android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : વાહન ચોરી અને સ્નેચિંગમાં કાયદાકીય કાર્યવાહીથી બચવા લુંટેરી ગેંગની નવી ચાલ, સગીરોનો ઉપયોગ
calendar_today September 18, 2026

Ahmedabad : વાહન ચોરી અને સ્નેચિંગમાં કાયદાકીય કાર્યવાહીથી બચવા લુંટેરી ગેંગની નવી ચાલ, સગીરોનો ઉપયોગ

શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સોનાની ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓઢવ, નિકોલ, બાપુનગર,કૃષ્ણનગર,અમરાઈવાડી, વટવા અને નારોલ જેવા વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવી ચેઈન આંચકી ભાગી જવાની ઘટનાઓ વધી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શાતિર ગુનેગારો કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે હવે સગીરોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. મુખ્ય સૂત્રધારો સગીરોને આર્થિક લાલચ, મોંઘા મોબાઈલ કે નશાની ટેવ પૂરી કરવાના બહાને પોતાની ગેંગમાં સામેલ કરતા હોવાની માહિતી સામે આવી છે. પ્રથમ તબક્કે સગીરો પાસે પાકિંગ કે સોસાયટીઓમાંથી ટુ-વ્હીલરની ચોરી કરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચોરાઉ વાહનોનો ઉપયોગ કરીને પૂર્વ અમદાવાદના જાહેર માર્ગો અને સોસાયટીઓની બહારથી પસાર થતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ભાગી છૂટે છે. તેમાં પણ ચેઈન સ્નેચિંગ આચરતી ગુનાહિત ગેંગોની એક નવી અને શાતિર મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પકડાઈ જવાના ડરથી સ્નેચર્સ પોતાના કે પોતાના સંબંધીઓના વાહનો વાપરવાના બદલે માત્ર સ્નેચિંગના ગુના આચરવા માટે જ ચોરીના ટુ-વ્હીલરનો અને સગીરોનો ઉપયોગ કરી રહ્યા છે. સગીરો જો ઝડપાઈ પણ જાય તો તેઓ બાળ સંરક્ષણ ગૃહમાં રખાય છે તેઓ થોડા સમયમાં છુટી જાય છે.પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ, સ્નેચર્સની ગેંગો સૌથી પહેલા ચોક્કસ વિસ્તારોમાંથી પાર્ક કરેલા એક્ટિવા કે મોટરસાઈકલની ચોરી કરે છે. ત્યારબાદ નંબર પ્લેટ વગરના કે બનાવટી નંબર પ્લેટ લગાવેલા આ ચોરાઉ વાહનો પર બેસીને વહેલી સવારે કે સાંજના સમયે એકલદોકલ જતી મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઈન આંચકી પલાયન થઈ જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : નરોડા પાટીયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ સુધીનો માર્ગ બિસ્માર બન્યો
calendar_today September 18, 2026

Ahmedabad : નરોડા પાટીયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ સુધીનો માર્ગ બિસ્માર બન્યો

અમદાવાદ શહેરના નરોડા વોર્ડમાં આવેલા નરોડા પાટીયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ તરફ્ જતો અંદાજે એક કિલોમીટરનો માર્ગ તાજેતરમાં પડેલા વરસાદ બાદ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણીના નિકાલ અને ભારે વહાનવ્યવહારના કારણે આખો રોડ ધોવાઈ ગયો છે, જેના લીધે સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર નાના-મોટાં જોખમી ગાબડાં પડી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ખાડાઓથી બચવા માટે જીવના જોખમે વાહન હંકારવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત ભયજનક બન્યું છે. અચાનક સામે ખાડો આવી જવાથી વાહનનું સંતુલન ગુમાવવાના અને ગંભીર અકસ્માત સર્જાવાના અનેક કિસ્સાઓનો ભય સતત તોળાઈ રહ્યો છે. રાત્રિના સમયે અપૂરતી લાઈટના કારણે આ સ્થિતિ વધુ વિકટ બને છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ માર્ગના ગાબડાં પૂરવા કે પ્રાથમિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે સમય જતાં ખાડાઓ વધુ ઊંડા અને વધારે જોખમી બની રહ્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્ર સમક્ષ અલ્ટીમેટમ સાથે માંગ કરી છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana : અંબાજી મેળો : મહેસાણા જિલ્લામાં 25 જેટલા કેમ્પમાં આરોગ્ય કર્મીઓને ખડેપગે તૈનાત રહેશે
calendar_today September 18, 2026

Mehsana : અંબાજી મેળો : મહેસાણા જિલ્લામાં 25 જેટલા કેમ્પમાં આરોગ્ય કર્મીઓને ખડેપગે તૈનાત રહેશે

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા જતા હોય છે. મહેસાણા જિલ્લામાંથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મા જગદંબાને શીશ ઝુકાવવા જતા હોય છે. જિલ્લામાં મહેસાણા-અંબાજી રોડ,ગાંધીનગર-અંબાજી રોડ,વિજાપુર-વિસનગર રોડ અને અમદાવાદ-મહેસાણા રોડ પર દર વર્ષે 25 જેટલા સેવા કેમ્પ ઉભા કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ 25 જેટલા કેમ્પનુ આયોજન કરાયું છે. આ કેમ્પમા તાવ, શરદી, ઉધરસની દવા, ઓ.આર.એસ.ના પેકેટ, સ્નેક બાઈટના ઇન્જેક્શન, ડ્રેસિંગ મટીરીયલ સહીતની દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાના 5 ઓફ્સિર, જિલ્લા કક્ષાના 3 સુપરવાઈઝર, 10 ટીએચઓ, 66 મેડિકલ ઓફ્સિર, 7 અર્બન હેલ્થ ઓફિસર, આયુષ, હોમિયોપેથી, આરબીએસકે 85 મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ સહીતનો સ્ટાફ્ ખડેપગે રહેશે. જયારે વાહન ડ્રાઈવર સાથે 14 વાહનો(કેમ્પ મોબાઈલ)પણ ઉક્ત 25 સેવા કેન્દ્રો પર ગોઠવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward