android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ છે તેમાં ઘર કે બહારની કોઈ જવાબદારી હોતી નથી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
calendar_today September 18, 2026

Gandhinagar News: વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ છે તેમાં ઘર કે બહારની કોઈ જવાબદારી હોતી નથી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર ટાઉનહોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2026નો કાર્યક્રમ યોજાયો હતો.આ જ્ઞાન અને નવીનતાને પ્રોત્સાહન આપતા ભવ્ય સમારોહમાં શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિદ્યાર્થી જીવનના દિવસોને યાદ કર્યા હતામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થી જીવનના દિવસોને યાદ કર્યા હતા.તેમણે હસતાં-હસતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવન જ સૌથી શ્રેષ્ઠ હોય છે કેમ કે તેમાં ઘર કે બહારની કોઈ મોટી જવાબદારી હોતી નથી.કોલેજ કાળને યાદ કરતા તેમણે કહ્યું હતું કે ચાર મિત્રો ભેગા થાય ત્યારે કયું બહાનું કયા ઘરે ચાલશે તે અગાઉથી જ નક્કી કરી લેવાામાં આવતું હતું.કોલેજના સમયમાં મિત્રો સાથે મળીને ફિલ્મ જોવાની પણ અજબ આવડત હોય છે.અમારા સમયમાં તો અમદાવાદ કરતાં પહેલાં નડિયાદમાં ફિલ્મ રિલીઝ થતી હતી.અમદાવાદથી નડિયાદ જઈને ફિલ્મ જોઈને પાછા આવી જવાનું આયોજન પણ કોલેજ ટાઈમમાં જ કરવામાં આવતું હતું.મસ્તી પોતાની જગ્યાએ છેપરંતુ તેની સાથે કરિયર પણ એટલું જ મહત્વનું છે.યુવાનોએ ભણતરની સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને કરિયરને હંમેશાં પ્રાથમિકતા આપવી જોઈએ.યોજનાઓ વિશે બધાને ખબર હોય છેમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે યોજનાઓ વિશે બધાને ખબર હોય છે.છતાં સમયસર આયુષ્માન કાર્ડ જેવું જરૂરી કાર્ડ કઢાવવામાં આવ્યું નથી હોતું અને છેલ્લા સમયે દોડાદોડ કરવાનો વારો આવે છે.જો સમયસર કાર્ડ ન કઢાવવામાં આવે તો મુશ્કેલીના સમયે દેવું કરવામાં જ આખો સમય ચાલ્યો જાય છે. તેમણે ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને અપીલ કરી હતી કે સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવો.માત્ર પોતાના પરિવારને જ નહીં પરંતુ જરૂરિયાતમંદ છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડો.વ્યક્તિને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ અપાવવો એ પણ એક ઉત્તમ સેવા જ છે.આગામી 7 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જેના અનુસંધાને રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ

Read Full Story arrow_forward
હાર્દિક પંડ્યાને ટીમમાં કેમ સ્થાન ના મળ્યું, તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, અમેરિકામાં કોઈ કેળા નહીં ખાય સહિતના મોટા સમાચાર
calendar_today September 18, 2026

હાર્દિક પંડ્યાને ટીમમાં કેમ સ્થાન ના મળ્યું, તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, અમેરિકામાં કોઈ કેળા નહીં ખાય સહિતના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ2. Ahmedabad News: શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ સ્કૂલોમાં રજા જાહેર, AMTSના રૂટ ડાયવર્ટ કરાયા3. Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ4. Dhaka-London Flight Brawl : આ લોકોએ તો ફ્લાઇટને બનાવી દીધો અખાડો, ચાલુ ફ્લાઇટમાં જ લાતો અને મુક્કામાર, VIDEO5. POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર6. Hardik Pandyaને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યું સ્થાન? ગૌતમ ગંભીરનો સીધો જવાબ7. લો બોલો! America માં કોઇએ કેળાં ન ખાવા, ટ્ર્મ્પે લોકોને આ કારણથી કરી અજીબો ગરીબ અપીલ8. Petrol Diesel Price Today: મુંબઇમાં 111.31 તો અમદાવાદમાં 101.83..જાણો મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત9. IND W vs JPN W Live : જાપાન ટીમે 57 રનમાં ઓલઆઉટ થયું, શ્રી ચારણીએ કર્યો કમાલ10. Stock Market Opening: તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 74,429.25 અંકે ખૂલ્યો

Read Full Story arrow_forward
POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર
calendar_today September 18, 2026

POK પર પાકિસ્તાન-ચીનની નવી ચાલને ભારતે નકારી, 1963ના કરારને પણ ગણાવ્યો ગેરકાયદેસર

પાકિસ્તાન અને ચીને સરહદ સંબંધિત બાબતોના નિરાકરણ માટે 'બાઉન્ડ્રી જોઈન્ટ કમિશન' (સંયુક્ત સરહદ પંચ) શરૂ કર્યું છે, પરંતુ ભારતે આ સમગ્ર પ્રક્રિયાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ પંચની પ્રથમ બેઠક 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. પાકિસ્તાનના મતે બંને દેશો આ વ્યવસ્થા દ્વારા સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સરહદ સર્વેક્ષણ અને માલસામાન તથા લોકોની અવરજવર જેવા મુદ્દાઓ પર સહયોગ કરશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે એવી કોઈ સરહદ અસ્તિત્વમાં નથી જેને ભારત માન્યતા આપતું હોય.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ કહેવાતા સંયુક્ત પંચનો કોઈ કાનૂની આધાર નથી. ભારતનું માનવું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે, અને ભારતીય પ્રદેશને લગતી કોઈપણ વ્યવસ્થામાં સામેલ થવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. ભારતે 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને પણ ખાસ કરીને નકારી કાઢ્યો છે; નવી દિલ્હીનું વલણ છે કે તેણે આ કરારને ક્યારેય માન્યતા આપી નથી અને તે તેને ગેરકાયદેસર તથા અમાન્ય માને છે. ભારતીય પ્રદેશની સ્થિતિ બદલવાના પ્રયાસો અસ્વીકાર્યભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પ્રદેશની સ્થિતિ બદલવાનો અથવા પાકિસ્તાનના કબજાને કાયદેસરતા આપવાનો કોઈપણ પ્રયાસ સ્વીકારવામાં આવશે નહીં. ભારતના વાંધાઓને ફગાવીને પાકિસ્તાને 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારની માન્યતાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે બંને દેશો વચ્ચેની હાલની સરહદ વ્યવસ્થાપન વ્યવસ્થાઓને આગળ વધારવા માટે આ નવા 'બાઉન્ડ્રી જોઈન્ટ કમિશન'ની સ્થાપના કરવામાં આવી છે.ટૂંકમાં, જ્યારે પાકિસ્તાન અને ચીન સરહદ વ્યવસ્થાપનના નામે નવી વ્યવસ્થા સ્થાપી રહ્યા છે, ત્યારે ભારતે આ પગલાના મૂળ આધાર પર જ સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીનો સંદેશ સ્પષ્ટ છે: ભારત એ જમીનના ભવિષ્ય અથવા તેની સરહદો અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચેના કોઈપણ કરારને સ્વીકારતું નથી, જેને તે પોતાનો અભિન્ન હિસ્સો માને છે.

Read Full Story arrow_forward