android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM Modi
calendar_today September 19, 2026

PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM Modi

વડાપ્રધાન મોદીએ સવારે લગભગ 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે "પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય" (The Future of Environment and Climate Dynamics) વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. ભારતની વિકાસ યાત્રા ચર્ચાનો વિષય- પીએમ મોદી આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે પ્રકૃતિ અને પર્યાવરણ અંગે ભારતે વિશ્વને માર્ગદર્શન આપ્યું. વિકસિત દેશોમાં 6 ગણુ કાર્બન ઉત્સર્જન થાય છે. ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે. 12 વર્ષ પહેલા  સોલાર એનર્જી ક્ષમતા 2 ગીગાવોટ હતી જે હવે 160 ગીગા વોટથી વધારે છે. ભારતની  વિકાસ યાત્રા ચર્ચાનો વિષય બની છે. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા, ટીપી અને આવાસ યોજના સહિતના 23 પ્રશ્નો પર નગરસેવકો વચ્ચે જામશે તડાપીટ
calendar_today September 19, 2026

Gujarat Latest News Live: રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા, ટીપી અને આવાસ યોજના સહિતના 23 પ્રશ્નો પર નગરસેવકો વચ્ચે જામશે તડાપીટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gir Somnath News: પોલીસના નામે ગુંડાતત્વો બેફામ! ઉનાના વેપારીને ગાડીમાં પૂરી ઢોર માર માર્યો, લૂંટ ચલાવી ફરાર
calendar_today September 19, 2026

Gir Somnath News: પોલીસના નામે ગુંડાતત્વો બેફામ! ઉનાના વેપારીને ગાડીમાં પૂરી ઢોર માર માર્યો, લૂંટ ચલાવી ફરાર

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ના નામે એક વેપારીનું કથિત અપહરણ અને લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ SOG કર્મચારી તરીકે આપી હતી. આ શખ્સોએ વેપારીને જબરદસ્તી કારમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. કારમાં વેપારીને માર મારીને તેના ખિસ્સામાંથી રોકડ રકમ ઝૂંટવી લેવામાં આવી હતી અને તેને છોડવાના બદલામાં રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી.લોકોએ પીછો કરતાં ગીરગઢડા પુલ પાસે વેપારીને છોડી ફરારઅપહરણકારો વેપારીને ઉનાથી ઉઠાવીને ગીરગઢડા પુલ તરફ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેટલાક સ્થાનિક લોકો અને રાહદારીઓએ શંકાસ્પદ સ્વિફ્ટ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પીછો કરી રહેલા લોકોએ ગીરગઢડા પુલ પાસે સાહસ બતાવીને કારને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોની ઘેરાબંધી અને પકડાઈ જવાના ડરથી અપહરણકારો વેપારીને રસ્તામાં જ છોડીને પોતાની કાર લઈને વેરાવળ-કોડીનાર તરફ ભૂર્રાટાભેર ફરાર થઈ ગયા હતા.CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજઆ સનસનાટીભર્યા બનાવ અંગે પીડિત વેપારી દ્વારા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આસપાસના વિસ્તારો અને હાઈવે પરના CCTV ફૂટેજ મેળવીને શંકાસ્પદ કાર તથા આરોપીઓની ઓળખ મેળવવા તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. ઘટનાના બીજા દિવસે પણ આ બોગસ SOG કર્મચારીઓ પોલીસ પકડથી દૂર હોવાથી સ્થાનિક વેપારી આલમમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Ahmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા 'સુગર બોર્ડ'?

Read Full Story arrow_forward