android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ
calendar_today September 18, 2026

Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા રહેણાંક ઘરોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના નળમાં અચાનક કેમિકલયુક્ત રંગીન પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પાલિકાની ટીમે પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધવા અને દૂષિત પાણીના સ્ત્રોતને ઓળખવા માટે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી.વરસાદી ગટરમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણ ખુલ્લાં પડ્યાંતપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિસ્તારમાં ચાલતા 'તપેલા ડાઇંગ' નામના ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ દ્વારા પોતાના કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ કરવા માટે વરસાદી ગટરની લાઈનમાં જોડાણો કરી દેવામાં આવ્યા હતા. આ ડાઇંગ યુનિટ્સનું પ્રદૂષિત પાણી લીકેજને કારણે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભળી જતું હતું, જેના કારણે નાગરિકોના ઘરો સુધી દૂષિત રંગીન પાણી પહોંચી રહ્યું હતું.214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ સીલ, કનેક્શનો તાત્કાલિક કાપી નંખાયાલોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારા તત્વો સામે પાલિકા તંત્રએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક પગલાં ભર્યા છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા કુલ 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વરસાદી ગટરમાંથી તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.આ પણ વાંચો : Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

Read Full Story arrow_forward
Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
calendar_today September 18, 2026

Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના ઝાપટાંના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે.હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેરહવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે જ જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સુત્રાપાડા પંથકમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદના કારણે લાંબા સમયથી બફારા અને અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.વરસાદી ઝાપટાં યથાવત, ખેડૂતોમાં આનંદનો વ્યાપસુત્રાપાડા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ધાબડ અકબંધ રહેતાં ખેતી પાકો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વાદળછાયા વાતાવરણ અને સતત પડી રહેલા ઝાપટાંથી ધરતીપુત્રોમાં ઘેરો આનંદ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ પણ વાંચો : Arvalliમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વૈડી ડેમમાં પાણીની મબલખ આવકથી ખેડૂતોમાં આનંદ

Read Full Story arrow_forward
Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
calendar_today September 18, 2026

Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની સક્રિય સિઝન વચ્ચે હવામાન વિભાગે અત્યંત મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં વરસાદનું જોર વધુ રહેવાની પૂરી સંભાવના છે.કયા જિલ્લાઓમાં છે 'ઓરેન્જ એલર્ટ'?   હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આગામી કલાકોમાં ભારે વરસાદના જોખમને જોતા 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર વિસ્તાર: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમધ્ય અને ઉત્તર ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદદક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના વિસ્તારોઆ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. અન્ય 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'   ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય 12 જિલ્લાઓમાં પણ બપોરે 4 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેતીના પગલાં લેવા અને જરૂર વગર ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward