Mahesana :ખેરાલુ-સતલાસણા હાઈવે પર ડિવાઈડર છતાં લાઈટો બંધ
ખેરાલુની વૃંદાવન ચોકડીથી સતલાસણા હાઈવે પર રોડ અને ડિવાઈડરનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર સ્ટ્રીટ લાઈટો લગાવ્યાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેને શરૂ કરવામાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ ભાદરવી પૂનમનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોવાથી ખેરાલુ તેમજ આસપાસના વિસ્તારોમાંથી અંબાજી જતા પદયાત્રીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. રાત્રિના સમયે હાઈવે પર અંધારપટ છવાઈ જતાં પદયાત્રીઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ પણ જીઈબી વિભાગને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં આવી નથી. ભાદરવી પૂનમના દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward