓ ઊભી કરી પેમેન્ટ ગેટવે અને ગેમિંગ, ઈ કોર્મસના નામે એકાઉન્ટ ખોલી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરીને કરોડોની સંપતિ અને બેંક ખાતા ફ્રીઝ કરીને કોર્ટમાં હરિકેશ પટેલને પાસપોર્ટ જમા કરાવવો પડયો હતો જેથી તે દેશ છોડીને ભાગી ના શકે. ગુજરાત એટીએસને બાતમી મળી કે શાહીબાગમાં આવેલા ઉર્મી બંગલોમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલે બનાવટી ભાડા કરારનો ઉપયોગ કરી પોતાના આધાર કાર્ડમાં પણ રહેઠાણમાં આગ્રા ઉત્તરપ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજ મેળવ્યા હતા. બાદમાં દિલ્હી ક્રાઈમબ્રાંચમાં પોતાનો પાસપોર્ટ ગૂમ થયાની ખોટી ફરિયાદ કરાવી કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા હોવાની વિગતો છૂપાવી હતી. આ ફરિયાદના આધારે તેણે ગાઝીયાબાદ આરપીઓમાંથી ગત તા.26 જુલાઈ 2024ના રોજ બીજો ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરી હતી આરોપી હરિકેશ પટેલની માતા ગીતાબહેન પટેલ મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને એક ન્યુઝ પેપરના માલિક પણ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : કીમ નજીક નવાપરા GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી
calendar_today September 16, 2026

Surat : કીમ નજીક નવાપરા GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી

કીમ નજીક નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કીમ નજીક નવાપરા જીઆઇડીસીમાં આવેલી વિશાલ પોલીફાઇબર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નિયમિત ઉત્પાદન અને મશીનરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જીઆઇડીસી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડની ટીમોને કરવામાં આવતા બનાવના સ્થળે દોડી આવેલી સુમિલોન અને માંગરોળ ફાયરબ્રિગેડની ટીમે અંદાજિત 22થી 25 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે ઉપરોક્ત આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતા કંપની સૂત્રોએ રાહતનો દમ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bardoli :વાંસકુઈથી બામણિયા સ્ટેટ હાઈવેનો રબરકોટ સી.સી. રોડ અકસ્માત ઝોન
calendar_today September 16, 2026

Bardoli :વાંસકુઈથી બામણિયા સ્ટેટ હાઈવેનો રબરકોટ સી.સી. રોડ અકસ્માત ઝોન

અંબિકા તાલુકાના વાંસકુઈથી બામણિયા ગામ થઈ સૂપા-સાતેમ, સણવલ્લા સ્ટેટ હાઈવે પર આવતા બામણિયા ગામની હદમાં આર.સી.સી. રોડ બનાવી એજન્સીએ રબરકોટ કરતા અકસ્માત ઝોન બની ગયો છે.મળતી વિગતો પ્રમાણે અંબિકા તાલુકાના વાંસકુઈથી બામણિયા ગામ થઈ નવસારી નેશનલ હાઈવેને જોડતો સૂપા-સાતેમ સણવલ્લા સ્ટેટ હાઈવે જે બામણિયા ગામની હદમાં આર.સી.સી. સ્ટ્રક્ચર સાથે બનાવાયોહતો. અગાઉના વર્ષોમાં બામણિયા ગામની હદમાં બનેલો આર.સી.સી. સ્ટ્રક્ચર વાળો આ સ્ટેટ હાઈવે કામમાં નબળી ગુણવત્તાવાળી ગોબાચારીના પગલે તૂટી ગયો હતો. આર.સી.સી. રોડ પર મોટી મોટી તિરાડો પડવાની સાથે આર.સી.સી. સ્ટ્રક્ચરના ગાબડાં ઉખડી ગયા હતા. જેને લઈને આ ઠેકાણે આર.સી.સી. રોડ નવેસરથી બનાવવો કે રિપેર કરવો જરૂરી બન્યો હતો. સરકારે આ કામ માટે માર્ગ અને મકાન વિભાગ સુરત-2 અને પેટા વિભાગ માર્ગ અને મકાન બારડોલી ડિવિઝન હેઠળ બામણિયા ગામની હદમાં આર.સી.સી. રોડના કામ માટે રૂ.2,46,77,994ની ગ્રાન્ટ ફાળવી આ કામનું ટેન્ડર વાય.એન.ધનાની, નવસારીને ફાળવ્યું હતું. આ કોન્ટ્રાક્ટર એજન્સીએ તા. 11-11-2025 થી તા. 10-05-2026 સુધીમાં બામણિયા ગામની હદમાં આ રોડ બનાવાનો હતો. કોન્ટ્રાક્ટર એજન્સીએ અધિકારીઓની નિગરાની હેઠળ આ આર.સી.સી. રોડને બનાવવાના નામે રબરકોટથી આખો આર.સી.સી. રોડ લપેટી દીધો હતો. જેથી થોડો વરસાદ પડે એટલે રોડ ભીંજાતાની સાથે અકસ્માત ઝોન બની જાય છે.ચોમાસાની શરૂઆતમાં એક મહિનામાં વરસાદના પાણીથી ભીનાતા આ રોડ પર અનેક નાના-મોટા વાહનો તેમાં ખાસ કરીને એસ.ટી.બસો, સ્કૂલ બસો, લોડિંગ ટ્રકો, ટેમ્પો વાહનો, પીકઅપ જીપ, ફોરવ્હીલર ગાડીઓ, બામણિયા ગામની હદમાં આ રબરકોટ સી.સી. રોડ પરથી લપસીને સીધા જ આ વાહનો રોડની સાઇડે ઊંધા વળી જાય છે. તંત્ર દ્વારા આ રોડ અકસ્માત ઝોન બનતા બંને તરફ લોખંડના પ્રોટેક્શન લગાવ્યા છે. હવે આ વાહનો થોડા વરસાદના માહોલમાં રોડ પરથી લપસીને લોખંડની રેલિંગ પ્રોટેક્શન સાથે ભટકાઈને અકસ્માતગ્રસ્ત બની રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ઝરમર પડતા વરસાદી માહોલમાં 1પથી વધુ વાહનો આ ઠેકાણે લપસીને અકસ્માતનો ભોગ બન્યા છે. ગઈ કાલે પણ ઝરમર વરસાદ દરમિયાન એક પેસેન્જર એસ.ટી. બસ અને એક મહેન્દ્ર બુલેરો પીકઅપ જીપ લપસીને રોડની સાઈડે લાખંડની એંગલ સાથે અઠડાઈને અકસ્માત ગ્રસ્ત બન્યા હતા. બામણિયા ગામતળની હદમાં ઘરોની બંને સાઈડ વચ્ચેથી પસાર થતો આ હાઈવે અકસ્માત ઝોન બન્યો છે. ગામના લોકો માટે જીવલેણ બનેલા આ રોડ મામલે નવેસરથી રિપેરિંગ કરવાની માંગણી ગ્રામજનોમાં ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward