android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Idar :ઇડર તાલુકાના મણિયોરમાં ગૌચર જમીનમાં માટી ખનનની ફરિયાદ
calendar_today September 18, 2026

Idar :ઇડર તાલુકાના મણિયોરમાં ગૌચર જમીનમાં માટી ખનનની ફરિયાદ

ઈડર તાલુકાના મણિયોર ગામની ગૌચર જમીનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો દ્વારા તંત્રની મંજૂરી લીધા વિના માટી ખનન થઇ રહ્યું હોવાની બુમ ઉઠવા પામી છે. ત્યારે ઇડર તાલુકા પંચાયતના ધ્યાને આવ્યા બાદ તરત જ તાલુકા વિકાસ અધિકારીએ મણિયોર ગ્રામ પંચાયતને 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે જાણ કરી છે. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, મણિયોર ગામના ગૌચરના સર્વે નંબર 175માં થયેલા માટી ખનન અંગે મળેલી વિગતો બાદ તાલુકા વિકાસ અધિકારીએ કેટલાક આધાર પુરાવાઓને ધ્યાને રાખીને અભ્યાસ કર્યા બાદ ગત તા.11 સપ્ટેમ્બરના રોજ મણિયોર ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરીને ગૌચરની જાળવણી કરવાની જવાબદારી હોવાને કારણે સરપંચ તથા સભ્યોને જાણ કરીને 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે. જો મણિયોર ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત જવાબદારો સામે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયત સામે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 (1) હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan :પાટણ શહેરની રાણકી વાવમાં ભવ્ય
calendar_today September 18, 2026

Patan :પાટણ શહેરની રાણકી વાવમાં ભવ્ય

પાટણની ઐતિહાસિક રાણકી વાવ સહિત વિવિધ સ્થળોએ દીપ પ્રગટાવી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો.પાટણ સહિત જિલ્લાભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી એક માસ સુધી યોજાનારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં આશિર્વાદનો દીવો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં અંદાજે 5.64 લાખ સ્થળોએ દિપ પ્રજ્વલિત કરી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આશિર્વાદનો દીવો અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત વિવિધ જાહેર સ્થળોએ દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આશિર્વાદનો દીવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સહિતના મહાનુભાવોએ દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. રાણકી વાવમાં પ્રજ્વલિત થયેલા અસંખ્ય દિવડાઓથી સમગ્ર સ્થળ દિપમય બની જવા પામ્યું હતું. બીજી તરફ્ શહેરના પ્રાચીન અને નગરદેવી ભદ્રકાળી માતાજીના પાંચ હજાર દિવડા પ્રજ્વલિત કરી ભવ્ય દિપોત્સવ યોજાયો હતો. દિવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયી સહિતના કર્મચારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha : ભાભર પાલિકા દ્વારા પાણીનાં 15 ટેન્કરોની વ્યવસ્થા ઉભી કરાઈ
calendar_today September 18, 2026

Banaskantha : ભાભર પાલિકા દ્વારા પાણીનાં 15 ટેન્કરોની વ્યવસ્થા ઉભી કરાઈ

નર્મદા કેનાલની મેન્ટેનન્સ કામગીરીને પગલે ભાભર, દિયોદર અને લાખણી તાલુકાના 99 ગામોમાં પાંચ દિવસ માટે પાણીકાપ મુકવામાં આવતા ભાભર શહેરમાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ભાભર નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. દિયોદર તાલુકાના હદમાં આવેલા સામલા-વડાણા મુખ્ય નર્મદા કેનાલની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સામલા વડાણા નર્મદા રિફાઈન પાણીનો પ્લાન્ટ બંધ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભાભર નગરપાલિકા દ્વારા શહેરના છ વોર્ડમાં અંદાજે વધારે 15 જેટલા પાણીના ટેન્કરો ફાળવી પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વોર્ડવાર પાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સહિત તમામ વોર્ડના પાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ પોતાના વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઉપસ્થિત રહી ટેન્કર મારફ્તે લોકોને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થામાં જોડાયા છે. પાણીકાપના સમયગાળા દરમિયાન શહેરના નાગરિકોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ ટેન્કરો મારફ્તે પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward