android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : CMએ સાણંદમાં બાઈક ચલાવ્યું, ચિલોડાથી યાત્રામાં ડે.CM સરદાર જન્મ સ્થળે પહોંચ્યા
calendar_today September 18, 2026

Gandhinagar : CMએ સાણંદમાં બાઈક ચલાવ્યું, ચિલોડાથી યાત્રામાં ડે.CM સરદાર જન્મ સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા- સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન શરૂ થયુ છે. તેના હેઠળ વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બૈ ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાણંદના નાની દેવતી ખાતે આ યાત્રાનુ સ્વાગત કરીને પ્રતિકાત્મક રીતે બાઈક ચલાવી યુવા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે યુવા સંવાદ કાર્યક્રમમાં સૌને જોડાવવા અપિલ કરતા જળ સંચય, પ્રાકૃતિક ખેતી અને ઈનોવેશનથી વિકાસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સ્વપ્ન સાકાર કરવા જણાવ્યુ હતુ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે સવારે ગાંધીનગરના ચિલોડાથી બાઈક ચલાવીને મહેમદાવાદ થઈને નડિયાદમાં સરદાર વલ્લભાઈ પટેલના જન્મ સ્થળ દેસાઈવાડે પહોંચ્યા હતા. મોડી રાતે વડોદરા પહોંચ્યા હતા. તેઓ ત્રણ દિવસ સુધી આ યાત્રામાં જોડાઈને યુવાનો, ઉદ્યમીઓ, દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે સંવાદ સાથે અભિયાનને આગળ વધારશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ મોડાસામાં બાઈક ચલાવીને ખેડૂતો સાથે સંવાદ રચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બાઈક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓના 1,159 ગામડાઓમાંથી પસાર થઈને 40 હજાર કિલોમીટરનું અંતર કાપશે. 10 અલગ અલગ રૂટ ઉપરથી પસાર થનારી યાત્રામાં 500 જેટલા સેવા યાત્રીઓની સાથે મંત્રીઓ પણ જોડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : કામરેજનાં ધોરણ પારડી પાસે એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ગભરાટ
calendar_today September 18, 2026

Surat : કામરેજનાં ધોરણ પારડી પાસે એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ગભરાટ

કીમ : કામરેજનાં ધોરણ પારડી ગામની સીમમાં ને.હા. નં-48 પર એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર હાઇવેની વચોવચ પલ્ટી મારી જવાની ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી.** એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર નં.જીજે-16-એડબ્લ્યુ-325 ધોરણ પારડી ગામની સીમમાં મુંબઇ થી અમદાવાદ તરફ જતા ને.હા.નં-48 પરથી પસાર થઇ રહ્યુ હતુ. જે દરમ્યાન માનવમંદિરથી થોડેક આગળ હાઇવે પર આગળ ચાલી રહેલી એક ફોર વ્હિલ કારનાં ચાલકે અગમ્ય કારણોસર માર્ગ પર અચાનક બ્રેક મારી દીધી હતી. ત્યારે અકસ્માત ટાળવાનાં પ્રયાસમાં પાછળ આવી રહેલા ટેન્કરનાં ચાલકે પણ તાત્કાલિક જોરદાર બ્રેક લગાવી હતી. અચાનક બ્રેક મારવાનાં કારણે ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં પગલે બેકાબુ બનેલુ ભારેખમ ટેન્કર નેશનલ હાઇવેનાં મુખ્ય માર્ગની વચોવચ ધડાકાભેર પલ્ટી મારી ગયુ હતુ. સુચીત અકસ્માતની ઘટનાનાં પગલે મુંબઇ થી અમદાવાદ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતીનું નિર્માણ થયુ હતુ અને હાઇવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ સુરત જીલ્લા ટ્રાફિક પોલીસને થતા જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે બનાવનાં સ્થળે દોડી આવી હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમે પરીસ્થિતી સંભાળીને ટ્રાફિક નિયંત્રણની તજવીજ હાથ ધરી હતી.**ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : સુરત જિલ્લાનાં 14 રૂટ ઉપર 929 વિદ્યાર્થીઓેને મફત બસ સેવાનો લાભ
calendar_today September 18, 2026

Surat : સુરત જિલ્લાનાં 14 રૂટ ઉપર 929 વિદ્યાર્થીઓેને મફત બસ સેવાનો લાભ

કીમ : સુરત જિલ્લાનાં અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી પંથકમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્યધારા સાથે જોડી રાખવા માટે શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ખાસ કરીને માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાનાં છેવાડાનાં ગામોમાંથી શિક્ષણ મેળવવા માંગતા છાત્રો માટે આ સુવિધા મોટી રાહત લઇને આવી છે. યોજના અંતર્ગત માંડવી બસ ડેપો ખાતેથી કુલ 14 રૂટ પર નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ લઇને હાલમાં 929 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર પોતાની શાળા અને કોલેજ સુધી નિયમિત અવર જવર કરી રહ્યા છે. અગાઉ આ ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાંથી શાળા કે કોલેજ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લાંબુ અંતર પગપાળા કે મુશ્કેલીભરી રીતે કાપવું પડતું હતું, જેનાં કારણે અભ્યાસમાં અનિયમિતતા સર્જાતી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનાં પાવન અવસરે ગત વર્ષે 15 નવેમ્બરે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખાતેથી આ યોજના હેઠળ 111 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ જનજાતિય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવાનાં ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જુલાઇ 2026માં વધુ 139 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૂટ પર દોડતી તમામ બસોમાં જીપીએસ સિસ્ટમ મારફતે રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward