android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા
calendar_today September 18, 2026

Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જાણીતી શિવ સર્જિકલ હોસ્પિટલના સિનિયર તબીબ ડૉ. કાંતીલાલ વઘાસીયા અને તેમના પરિવારને ધમકી આપી આતંક મચાવનાર ફરાર પિતા-પુત્રની જોડીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી પરેશ ગજેરા અને તેનો પુત્ર ઋષિત ગજેરા પોતાના બનેવી પાસે નીકળતા આશરે 20 વર્ષ જૂના 10 લાખના હિસાબની વસૂલાત કરવા માટે બનેવીના તબીબ વેવાઈ ડૉ. કાંતીલાલ વઘાસીયા પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા.વરાછાના ડોક્ટર પાસે પઠાણી ઉઘરાણીઆરોપીઓએ ડૉક્ટરને ફોન અને મેસેજ કરીને 'તારું બધું પડ્યું રહેશે, વાપરવાવાળું કોઈ નહીં રહે' જેવી ગંભીર અને ગર્ભિત ધમકીઓ આપી તેમના પુત્રના જીવનું જોખમ ઊભું કર્યું હતું. આ ઉપરાંત નાણાં વસૂલવા માટે આરોપીઓએ અલથાણા ખાતે આવેલી તબીબની પુત્રવધૂની ક્લિનિક અને તેમની કારમાં તોડફોડ કરીને ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર હિંસક અને ધમકીભર્યા બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદથી જ પોલીસને થાપ આપીને પિતા-પુત્ર પરેશ ગજેરા અને ઋષિત ગજેરા છેલ્લા અઢી વર્ષથી સતત ફરાર ચાલી રહ્યા હતા.નાસતા-ફરતા પિતા-પુત્રને દબોચી લીધાવરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય રાખીને મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરતના ઉમરાગામ વિસ્તારમાં આવેલા શિવ બંગ્લોઝ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અઢી વર્ષથી નાસતા-ફરતા બંને પિતા-પુત્રને સ્થળ પરથી દબોચી લીધા છે. પોલીસે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય

Read Full Story arrow_forward
Vav-Tharad News : થરાદ મુખ્ય કેનાલમાં 3 દિવસ પાણીનો કાપ! તળાવો ભરવાની કામગીરીને પગલે નર્મદા વિભાગનો મોટો નિર્ણય
calendar_today September 18, 2026

Vav-Tharad News : થરાદ મુખ્ય કેનાલમાં 3 દિવસ પાણીનો કાપ! તળાવો ભરવાની કામગીરીને પગલે નર્મદા વિભાગનો મોટો નિર્ણય

વાવ-થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આગામી ત્રણ દિવસ માટે પાણીનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થરાદથી નીકળતી મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.ગામડાના તળાવો ભરવાની કામગીરીના કારણે લેવાયો નિર્ણયનર્મદા વિભાગના જણાવ્યા અનુસાર, વાવ-થરાદ વિસ્તારના ગામડાઓના તળાવો સુધી પાણી પહોંચાડવાની અગત્યની કામગીરી તેમજ અન્ય જરૂરી મરામત અને નિભાવણીના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી સુચારુ રૂપે પૂર્ણ થઈ શકે તે માટે કેનાલમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવામાં આવ્યો છે. જોકે, હાલની સ્થિતિએ વિસ્તારના કોઈપણ ગામમાં પીવાના કે વપરાશના પાણીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ નથી.3 દિવસ બાદ રાબેતા મુજબ પાણી છોડવા અધિકારીની સ્પષ્ટતાઆ અંગે નર્મદા વિભાગના મુખ્ય અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ખેડૂતો કે ગ્રામજનોએ ગભરાવાની જરૂર નથી. કેનાલ સંબંધિત તમામ જરૂરી કામગીરી આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય કેનાલમાં પુનઃ રાબેતા મુજબ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે.આ પણ વાંચો : Weather Update : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર!

Read Full Story arrow_forward
Rajkot ગ્રામ્ય LCBએ ગોંડલમાં મંદિરોને ટાર્ગેટ કરતી રાજસ્થાની ‘ગરાસિયા ગેંગ’નો કર્યો પર્દાફાશ, 3 સાગરીતોની ધરપકડ
calendar_today September 18, 2026

Rajkot ગ્રામ્ય LCBએ ગોંડલમાં મંદિરોને ટાર્ગેટ કરતી રાજસ્થાની ‘ગરાસિયા ગેંગ’નો કર્યો પર્દાફાશ, 3 સાગરીતોની ધરપકડ

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આવેલા પવિત્ર મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તેમજ ચાંદીના છત્તરની ચોરી કરતી કુખ્યાત રાજસ્થાની ‘ગરાસિયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને આ ગેંગના ૩ શાતિર સાગરીતોને ઝડપી લીધા છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય ૨ આરોપીઓ ફરાર થઈ જતાં તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.158 ચાંદીના છત્તર સહિત લાખોનો મુદ્દામાલ જપ્તપોલીસે પકડેલા આરોપીઓ પાસેથી વિવિધ મંદિરોમાંથી ચોરી કરેલા 158 નંગ ચાંદીના નાના-મોટા છત્તર, ચોરીના ગુનામાં વપરાયેલી ઈકો કાર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.5.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની ધરપકડથી ગોંડલના પ્રસિદ્ધ મામાદેવ મંદિર તથા ભરૂડી ગામના ખોડિયાર મંદિરમાં તાજેતરમાં જ થયેલી ચોરીના ગંભીર બનાવોનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયો છે.ઘટનાસ્થળે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવાયુંઆરોપીઓ મંદિરમાં કઈ રીતે પ્રવેશ કરતા હતા અને ચોરીને અંજામ આપતા હતા તે સમજવા માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રાજસ્થાનથી આવીને સૌરાષ્ટ્રના મંદિરોને ટાર્ગેટ કરતી આ ગેંગે અન્ય કયા કયા મંદિરોમાં ચોરીઓ આચરી છે તે દિશામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અને LCB ની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward