android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Rain Update: 1 કલાકમાં 4 ઇંચ વરસાદ, AMCની પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ અસમંજસમાં!
calendar_today September 18, 2026

Ahmedabad Rain Update: 1 કલાકમાં 4 ઇંચ વરસાદ, AMCની પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ અસમંજસમાં!

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC) દિનેશ ગુરવે આ પ્રેસ કોન્ફરન્સમાં વરસાદ સંબંધિત વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વખતે માત્ર 1 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકવાને કારણે શહેરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.વાસણા બેરેજ અને સાબરમતી નદીના જળસ્તર અંગે ખુલાસોવરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે વાસણા બેરેજનું લેવલ 126.5 ફૂટ લાવવામાં આવ્યું છે અને તેના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધીને 136 ફૂટ (હાઈ લેવલ) સુધી પહોંચ્યું હતું, જેને આજે અચાનક પાણી છોડીને 10 ફૂટ નીચે લાવવામાં આવ્યું હતું. મનપા અને ઇરીગેશન વિભાગના સંકલનથી આ પાણી છોડવામાં આવ્યું હોવાનું DYMC દિનેશ ગુરવે જણાવ્યું હતું. જોકે, કોની સૂચનાથી આ લેવલ પર પાણી લાવવામાં આવ્યું તે અંગે અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. શહેરમાં પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદોઅમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી મુશ્કેલીઓની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે, અખબારનગર અંડરપાસ હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાંથી કુલ 45 જેટલા ઝાડ પડવાની ફરિયાદો મળી હતી, જેમાંથી 3 નો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરમાં 18 જેટલા જંક્શન પર પાણી ભરાયા હોવાની તથા રોડ અને સોસાયટીઓમાં મળીને કુલ 235 જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ છે. સવારે 7 વાગે જ એલર્ટ મળી ગયું હોવાથી સ્ટાફ પહેલેથી જ ફિલ્ડ પર કાર્યરત હતો. આ પણ વાંચો: Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Read Full Story arrow_forward
Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?
calendar_today September 18, 2026

Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?

રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.શંકાસ્પદ ઘી અને મોતીચૂર લાડુ સહિત 37 સેમ્પલ લેવાયાઆ દરોડા દરમિયાન ખોરાકમાં ભેળસેળની આશંકાને પગલે આરોગ્ય ટીમે શંકાસ્પદ ઘી, મોતીચૂરના લાડુ તેમજ અન્ય મીઠાઈઓ અને ખાદ્યસામગ્રી સહિત કુલ 37 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ્સને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ માલસામાન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો : Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ

Read Full Story arrow_forward
Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો
calendar_today September 18, 2026

Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા સર્કલ નજીક આવેલા ચામુંડા ટાયર સામેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક યુવકની અટકાયત કરી તલાશી લેતાં તેની પાસેથી અંદાજે રૂ.55.50 લાખની કિંમતનું 1.850 કિલોગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) નો મોટો જથ્થો મળી આવ્યો છે.શોલ્ડર બેગમાંથી મળી આવ્યું 1.85 કિલો મેફેડ્રોનપોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ બેંગ્લોરના 24 વર્ષીય નિકીલેશ ક્રીષ્નપ્પા તરીકે થઈ છે. આરોપીના કબજામાંથી મળી આવેલી શોલ્ડર બેગની ઝડતી લેતાં અંદરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પ્રાથમિક ચકાસણીમાં પણ આ પદાર્થ મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી પાસે આ નશાકારક પદાર્થ રાખવા કે તેની હેરાફેરી કરવા અંગે કોઈ કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.બેંગ્લોરમાં નાઇજિરિયનને સોંપવાનું હતું સપ્લાયપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી નિકીલેશ આ મેફેડ્રોનનો જથ્થો ચંદીગઢ ખાતે બે નાઇજિરિયન શખ્સો પાસેથી મેળવીને આવ્યો હતો. આ જથ્થો બેંગ્લોર ખાતે રહેતા 'ફ્રેન્ક' નામના અન્ય એક નાઇજિરિયન શખ્સને પહોંચાડવાનો હતો. હાલ નરોડા પોલીસ મથકમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા નાઇજિરિયન નાગરિકો સહિત તમામ આરોપીઓને દબોચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward