android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kadi :ધરમપુરની ટી.ઓ. પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
calendar_today September 18, 2026

Kadi :ધરમપુરની ટી.ઓ. પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ

ધરમપુરની શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક અને વહીવટી ભૂમિકાઓ સંભાળી શિક્ષણ, નેતૃત્વ અને જવાબદારીનો અનુભવ મેળવ્યો.તાલુકાના ધરમપુર ગામની શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે મહાન શિક્ષણવિદ્ અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે અનોખી પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક-શિક્ષિકાની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. ઉપરાંત શાળાના વહીવટી તંત્રની કામગીરીનો અનુભવ મેળવતા ધોરણ-12ના વિદ્યાર્થી રુદ્ર અમૃતભાઈ રબારીએ આચાર્ય, ધાર્મિક પ્રજાપતિએ ક્લાર્ક તથા બંસી રાવળ અને ધ્રુવ સાધુએ સેવક તરીકેની જવાબદારી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલી ઠાકોરે કર્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી નિભાવવાનો મોકો મળતા તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તેવો અનુભવ થયો હતો. વિદ્યાર્થીઓએ કરેલા શિક્ષણકાર્યને સૌએ બિરદાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. ધર્મેન્દ્રભાઈએ માનવજીવનના ઘડતર તેમજ સમાજ અને વિશ્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન શિક્ષક ભાવેશભાઈ સુથારે કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kadi :સિગારેટ-પાણીના પૈસા માંગતાં નવ શખ્સોનો ધમાલ, દુકાનમાં તોડફોડ કરી રૂ.7,400ની લૂંટનો આક્ષેપ
calendar_today September 18, 2026

Kadi :સિગારેટ-પાણીના પૈસા માંગતાં નવ શખ્સોનો ધમાલ, દુકાનમાં તોડફોડ કરી રૂ.7,400ની લૂંટનો આક્ષેપ

કડી શહેરમાં ચેહરનગરના નાકે આવેલા મોગલ પાન પાર્લર પર રાત્રિના સમયે હથિયારો સાથે ધસી આવેલા નવ શખ્સોએ આતંક મચાવી દુકાનમાં તોડફોડ કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પાન પાર્લરમાંથી સિગારેટ, પાણીની બોટલો અને મસાલા લીધા બાદ પૈસા માંગતાં શખ્સો ઉશ્કેરાયા હતા અને ધારિયું, તલવાર, છરી, પાઇપ, હથોડા તથા લાકડી જેવા હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરી પાન પાર્લર સંચાલક તથા તેના ભાઈને માર માર્યો હોવાનો ફરીયાદમાં આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ફરીયાદીના ખિસ્સામાંથી રૂ.7,400 રોકડા કાઢી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.કડીના ચેહરનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ જીવણસિંહ ઝાલા ચેહરનગરના નાકે મોગલ પાન પાર્લર ચલાવે છે. તા.16 સપ્ટેમ્બરની રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં એક નંબર વગરની બોલેરો તથા વાદળી રંગની નંબર વગરની સ્વિફ્ટ કાર પાન પાર્લર પાસે આવીને ઊભી રહી હતી. બોલેરોમાંથી મેઘરાજસિંહ ઉફ્રે એમ.ટી. ટીકુભા ઝાલા નીચે ઉતર્યા હતા અને પાન પાર્લરમાંથી સિગારેટનું પેકેટ, પાણીની પાંચ બોટલો તથા મસાલાના ચાર નંગ લીધા હતા.જે વસ્તુઓના પૈસા માંગતાં મેઘરાજસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં તેઓ બોલેરોમાંથી ધારિયું લઈ આવી તેમની સાથે આવેલા અન્ય શખ્સો પણ હથિયારો સાથે દુકાનમાં ધસી એક શખ્સ તલવાર, એક છરી, કેટલાક પાઇપ તથા અન્ય શખ્સો હથોડો અને લાકડી લઈને આવ્યા હતા.આ શખ્સોએ ભેગા મળી હિતેન્દ્રસીહને ગાળો આપી પાન પાર્લરમાં તોડફોડ શરૂ કરી હતી. મેઘરાજસિંહે ધારિયું મારી પાર્લરનો કાચ તોડી નાખ્યો હોવાનો આક્ષેપ છે. જેનો પ્રતિકાર કરતાં કેટલાક શખ્સોએ તેને પકડી રાખ્યો હતો. તે દરમિયાન મેઘરાજસિંહે ફરીયાદીના શર્ટના ઉપરના ખિસ્સામાંથી આશરે રૂ.7,400 રોકડા કાઢી લીધા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે.ત્યારબાદ ટોળાએ પાન પાર્લરમાં રહેલા ફરીઝ, ટેબલ, પંખો, કેબિન સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, દુકાનની બહાર પડેલી ફરીયાદીની એક્સેસની હેડલાઇટ તથા અન્ય ભાગોમાં પણ નુકસાન પહોંચાડયું હોવાનો આક્ષેપ છે. બનાવ દરમિયાન હિતેન્દ્રસિંહનો નાંનો ભાઈ દેવરાજસિંહ ત્યાં આવી પહોંચતાં તેની સાથે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જેના પગલે કડી પોલીસ મથકે હથિયાર ધારણકરી હુમલો કરી લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana :પેનલ PM, પોલીસની દરમિયાનગીરીથી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
calendar_today September 18, 2026

Mahesana :પેનલ PM, પોલીસની દરમિયાનગીરીથી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

મહેસાણા સ્થિત વાણી આઈવીએફ્ સેન્ટરમાં સારવાર દરમિયાન મહિલાની તબિયત લથડી હતી.તો યુનિક આઈસીયુમાં તેણીને સારવાર અર્થે ખસેડાઈ હતી.જ્યાં છ દિવસની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મહિલાના મોત બાદ પરિવારે વાણી આઇવીએફ્ની બેદરકારીના કારણે મહિલાનું મોતનો આક્ષેપ લગાવી હોબાળો મચાવ્યો હતો.તો પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જોકે પેનલ પીએમ તેમજ પોલીસની દરમિયાનગીરીથી પરિવારે 24 કલાક બાદ મૃતદેહ સ્વિકાર્યો હતો.જોકે પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ આ ઘટનામાં કોણ જવાબદાર છે.તેના પરથી પડદો ઉચકાશે. કડીના મેડાઆદરજના 32 વર્ષીય રમીલાબેન દીપકભાઈ ચાવડા વાણી આઈવીએફ્ સેન્ટરમાં 10 સપ્ટેમ્બરે ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કોઈ કારણસર બેભાન થઇ જતા આઈવીએફ્સેન્ટર દ્વારા મહેસાણાના ગોપીનાળા નજીક યુનિક આઈસીયુ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જોકે તેણીનું છ દિવસની સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું.મહિલાના મોત બાદ તેના પરિવારમાં રોષ સાથે વાણી આઇવીએફ્ સેન્ટરની બેદરકારીથી તેણીનું મોત થયાનો આરોપ લગાવી લોકોએ હોબાળો મચાવ્યો હતો.જેને લઇ વાતાવરણ તંગ બનતા પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી.તો મહિલાના આ પ્રકારે મોતથી રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગણી સાથે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.ત્યારે પોલીસે દરમિયાનગીરી કરીને પરિવારની માગણીઓ જેમાં પેનલ પી.એમ.તેમજ પરિવારના સભ્યના નિવેદન લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસમાં જે બહાર આવે તે મુજબ ફરીયાદ નોંધવાનો વિશ્વાસ આપતા મામલો થાળે પડયો હતો.તો પોલીસની દરમિયાનગીરીથી પરિવારે મહિલાનો 24 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward