Ambaji : શાર્દૂલ ગુરુકુલના બાળકો દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગબ્બર
શાર્દૂલ ગુરુકુલના બાળકોએ સાથે મળીને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ગબ્બરનું નિર્માણ કર્યું છે. સામાન્ય રીતે ગબ્બર કે અંબાજીની કૃતિઓ બનાવવામાં પ્લાસ્ટિક, સિમેન્ટ અને પ્લાસ્ટર ઓફ્ પેરિસ જેવા બિન-પ્રાકૃતિક પદાર્થોનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. પરંતુ આ બાળકોએ પ્રકૃતિ તરફ્ પાછા ફરવાનો માર્ગ અપનાવ્યો છે. ગબ્બર અને નગરીના બેઝ અને લીંપણ માટે ગાયના છાણ અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગબ્બરની આસપાસની અંબાજી નગરીના ટાઉન પ્લાનિંગને પણ બાળકોએ ખૂબ બારીકાઈથી કાગળ, પૂંઠા અને અન્ય ઇકો-ફ્રેન્ડલી સાધનોની મદદથી જીવંત કર્યું છે. એટલું જ નહીં, આખી નગરી અને ગબ્બરને શણગારવા માટે પ્રાકૃતિક રંગોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward