android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana :સેવા સંકલ્પ અભિયાન' : શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાત્મક પ્રતિભા પાથરી
calendar_today September 18, 2026

Mahesana :સેવા સંકલ્પ અભિયાન' : શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાત્મક પ્રતિભા પાથરી

વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી બી એન.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ તાલુકા શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભા દર્શાવતા વિવિધ પ્રેરણાદાયી અને સંદેશાત્મક ચિત્રો તૈયાર કરી સ્પર્ધાને જીવંત બનાવી હતી.આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલા ચિત્રોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. ઉપસ્થિત અગ્રણીઓ અને શિક્ષકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક અભિરુચિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને બળ પૂરું પાડતી આ સ્પર્ધા સમગ્ર જિલ્લામાં ખૂબ જ સફ્ળ રહી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Visangar :વાળીનાથ શિવધામ મંદિર ખાતે PM મોદીના બર્થ-ડે નિમિત્તે દીપોત્સવ કાર્યક્રમ યોજાયો
calendar_today September 18, 2026

Visangar :વાળીનાથ શિવધામ મંદિર ખાતે PM મોદીના બર્થ-ડે નિમિત્તે દીપોત્સવ કાર્યક્રમ યોજાયો

તરભ વાળીનાથ શિવધામ મંદિર ખાતે પ.પૂ.જયરામગિરિ બાપુ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હજારો શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દિવ્ય રોશની અને ભજનોની સુરાવલીથી વાળીનાથ પરિસર ઝળહળી ઉઠયું હતું.હજારો નાગરિકો અને સેવાભાવીઓએ એકસાથે દીપ પ્રગટાવી સેવા સંકલ્પ અભિયાનને યાદગાર બનાવી PM મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તરભ વાળીનાથ મંદિર ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય અને દિવ્ય આશીર્વાદનો દીવડો કાર્યક્રમ સંપન્ન થયો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન વાળીનાથના પવિત્ર સાનિધ્યમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિસનગરની ભજન મંડળની સ્થાનિક બહેનો તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકત્રિત થઇને દીપમાળા પ્રગટાવી દેશના પ્રધાનમંત્રી પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી સતત 365 દિવસ અને દિવસના 18-18 કલાક એક પણ રજા લીધા વિના અવિરતપણે ભારત અને ગુજરાતની સેવા કરી છે. આ પવિત્ર અવસરે ભગવાન વાળીનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે, પ્રભુ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે, જેથી તેઓ આ જ રીતે દેશની નિરંતર સેવા કરતા રહે અને તેમને જનતાના આશીર્વાદ મળતા રહે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.વાળીનાથ ધામના વિશાળ મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ એકસાથે હાથમાં દીવડા ધારણ કરી સમગ્ર વાતાવરણને દિવ્ય રોશનીથી ઝળહળતું કરી દીધું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Visangar :629 બોટલ રક્ત સાથે સેવાનો સંકલ્પ, 25 ગામોમાં નિઃશૂલ્ક આરોગ્ય શિબિર
calendar_today September 18, 2026

Visangar :629 બોટલ રક્ત સાથે સેવાનો સંકલ્પ, 25 ગામોમાં નિઃશૂલ્ક આરોગ્ય શિબિર

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં PM મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત સેવાભાવ, આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીના ઉદ્દેશ સાથે વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ સેવાકીય અભિયાનના ભાગરૂપે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિ.અને તેની સંલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં 629 બોટલ રક્તદાન એકત્રિત કરાયું હતું.આ પ્રસંગે નૂતન જનરલ હોસ્પિટલ,વિસનગર ખાતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ એ.આઈ-સંકલિત કાર્ડિયાક સી.ટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીની સંલગ્ન મેડિકલ,આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી કોલેજો દ્વારા વિસનગર તાલુકાના 25 થી વધુ ગામડાંઓમાં નિઃશુલ્ક સર્વાંગી આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દાંત,આંખોની તપાસ સહિત વિવિધ આરોગ્યલક્ષી તપાસ અને સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.નૂતન જનરલ હોસ્પિટલ ખાતે PM મોદીના જન્મદિવસ નિમિત્તે 76 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સની પ્રાથમિક તપાસ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી તપાસ સહિત સેવા ઓ પૂરી પાડવામાં આવી હતી. સેવાની સાથે સ્વચ્છતા અને સામાજિક જાગૃતિનો સંદેશ વધુ વ્યાપક બને તે હેતુથી સ્વચ્છ કેમ્પસ અભિયાન,ડિબેટ સ્પર્ધા,પોસ્ટર પ્રેજન્ટેશન તથા રંગોળી સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું.જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા સેવા અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર કેમ્પસમાં સ્વચ્છ કેમ્પસ, સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward