android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: રાજસ્થાનના નાથબાવાનું અપહરણ કરી ખંડણી માગનાર ત્રણ આરોપીઓની ધરપકડ
calendar_today January 2, 2026

Ahmedabad News: રાજસ્થાનના નાથબાવાનું અપહરણ કરી ખંડણી માગનાર ત્રણ આરોપીઓની ધરપકડ

રાજસ્થાનના નાથ બાવાનુ અપહરણ કરી ખંડણી માંગનાર એક જ પરિવારના ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. અમદાવાદથી અપહરણ કરી અપહ્યતને પાટણના શંખેશ્વર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં માર મારી ખંડણી માંગવામાં આવી હતી. આરોપીના ઘરે કરેલી વિધિમાં ફળદાઈ પરિણામ ન મળતા અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અપહરણ અને ખંડણીના ગુનામાં ધરપકડ રાજસ્થાનના નાથ બાવા છગનનાથનું અપહરણ કરી લઈ જતા ત્રણ યુવકો અમદાવાદના ગીતા મંદિર પાસે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જે ત્રણેય યુવકોના નામ હરેશ ઠાકોર,નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર છે. જે અમદાવાદના ઠક્કર નગર વિસ્તારમાં રહે છે અને મૂળ પાટણના પીરોજપુર ગામના વતની છે. પોલીસે અપહરણ અને ખંડણીના ગુનામાં આ ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભોગ બનનાર છગનનાથનું અપહરણ કરી પાટણ શંખેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી ભોગ બનનારના પરિવાર પાસે ચાર લાખની ખંડણી માગી હતી. એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી  જે અંગે કાગડાપીઠ પોલીસ મથક ખાતે 30 ડિસેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે પાટણ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી અપહ્યતનો છુટકારો કરાવ્યો છે.અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસે એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ આરોપી હરેશની સગાઈ ન થતી હોવાથી અપહ્યત છગનનાથના સસરા પાસે વિધી કરાવી હતી. ખેતરમા ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ કરાવ્યો જે વિધિ કરવા પાછળ ઘર અને ખેતરમા ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ કરાવ્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળી અપહરણનું પ્લાનિંગ કરી ગુનાને અંજામ આપ્યો હતો. જે ગુનામાં પોતાનું નુકસાન લેવા ચાર લાખની ખંડણી પણ માંગી હતી. તેથી પોલીસ ભોગ બનનારનો પરિવાર બની આરોપીઓ સાથે વાતચીત કરી પાટણ સુધી પહોંચી હતી. જે બાદ આરોપીઓને ઝડપી ભોગ બનનારને સહી સલામત છોડાવ્યો હતો. આ પણ વાંચોઃ Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward
Vadodara News: આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાંથી વડોદરાની બાદબાકી થતા રોષ
calendar_today January 2, 2026

Vadodara News: આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાંથી વડોદરાની બાદબાકી થતા રોષ

ગુજરાતના આગામી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ (પતંગોત્સવ) ના આયોજનમાંથી વડોદરા શહેરની બાદબાકી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ આ મામલે તત્કાલ હસ્તક્ષેપ કરી ગુજરાત ટુરિઝમ (પર્યટન) વિભાગને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે. સાંસદ ડો. હેમાંગ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે અને અગાઉ પણ શહેરે સફળતાપૂર્વક કાઈટ ફેસ્ટિવલનું આયોજન (હોસ્ટ) કર્યું છે.ટુરિઝમ વિભાગ ના નિર્ણય સામે ફેર વિચારણા કરવા માંગટુરિઝમ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણય સામે સાંસદે ફેરવિચારણા કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડોદરાના કલા-સંસ્કૃતિ પ્રેમી નાગરિકો અને પતંગબાજો આ મહોત્સવથી વંચિત ન રહેવા જોઈએ. સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે રાજ્યના મુખ્ય શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજોની હાજરીમાં મહોત્સવ યોજાય છે. વડોદરાનો સમાવેશ ન થવાથી સ્થાનિક ટુરિઝમ અને ઉત્સાહ પર અસર પડી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
India : ગિગ વર્કર્સને મળશે સામાજિક સુરક્ષા લાભ, પરંતુ આ શરતો કરવી પડશે પૂરી
calendar_today January 2, 2026

India : ગિગ વર્કર્સને મળશે સામાજિક સુરક્ષા લાભ, પરંતુ આ શરતો કરવી પડશે પૂરી

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા (કેન્દ્રીય) નિયમો, 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ નિયમોનો મુખ્ય હેતુ ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે. આજકાલ ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર, ફ્રીલાન્સર અને અન્ય ગિગ કામદારો મોટી સંખ્યામાં કાર્યરત છે, પરંતુ તેમને અત્યાર સુધી નિયમિત કર્મચારીઓ જેવી સુરક્ષા મળતી ન હતી. પાત્રતા માટેની મુખ્ય શરતો નવા નિયમો મુજબ, જો કોઈ ગિગ કામદાર એક જ એગ્રીગેટર (જેમ કે ફૂડ ડિલિવરી અથવા રાઈડ હેલિંગ કંપની) સાથે કામ કરે છે, તો તેને ઓછામાં ઓછા 90 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. જો તે એકથી વધુ એગ્રીગેટર સાથે કામ કરે છે, તો પાછલા નાણાકીય વર્ષમાં કુલ 120 દિવસનું કામ પૂર્ણ કરેલું હોવું જોઈએ.  દિવસથી જ તે એગ્રીગેટર આ નિયમોમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે કામદાર જે દિવસે કમાણી શરૂ કરે છે, તે દિવસથી જ તે એગ્રીગેટર સાથે સંકળાયેલ ગણાશે. કમાણી કેટલી છે તે મહત્વનું નથી, કોઈપણ કેલેન્ડર દિવસે કમાયેલી આવક પાત્રતામાં ગણાશે. જો કોઈ ગિગ કામદાર એક જ દિવસે ત્રણ અલગ-અલગ એગ્રીગેટર્સ માટે કામ કરે, તો તે દિવસની ગણતરી ત્રણ દિવસ તરીકે થશે. નોંધણી અને ઓળખ 16 વર્ષથી વધુ ઉંમરના ગિગ કામદારો તેમના આધાર નંબર અને જરૂરી દસ્તાવેજો દ્વારા નોંધણી કરાવી શકશે. એગ્રીગેટર્સે કામદારોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે, જેના આધારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા યુનિક આઈડી બનાવવામાં આવશે. નોંધાયેલા દરેક કામદારોને ફોટા સહિતનું ડિજિટલ અથવા ભૌતિક ઓળખ કાર્ડ મળશે. સામાજિક સુરક્ષા લાભો આ નિયમો હેઠળ આરોગ્ય વીમા, જીવન વીમા અને વ્યક્તિગત અકસ્માત વીમા જેવા લાભો આપવામાં આવશે. એગ્રીગેટર્સ પાસેથી એકત્રિત થનારા યોગદાન માટે એક અલગ સામાજિક સુરક્ષા ભંડોળ બનાવવામાં આવશે, જેમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે રકમ જમા થશે. લાભોની મર્યાદા જો કોઈ નોંધાયેલ કામદાર 60 વર્ષની ઉંમર પાર કરે છે, તો તે સામાજિક સુરક્ષા યોજનાના નવા લાભો માટે પાત્ર રહેશે નહીં. જોકે, નિયમો મુજબ કામના દિવસોની પાત્રતા પૂરી થાય ત્યાં સુધી લાભો મળતા રહેશે. કેન્દ્ર સરકાર અસંગઠિત કામદારો માટેના રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડમાં વિવિધ કેટેગરીના ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા 5 સભ્યોને રોટેશનલ ધોરણે નોમિનેટ કરશે. આ ડ્રાફ્ટ નિયમો ગિગ કામદારો માટે એક મોટું અને સકારાત્મક પગલું છે, જે તેમને આર્થિક સુરક્ષા, ઓળખ અને ભવિષ્ય માટે વિશ્વાસ આપશે.આ પણ વાંચો : PM Modi Oman Visit: ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યુ બન્ને દેશ વચ્ચે નવી તકોનું થશે નિર્માણ

Read Full Story arrow_forward