android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
calendar_today September 18, 2026

Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ વિસ્તારોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયુંગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલી એમ કુલ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વરસાદઅમીરગઢ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિત ડાભેલા, વિરમપુર અને ઢોલીયા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને મગફળી તથા કપાસના પાકને ઘણો મોટો ફાયદો થશે.આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો
calendar_today September 18, 2026

Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ મોડી રાત્રે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.  અમદાવાદમાં વહેલી સવારથી વરસાદઆજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતાં. શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર ભારે વરસાદ ખાબકવાનું શરૂ થયું હતું. શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને સ્કૂલે બાળકોને મુકવા જનારા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય વરસાદમાં જ સવારમાં જ લોકોને હાલાકી સર્જાઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ ખાબકેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરત અને કચ્છમાં પણ વરસાદબીજી તરફ સુરત શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના કતારગામ ,વેડ રોડ ,ડભોલી ,રાંદેર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરમા પણ વહેલી સવારથી કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખબક્યો છે. કચ્છના રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં માત્ર એક જ કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ ખાબકવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભારે વરસાદના પગલે બાદરગઢ, લોદ્રાણી, ગાગોદર તેમજ આડેસર, ભીમાસર, પલાંસવા અને ખડીર સહિતના વિસ્તારોમાં નદી-નાળામાં પાણીની ભારે આવક થઈ છે, જેનાથી સ્થાનિક જળસ્રોતોમાં વધારો થવાની સાથે ખેડૂતોના પાકને પણ મોટો ફાયદો થશે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

Read Full Story arrow_forward
Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
calendar_today September 18, 2026

Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મધ્યરાત્રિ પછી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.મોડી રાતથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુર્જાતા પાકોને નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ભારે રાહત અનુભવી છે. ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ પાણી વરસ્યું છે.આ ઉપરાંત વડાલી, તલોદ અને ઈડર તાલુકાઓમાં પણ બે ઇંચ જેટલો સારો વરસાદ ખાબક્યો છે.જ્યારે વિજયનગર અને પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાના અનેક તળાવોમાં પાણીની નવી આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશીવર્તમાન સમયમાં જિલ્લામાં મગફળી,કપાસ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત હતી.સમયાંતરે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મધ્યરાત્રિના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે,કારણ કે આ પાણી પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આવશ્યકતા છે,કેમ કે હજુ પણ ઘણી નદીઓ,તળાવો અને ચેકડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. એક તરફ વરસાદે ખેડૂતોને રાહત આપી છે તો બીજી તરફ વહીવટી તંત્ર અને નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પાણી ભરાયાઈડર પંથકમાં થોડા સમયના ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.આ સ્થિતિના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ઈડર તરફથી આવતી ડેભોલ નદી તેમજ આસપાસના પહાડો પરથી વહેતા પાણીના પ્રવાહોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

Read Full Story arrow_forward