android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : નવસારી સુપાના ગુરુકૂળ વિદ્યામંદિરમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ
calendar_today September 18, 2026

Navsari : નવસારી સુપાના ગુરુકૂળ વિદ્યામંદિરમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ

નવસારીના સુપા ખાતે આવેલા ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુલમાં વિશ્વ ઓઝોન દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઓઝોન સ્તરના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેમની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. જેમાં શૈક્ષણિક એનિમેશન વિડિયો દ્વારા ઓઝોન સ્તરની ઉપયોગીતા સમજાવવામાં આવી હતી. દૃશ્યાત્મક માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તરનું સ્થાન, તેની રચના અને સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો સામે તે કેવી રીતે ઢાલ બનીને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ સાથે જ, ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરોકાર્બન (CFCs)જેવા હાનિકારક રસાયણો વિશે માહિતી આપવામાં આવી હતી. દૈનિક જીવનમાં ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, પ્લાસ્ટિકનો બિનજરૂરી વપરાશ ઘટાડવા, વૃક્ષારોપણ કરવા તેમજ જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગ જેવી પર્યાવરણલક્ષી ટેવો અપનાવવા ઉપર ભાર મૂકાયો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા બહાર લાવવા માટે આ પ્રસંગે 'ઓઝોન સ્તરનું રક્ષણ' વિષય પર વિશેગ પોસ્ટર મેકિંગ અને સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana :તાવડીયાના પશુ પાલકો ભાદરવા મહિનામાં દૂધ વેચાણ કરતા નથી
calendar_today September 18, 2026

Mahesana :તાવડીયાના પશુ પાલકો ભાદરવા મહિનામાં દૂધ વેચાણ કરતા નથી

દૂધ ઉત્પાદનમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં અગ્રિમ હરોળમાં રહેલા મહેસાણા જિલ્લામાં દાયકાઓ જૂની પરંપરાઓ નિભાવવામાં આવી રહી છે. મહેસાણા તાલુકામાં તાવડીયા ગામ એવું છે કે જ્યાં પશુ પાલકો વર્ષોથી ભાદરવા મહિના દરમિયાન ભેંસના દૂધનું વેચાણ કરતા નથી. સવારથી જ 10 વાગ્યા સુધીમાં દૂધ અને છાશ લેવા માટે તાવડીયામાં મેળો જામે છે. આસપાસનાં તળેટી, ચિત્રોડીપુરા ઉપરાંત મહેસાણાથી પણ રહીશો છાશ-દૂધ મેળવવા તાવડીયા આવી જાય છે. આ પરંપરાનું હજુ પણ અચૂક પાલન કરાય છે. આ પરંપરા શરૂ થવાનું પણ એક કારણ છે. દાયકાઓ પૂર્વે રોગચાળો ફેલાતાં પશુઓ ટપોટપ મરવા માંડયાં હતાં. તે સમયે તાવડીયા ગામના મહંતે પશુ માલિકોને સાવધાન કર્યા હતા કે દૂધાળાં જાનવરો માત્ર આજીવિકાનું માધ્યમ નથી તમે બાર મહિનામાં એક મહિનો દૂધ વેચવાનું બંધ કરો. ત્યારથી તાવડીયામાં ભાદરવા મહિના દરમ્યાન દૂધ ડેરીમાં પણ જતું નથી. જરૂરિયાતમંદોને મફતમાં દૂધ અને છાશનું વિતરણ કરાય છે. ભાદરવા મહિનામાં આસપાસના વિસ્તારના રહીશોનો દૂધ-છાશ મેળવવા માટે મેળાવડો જામે છે. આમ, તાવડીયામાં પશુપાલકો આ નિયતનું અચૂક પાલન કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : નવસારીમાં 'એક દીવો આશીર્વાદ'નો કાર્યક્રમ, દેશની સુખાકારી માટે પ્રાર્થના
calendar_today September 18, 2026

Navsari : નવસારીમાં 'એક દીવો આશીર્વાદ'નો કાર્યક્રમ, દેશની સુખાકારી માટે પ્રાર્થના

નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જનકલ્યાણની ભાવના સાથે એક દીવો આશીર્વાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી દીપ પ્રાગટય દ્વારા દેશ અને સમાજના કલ્યાણ, સુખ-સમૃદ્ધિ તથા વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ભારતમાતા તથા શ્રી ગણેશજીની સામૂહિક આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં નવસારી મહાનગર પાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, નવસારી જિલ્લા કલેક્ટર મનીગ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત પદાધિકારીઓ, મોટી સંખ્યામાં બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward