android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha :વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જ થરામાં કોંગ્રેસમાં ભંગાણ
calendar_today September 18, 2026

Banaskantha :વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જ થરામાં કોંગ્રેસમાં ભંગાણ

આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ થરા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. સત્તા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે.થરા નગરપાલિકાના ગત ઈતિહાસ પર નજર કરીએ તો ગત ટર્મમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપે 20 બેઠકો પર ભવ્ય વિજય મેળવી સત્તા કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 4 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. આ વખતે પણ સત્તા ટકાવી રાખવા ભાજપે અત્યારથી જ તડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે થરામાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતીમેળા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના મજબૂત ગણાતા કાર્યકર, પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ શાહે ગુરુવારે મોદીના જન્મદિને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વેપારી અગ્રણી અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય હર્ષદ શાહ તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન કિરીટ ઠક્કર ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ambaji : 16 એમ્બ્યુલન્સ, 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ મેળામાં ખડેપગે રહેશે
calendar_today September 18, 2026

Ambaji : 16 એમ્બ્યુલન્સ, 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ મેળામાં ખડેપગે રહેશે

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ અને ભાવિકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમ્યાન યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અંબાજી તરફ જતા મુખ્ય માર્ગો પર કુલ 16 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જેમાં ચાર એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તોના ચરણે શીશ ઝુકાવશે ત્યારે આરોગ્યની આપતાકાલીન સ્થિતિને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા પણ સજ્જ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 108 દ્વારા દર વર્ષની સરખામણીમાં 6 એમ્બ્યુલન્સ વધારીને કુલ 16 એમ્બ્યુલન્સ કરવામાં આવી છે. જે બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં અંબાજીને જોડતા માર્ગો ઉપર સેવા આપશે. જેમાં પાયલોટ, ઈએમટી, ટેકનિકલ, સુપરવાઈઝર, મેનેજર સહિત કુલ 100 કરતા વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ 16 એમ્બ્યુલન્સમાં ચાર એમ્બ્યુલન્સ એડવાન્સ લાઈફ સપોર્ટ વાળી રહેશે જે અતિ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad : ઢીમા ફીડર બંધ રહેતા ખેડૂતોએ વીજ કચેરીએ જઈ રોષ ઠાલવ્યો
calendar_today September 18, 2026

Tharad : ઢીમા ફીડર બંધ રહેતા ખેડૂતોએ વીજ કચેરીએ જઈ રોષ ઠાલવ્યો

વાવ-થરાદ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળીની અનિયમિતતા અને અચાનક વીજકાપના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ઢીમા ફીડરમાં દરરોજ સાંજના સમયે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોવાથી ખેડૂતોના ખેતીકાર્યો પર માઠી અસર પડી રહી છે. જેને લઈને ખેડૂતો થરાદ વીજ કચેરીએ ઘસી આવી રોષ ઠાલવ્યો હતો. વીજકાપથી કંટાળાયેલા સ્થાનિક ખેડૂતો કચેરીએ ઘસી આવી આક્ષેપ કર્યા હતા કે ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સાંજે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યે શરૂ કરવામાં આવે છે. ઉનાળા કે પાકને પાણી આપવાની મહત્વની સિઝનમાં પાંચ કલાકના આ અસહ્ય વીજકાપના કારણે ખેડૂતોના ખેતીકામ ખોરવાઈ ગયા છે અને પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વીજળીની આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા ખેડૂતો થરાદ સ્થિત વીજ કંપનીની કચેરીએ દોડી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેડૂતોના આક્ષેપ છે કે વીજ કચેરીના અધિકારીઓ દ્વારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાને બદલે 'સવારે આવજો' કહીને તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. વારંવારના વીજકાપથી કંટાળેલા ખેડૂતોએ માંગ કરી છે કે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ઢીમા ફીડરનો વીજ પુરવઠો નિયમિત અને અવિરત કરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward