android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagarમાં અનોખી ચોરી: મોંઘવારી વચ્ચે દૂધ, દહીં અને છાશના કેરેટ ઉપાડી જતો તસ્કર ઝડપાયો
calendar_today September 18, 2026

Gandhinagarમાં અનોખી ચોરી: મોંઘવારી વચ્ચે દૂધ, દહીં અને છાશના કેરેટ ઉપાડી જતો તસ્કર ઝડપાયો

Gandhinagarમાં અનોખી ચોરી: મોંઘવારી વચ્ચે દૂધ, દહીં અને છાશના કેરેટ ઉપાડી જતો તસ્કર ઝડપાયોમોંઘવારીના જમાનામાં ચોરીના વિચિત્ર અને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં વહેલી સવારે ડેરીઓ અને દુકાનો બહાર મુકવામાં આવતાં દૂધ, દહીં અને છાશના કેરેટની ચોરી કરતી શાતિર ગેંગના એક તસ્કરને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રિક્ષા સહિત કુલ ₹3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગોકળપુરાના શિવા ભરવાડની ધરપકડ, 3 ગુનાનો ખુલાસોઝડપાયેલા આરોપીની ઓળખ ગોકળપુરા વિસ્તારના શિવા ભરવાડ તરીકે થઈ છે. ગાંધીનગરના સેક્ટર 21 અને સેક્ટર 7 પોલીસ મથકમાં દૂધના કેરેટ ચોરી થવા અંગે અગાઉથી 3 જેટલા ગુનાઓ નોંધાયા હતા. પોલીસે આ ચોરીઓનો તાગ મેળવવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેના અંતર્ગત શિવા ભરવાડને દબોચી લેવામાં સફળતા મળી છે.CCTV વગરના વિસ્તારો ટાર્ગેટ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીઆરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વહેલી સવારે જ્યારે પાર્લર કે દુકાનો બંધ હોય ત્યારે સપ્લાયરો બહાર દૂધ-દહીંના કેરેટ મૂકીને જતા રહેતા હતા. આરોપી શિવા ભરવાડ એવા વિસ્તારોની રેકી કરતો હતો જ્યાં સીસીટીવી (CCTV) કેમેરા ન હોય. ત્યારબાદ નજર ચૂકવીને વાહનમાં કેરેટ ભરીને ફરાર થઈ જતો હતો. આરોપી પકડાતાં ગાંધીનગરમાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Daman News: 'આજ તેરા ભાઈ વિરુ બનેગા', દારુ પીને ટાંકી પર ચડ્યો યુવક, Video
calendar_today September 18, 2026

Daman News: 'આજ તેરા ભાઈ વિરુ બનેગા', દારુ પીને ટાંકી પર ચડ્યો યુવક, Video

તમે શોલે મુવી જોઈ હોય તો તેનો આઈકોનિક પાણીની ટાંકીવાળો સીન યાદ હશે. જેમાં વિરુ બંસતી માટે પાણીની ટાંકી પર ચડી જાય છે. કંઈક આવા જ દ્રશ્યો દમણમાંથી સામે આવ્યા હતા, જ્યાં એક યુવક દારૂના નશામાં ચૂર થઈને પાણીની ટાંકી પર ચડી ગયો હતો. આ દરમિયાન તેની ડાયલોગબાજીને કારણે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા.યુવકે ભારે હોબાળો મચાવ્યો દમણના દરિયા કિનારે એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દમણના દરિયા કિનારે દારૂના નશામાં ધૂત એક યુવકે કોઈ ફિલ્મી કહાનીની જેમ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. દરિયા કિનારે આવેલી એક ઊંચી પાણીની ટાંકી પર આ યુવક અચાનક ચડી ગયો હતો, જેને જોઈને આસપાસના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. નશાની હાલતમાં યુવકે ત્યાં બેસીને ભારે હોબાળો મચાવ્યો હતો.'શોલે'ના વીરુની જેમ ડાયલોગબાજી અને કૂદવાની ધમકીઆ યુવકની કરતૂત જોઈને લોકોએ બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ 'શોલે'ના વીરુની યાદ તાજી થઈ ગઈ હતી. પાણીની ટાંકી પર બેસીને આ યુવકે ફિલ્મી અંદાજમાં જોર-જોરથી ડાયલોગબાજી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તે ઉપરથી નીચે કૂદી જવાની સતત ધમકીઓ પણ આપી રહ્યો હતો, જેના કારણે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે સલામતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા ટાંકીની નીચે એક મોટું કપડું તૈયાર રાખવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી સમજાવટના પ્રયાસો બાદ યુવકને નીચે ઉતારવામાં ફાયર કર્મીઓને સફળતા મળી હતી. જે બાદ હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ==આ પણ વાંચો: Vapi : સંઘપ્રદેશ દમણમાં તીન બત્તીથી જેટી સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં

Read Full Story arrow_forward
Aravalliમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વૈડી ડેમમાં પાણીની મબલખ આવકથી ખેડૂતોમાં આનંદ
calendar_today September 18, 2026

Aravalliમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વૈડી ડેમમાં પાણીની મબલખ આવકથી ખેડૂતોમાં આનંદ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પંથકની નદીઓ અને જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ રહી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે મેઘરજ તાલુકામાં આવેલો પ્રખ્યાત વૈડી ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જવાના આરે પહોંચ્યો છે. ડેમમાં સતત પાણીની આવક વધી રહી હોવાથી સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ડેમમાં 2,913 ક્યુસેક આવક સામે 3,761 ક્યુસેક પાણી છોડાયુંસત્તાવાર માહિતી અનુસાર, વૈડી ડેમમાં હાલ 2,913 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે. ડેમની મુખ્ય જળસપાટી 199.84 મીટર પર પહોંચી ગઈ છે, જેના કારણે ડેમ ગમે તે ક્ષણે ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને ડેમની સલામતી માટે હાલ તંત્ર દ્વારા ડેમમાંથી 3,761 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.હેઠવાસના ગામોને એલર્ટ કરાયા, તંત્ર સતર્કવૈડી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ નદી કાંઠાના અને હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને ન જવાની અને પશુઓને દૂર રાખવાની તાકીદ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News: પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

Read Full Story arrow_forward