android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana : અંબાજી મેળો : મહેસાણા જિલ્લામાં 25 જેટલા કેમ્પમાં આરોગ્ય કર્મીઓને ખડેપગે તૈનાત રહેશે
calendar_today September 18, 2026

Mehsana : અંબાજી મેળો : મહેસાણા જિલ્લામાં 25 જેટલા કેમ્પમાં આરોગ્ય કર્મીઓને ખડેપગે તૈનાત રહેશે

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા જતા હોય છે. મહેસાણા જિલ્લામાંથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મા જગદંબાને શીશ ઝુકાવવા જતા હોય છે. જિલ્લામાં મહેસાણા-અંબાજી રોડ,ગાંધીનગર-અંબાજી રોડ,વિજાપુર-વિસનગર રોડ અને અમદાવાદ-મહેસાણા રોડ પર દર વર્ષે 25 જેટલા સેવા કેમ્પ ઉભા કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ 25 જેટલા કેમ્પનુ આયોજન કરાયું છે. આ કેમ્પમા તાવ, શરદી, ઉધરસની દવા, ઓ.આર.એસ.ના પેકેટ, સ્નેક બાઈટના ઇન્જેક્શન, ડ્રેસિંગ મટીરીયલ સહીતની દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાના 5 ઓફ્સિર, જિલ્લા કક્ષાના 3 સુપરવાઈઝર, 10 ટીએચઓ, 66 મેડિકલ ઓફ્સિર, 7 અર્બન હેલ્થ ઓફિસર, આયુષ, હોમિયોપેથી, આરબીએસકે 85 મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ સહીતનો સ્ટાફ્ ખડેપગે રહેશે. જયારે વાહન ડ્રાઈવર સાથે 14 વાહનો(કેમ્પ મોબાઈલ)પણ ઉક્ત 25 સેવા કેન્દ્રો પર ગોઠવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir somnath : ઋતુચક્રમાં ફેરફાર : ચોમાસાની વિદાય વચ્ચે આંબા પર જોવા મળી કેસર કેરી
calendar_today September 18, 2026

Gir somnath : ઋતુચક્રમાં ફેરફાર : ચોમાસાની વિદાય વચ્ચે આંબા પર જોવા મળી કેસર કેરી

સમગ્ર વિશ્વમાં અત્યારે હવામાનમાં વ્યાપક પલટો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હવે પ્રકૃતિ અને ખેતી પર પણ વર્તાવા લાગી છે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે. સામાન્ય રીતે શિયાળાની ગુલાબી ઠંડીમાં આવતા આંબાના મોર અને ઉનાળામાં પાકતી વિશ્વપ્રસિદ્ધ 'કેસર' કેરી અત્યારે ચોમાસાની વિદાય અને શરદ ઋતુના આગમન વચ્ચે આંબાના વૃક્ષ પર લટકતી જોવા મળી રહી છે.સામાન્ય રીતે કેસર કેરીની કલમોમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં મોર (ફૂલ) આવવાની શરૂઆત થતી હોય છે અને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં નાની-નાની કાચી કેરીઓ (ખાખટી) જોવા મળતી હોય છે. પરંતુ ઉના તાલુકાના એક ગામમાં ઘરઆંગણે વાવેલા આંબામાં અત્યારે સીઝન વગર જ નાની-નાની કેસર કેરીઓ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કૌતુક સર્જાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : શહેરમાં 5 ઈંચ વરસાદ : સિંધુભવન, સાઉથ બોપલ સહિત 235 સ્થળોએ પાણી ભરાયા
calendar_today September 18, 2026

Ahmedabad : શહેરમાં 5 ઈંચ વરસાદ : સિંધુભવન, સાઉથ બોપલ સહિત 235 સ્થળોએ પાણી ભરાયા

માત્ર ચાર જ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે લોકોના ઘરોમાં ગટરના પાણી બેક માર્યા હતા. શુક્રવારે સવારના 6વાગ્યાથી જ સમગ્ર શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવવાની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જોકે સવારના 8થી 9 ના એક કલાકના સમયમાં પૂર્વ,પિૃમ સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પવન અને વીજ કડાકા સાથે ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે લગભગ એક કલાકના સમયમા જ અનેક વિસ્તારોમા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. સવારના 6થી 10 કલાક સુધીના ચાર કલાકમાં જ સરખેજમાં સવાપાંચ, બાકરોલમાં પોણા પાંચ, નવરંગપુરામાં સાડાચાર તેમજ વાસણા અને મકતમપુરામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરમાં કુલ 235 સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. 18 જંકશન પણ વરસાદી પાણીમા ગરકાવ થયા હતા. સાઉથ બોપલમાં તો વરસાદ બંધ થયાના ત્રણ કલાક પછી ગટરના ઢાંકણા ખોલવા છતાં વરસાદી પાણી ઓસરી શકયા નહતા. આ મોસમમા શહેરમાં અત્યાર સુધીમાં 96.58 % એટલે કે 34.77 ઈંચ વરસાદ વરસી ગયો છે. જુલાઈ અને ચાર દિવસ પહેલા પડેલા ચાર ઈંચ વરસાદમાં થયેલા અનુભવ પછી પણ કોઈ બોધપાઠ તંત્રના અધિકારીઓએ લેવાની તસ્દી લીધી નહતી.જેના પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામા આવેલા સિંધુભવન રોડ ઉપરાંત સાઉથ બોપલ,ઘુમાની સાથે બોપલ-આંબલી વિસ્તારમા આવેલી સેન્ટોસા પાર્ક સોસાયટી વિસ્તારમા ફરી પાણી ફરી વળ્યા હતા.મકરબા પોલીસ લાઈન વિસ્તાર ફરી એક વખત વરસાદી પાણીમા ગરકાવ થઈ ગયો હતો.અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી નદીને ખાલી કરવાની તંત્રને ફરજ પડી હતી.વાસણા બેરેજનુ લેવલ રાત્રે 129.75 ફૂટ હતુ.સંત સરોવરમાંથી 850 કયુસેક ઈનફલો હતો.બેરેજના તમામ દરવાજા બંધ રખાયા હતા. દોશીવાડાની પોળમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયુ હતુ.વેજલપુરમા આવેલા શ્રાીનંદનગર વિસ્તારમાં ફરી એકવખત પાણી ભરાતા વાલીઓ શાળાએ ગયેલા તેમના બાળકોને ખભે બેસાડીને ઘેર લઈ જતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward