android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
હાર્દિક પંડ્યાને ટીમમાં કેમ સ્થાન ના મળ્યું, તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, અમેરિકામાં કોઈ કેળા નહીં ખાય સહિતના મોટા સમાચાર
calendar_today September 18, 2026

હાર્દિક પંડ્યાને ટીમમાં કેમ સ્થાન ના મળ્યું, તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, અમેરિકામાં કોઈ કેળા નહીં ખાય સહિતના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ2. Ahmedabad News: શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ સ્કૂલોમાં રજા જાહેર, AMTSના રૂટ ડાયવર્ટ કરાયા3. Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ4. Dhaka-London Flight Brawl : આ લોકોએ તો ફ્લાઇટને બનાવી દીધો અખાડો, ચાલુ ફ્લાઇટમાં જ લાતો અને મુક્કામાર, VIDEO5. POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર6. Hardik Pandyaને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યું સ્થાન? ગૌતમ ગંભીરનો સીધો જવાબ7. લો બોલો! America માં કોઇએ કેળાં ન ખાવા, ટ્ર્મ્પે લોકોને આ કારણથી કરી અજીબો ગરીબ અપીલ8. Petrol Diesel Price Today: મુંબઇમાં 111.31 તો અમદાવાદમાં 101.83..જાણો મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત9. IND W vs JPN W Live : જાપાન ટીમે 57 રનમાં ઓલઆઉટ થયું, શ્રી ચારણીએ કર્યો કમાલ10. Stock Market Opening: તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 74,429.25 અંકે ખૂલ્યો

Read Full Story arrow_forward
POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર
calendar_today September 18, 2026

POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર

પાકિસ્તાન અને ચીને સરહદ સંબંધિત બાબતોના નિરાકરણ માટે 'બાઉન્ડ્રી જોઈન્ટ કમિશન' (સંયુક્ત સરહદ પંચ) શરૂ કર્યું છે, પરંતુ ભારતે આ સમગ્ર પ્રક્રિયાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ પંચની પ્રથમ બેઠક 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. પાકિસ્તાનના મતે બંને દેશો આ વ્યવસ્થા દ્વારા સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સરહદ સર્વેક્ષણ અને માલસામાન તથા લોકોની અવરજવર જેવા મુદ્દાઓ પર સહયોગ કરશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે એવી કોઈ સરહદ અસ્તિત્વમાં નથી જેને ભારત માન્યતા આપતું હોય.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ કહેવાતા સંયુક્ત પંચનો કોઈ કાનૂની આધાર નથી. ભારતનું માનવું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે, અને ભારતીય પ્રદેશને લગતી કોઈપણ વ્યવસ્થામાં સામેલ થવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. ભારતે 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને પણ ખાસ કરીને નકારી કાઢ્યો છે; નવી દિલ્હીનું વલણ છે કે તેણે આ કરારને ક્યારેય માન્યતા આપી નથી અને તે તેને ગેરકાયદેસર તથા અમાન્ય માને છે. ભારતીય પ્રદેશની સ્થિતિ બદલવાના પ્રયાસો અસ્વીકાર્યભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પ્રદેશની સ્થિતિ બદલવાનો અથવા પાકિસ્તાનના કબજાને કાયદેસરતા આપવાનો કોઈપણ પ્રયાસ સ્વીકારવામાં આવશે નહીં. ભારતના વાંધાઓને ફગાવીને પાકિસ્તાને 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારની માન્યતાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે બંને દેશો વચ્ચેની હાલની સરહદ વ્યવસ્થાપન વ્યવસ્થાઓને આગળ વધારવા માટે આ નવા 'બાઉન્ડ્રી જોઈન્ટ કમિશન'ની સ્થાપના કરવામાં આવી છે.ટૂંકમાં, જ્યારે પાકિસ્તાન અને ચીન સરહદ વ્યવસ્થાપનના નામે નવી વ્યવસ્થા સ્થાપી રહ્યા છે, ત્યારે ભારતે આ પગલાના મૂળ આધાર પર જ સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીનો સંદેશ સ્પષ્ટ છે: ભારત એ જમીનના ભવિષ્ય અથવા તેની સરહદો અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચેના કોઈપણ કરારને સ્વીકારતું નથી, જેને તે પોતાનો અભિન્ન હિસ્સો માને છે.

Read Full Story arrow_forward
Major Rishabh Singh Sambyal: રિટાર્યમેન્ટ બાદ મેજર સાંબ્યાલનો પ્લાન બી તૈયાર, હવે ઇન્સ્ટાગ્રામથી કરશે લાખોની કમાણી
calendar_today September 18, 2026

Major Rishabh Singh Sambyal: રિટાર્યમેન્ટ બાદ મેજર સાંબ્યાલનો પ્લાન બી તૈયાર, હવે ઇન્સ્ટાગ્રામથી કરશે લાખોની કમાણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભૂતપૂર્વ ADC (એઇડ-ડી-કેમ્પ) મેજર રિષભ સિંહ સાંબ્યાલે થોડા દિવસો પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને ઇન્સ્ટાગ્રામ પર 'સબ્સ્ક્રિપ્શન મોડલ' શરૂ કર્યું છે. જેનાથી ભવિષ્યમાં સારી એવી કમાણી થવાની શક્યતા છે.રિટાર્યડમેન્ટ બાદ મેજર ઋષભ શું કરશે ? મેજર સાંબ્યાલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડલ શરૂ કર્યું છે, જેના દ્વારા તેઓ નોંધપાત્ર આવક મેળવી શકે છે. અત્યાર સુધીમાં, 1,500થી વધુ લોકોએ તેમની ખાસ (એક્સક્લુઝિવ) પોસ્ટ્સ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લીધું છે. આ સબ્સ્ક્રિપ્શનનો દર iPhone વપરાશકર્તાઓ માટે ₹199 પ્રતિ મહિને અને Android વપરાશકર્તાઓ માટે ₹180 પ્રતિ મહિને રાખવામાં આવ્યો છે. તેમના સબ્સ્ક્રાઇબર્સની વધતી જતી સંખ્યાએ ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કર્યા છે. લોકો તેમની લોકપ્રિયતા અને તેમના પેઇડ કન્ટેન્ટની માંગ વિશે ચર્ચા કરી રહ્યા છે. તેમની ઓનલાઇન પ્રવૃત્તિઓ સતત લોકોનું ધ્યાન ખેંચી રહી છે.મેજર સાંબ્યાલની નવી યોજના શું છે?મેજર સાંબ્યાલ પેઇડ સબ્સ્ક્રાઇબર્સને ખાસ કન્ટેન્ટ, સબ્સ્ક્રાઇબર બેજ અને સોશિયલ ચેનલ્સની ઍક્સેસ પ્રદાન કરે છે. સબ્સ્ક્રાઇબર્સને 'આસ્ક મી એનીથિંગ' (AMA) સેશન્સ, નવી પોસ્ટ્સ/વીડિયોની વહેલી ઍક્સેસ અને કોચિંગની સુવિધા પણ મળે છે જોકે કોચિંગની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. હાલમાં, સબ્સ્ક્રાઇબર્સ માટે તેમની પાંચ ખાસ સ્ટોરીઝ અને એક રીલ ઉપલબ્ધ છે.કેવી રીતે કરશે કમાણી ? 1,500 સબ્સ્ક્રાઇબર્સના આધારે ગણતરી કરીએ તો Android વપરાશકર્તાઓ પાસેથી માસિક આવક અંદાજે ₹2.70 લાખ થશે અથવા જો બધા iPhone વપરાશકર્તાઓ હોય તો તે આંકડો ₹3 લાખની આસપાસ હશે. તેવી જ રીતે 2,000 સબ્સ્ક્રાઇબર્સ સાથે માસિક આવક Android વપરાશકર્તાઓ પાસેથી ₹3.60 લાખ અને iPhone વપરાશકર્તાઓ પાસેથી અંદાજે ₹4 લાખ સુધી પહોંચી શકે છે.સબ્સ્ક્રાઇબર્સને શું મળે છે?ખાસ કન્ટેન્ટ (Exclusive Content): વિશેષ પોસ્ટ્સ, સ્ટોરીઝ અને રીલ્સ.સબ્સ્ક્રાઇબર બેજ: કોમેન્ટ કરતી વખતે અથવા મેસેજ કરતી વખતે વપરાશકર્તાના નામની બાજુમાં એક ખાસ બેજ દેખાય છે.લાઇવ સેશન્સ અને AMA: 'આસ્ક મી એનીથિંગ' સેશન્સ અને લાઇવ વાતચીતમાં ભાગ લેવાની તક. માર્ગદર્શન અથવા કોચિંગ: કારકિર્દી સંબંધિત વિષયો અથવા પ્રેરણાદાયી કન્ટેન્ટ અંગે સીધો સંવાદ અને વહેલી ઍક્સેસ.અંદાજિત વાર્ષિક આવકવર્તમાન સબ્સ્ક્રાઇબર બેઝના આધારે, તેમની વાર્ષિક કુલ આવક ₹34 લાખથી ₹37.5 લાખ કે તેથી વધુ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેજર સંબ્યાલની આવક તેમના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં થતા વધારા સાથે વધતી જશે.આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા

Read Full Story arrow_forward