android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન
calendar_today September 18, 2026

MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન

પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને 3 નામ અને 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ મોકલ્યા છે. અહેવાલો અનુસાર, મમતા જૂથે તૃણમૂલ મમતા કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ મમતા જેવા નામ સૂચવ્યા છે. ચૂંટણી ચિહ્નના વિકલ્પોમાં ફૂટબોલ, પ્રાર્થના અને ક્રિકેટ બેટ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્રિકેટ બેટ સાથે ખેલા હોબે નારો પણ મોકલવામાં આવ્યો છે. મમતા જૂથે ઈમેલ દ્વારા ચૂંટણી પંચને પોતાની પસંદગી મોકલી છે.સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Sabarkantha News: વડાલીમાં વરસતા વરસાદ વચ્ચે મકાન પર વીજળી ત્રાટકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થયો
calendar_today September 18, 2026

Sabarkantha News: વડાલીમાં વરસતા વરસાદ વચ્ચે મકાન પર વીજળી ત્રાટકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થયો

હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ વરસાદની વચ્ચે સાબરકાંઠાના વડાલીમાં એક મકાન પર વીજલી ત્રાટકવાની ઘટના સામે આવી છે. વીજળી પડવાને કારણે મકાનમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત મકાનમાં રહેલા ઈલેક્ટ્રિક ઉપકરણો પણ બળીને ખાક થઈ ગયાં છે. જેના કારણે મકાનમાં રહેતા પરિવારને આફત વચ્ચે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આકાશી વીજળી ત્રાટકતા ભારે નુકસાન થયુંસાબરકાંઠા જિલ્લામાંવરસાદી માહોલ જામ્યો છે.કુદરતી વરસાદ વચ્ચે વડાલી શહેરમાં એક મોટી કુદરતી આફતના અહેવાલ સામે આવ્યા છે.વડાલીમાં વરસી રહેલા વરસાદ દરમિયાન રામનગર વિસ્તારમાં આવેલા પ્રજાપતિ વાસમાં એક મકાન ઉપર અચાનક આકાશી વીજળી ત્રાટકતા ભારે નુકસાન થયું હતું.વીજળી પડતી વખતે થયેલા પ્રચંડ ધડાકા અને અવાજથી આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.આ વીજળીના પ્રચંડ પ્રહારના કારણે મકાનનું લાઈટનું વીજ મીટર બળીને ખાખ થઈ ગયું હતું.ઘરની અંદર વીજ પ્રવાહ ફેલાવાને કારણે ટીવી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બળી ગયા હતા.  મકાનનું લાઈટનું મીટર પણ બળી ગયુંઆ આકાશી વીજળીની ગંભીર અસર માત્ર એક જ મકાન પૂરતી સીમિત ન રહી પરંતુ તેની ઝપેટમાં બાજુમાં જ રહેતા પડોશી મુકેશભાઈ ખાંટનું મકાન પણ આવ્યું હતું.વીજળીના ભારે પ્રવાહના કારણે મુકેશભાઈના મકાનનું લાઈટનું મીટર પણ બળીને ખાખ થઈ ગયું હતું.આસપાસના ઘરોમાં અચાનક વીજ ઉપકરણો બળવા લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહોતી.અચાનક બનેલી આ આકાશી આફતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડાલી વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Mehsana News: ખેરાલુમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો

Read Full Story arrow_forward