Rajkot ગ્રામ્ય LCBએ ગોંડલમાં મંદિરોને ટાર્ગેટ કરતી રાજસ્થાની ‘ગરાસિયા ગેંગ’નો કર્યો પર્દાફાશ, 3 સાગરીતોની ધરપકડ
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આવેલા પવિત્ર મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તેમજ ચાંદીના છત્તરની ચોરી કરતી કુખ્યાત રાજસ્થાની ‘ગરાસિયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને આ ગેંગના ૩ શાતિર સાગરીતોને ઝડપી લીધા છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય ૨ આરોપીઓ ફરાર થઈ જતાં તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.158 ચાંદીના છત્તર સહિત લાખોનો મુદ્દામાલ જપ્તપોલીસે પકડેલા આરોપીઓ પાસેથી વિવિધ મંદિરોમાંથી ચોરી કરેલા 158 નંગ ચાંદીના નાના-મોટા છત્તર, ચોરીના ગુનામાં વપરાયેલી ઈકો કાર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.5.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની ધરપકડથી ગોંડલના પ્રસિદ્ધ મામાદેવ મંદિર તથા ભરૂડી ગામના ખોડિયાર મંદિરમાં તાજેતરમાં જ થયેલી ચોરીના ગંભીર બનાવોનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયો છે.ઘટનાસ્થળે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવાયુંઆરોપીઓ મંદિરમાં કઈ રીતે પ્રવેશ કરતા હતા અને ચોરીને અંજામ આપતા હતા તે સમજવા માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રાજસ્થાનથી આવીને સૌરાષ્ટ્રના મંદિરોને ટાર્ગેટ કરતી આ ગેંગે અન્ય કયા કયા મંદિરોમાં ચોરીઓ આચરી છે તે દિશામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અને LCB ની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward