Surat News : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની છાસ અને બ્રેડ જપ્ત
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી જાણીતી ક્વિક કોમર્સ ડિલિવરી એપ 'ઝેપ્ટો' (Zepto) ના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની વસ્તુઓ વેચાઈ રહી હોવાની ગંભીર બાબત સામે આવી છે. ગ્રાહક તરફથી મળેલી ચોક્કસ ફરિયાદના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે રાંદેર સ્થિત ગોડાઉન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમને સ્થળ પરથી એક્સપાયર થઈ ગયેલી સુમુલની છાસ તેમજ બ્રેડનો જથ્થો મળી આવ્યો હતો.રૂ.25,000 નો દંડ અને શોકોઝ નોટિસ ફટકારાઈએક્સપાયરી ડેટનો સામાન ગોડાઉનમાં રાખી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા બદલ ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા ઝેપ્ટો સંચાલકોને તાત્કાલિક અસરથી રૂ. 25,000 નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ આ મામલે કારણદર્શક (શોકોઝ) નોટિસ પાઠવી જવાબ માગવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કરતા અન્ય પ્લેટફોર્મ્સમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બ્લિન્કીટ બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલોનોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ અન્ય ઓનલાઈન એપ 'બ્લિન્કીટ'માંથી પણ વાસી લાડુ મળી આવવાનો બનાવ બન્યો હતો. તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના નામે માત્ર નાટક કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. કાગળ પરની કામગીરીના બદલે આવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કાયમી ધોરણે સઘન ચેકિંગ કરવામાં આવે તેવી સુરતવાસીઓ પ્રબળ માંગ કરી રહ્યા છે.આ પણ વાંચો : Gir Somnath News: પોલીસના નામે ગુંડાતત્વો બેફામ! ઉનાના વેપારીને ગાડીમાં પૂરી ઢોર માર માર્યો, લૂંટ ચલાવી ફરાર
Read Full Story arrow_forward