android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kalol :કલોલમાં માત્ર બે ઈંચ વરસાદમાં તંત્રની
calendar_today September 18, 2026

Kalol :કલોલમાં માત્ર બે ઈંચ વરસાદમાં તંત્રની

કલોલમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી.કલોલમાં વહેલી સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માત્ર બે જ કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો, ચોક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બે ઈંચ વરસાદે તંત્રની કામગીરી પોલ ખોલી દીધી હોવાનું સામે આવ્યું હતુંકલોલમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સવારના બે કલાકમાં બે ઈંચ વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં જળબંબકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કલોલના મુખ્ય વિસ્તારો બગીચા ચાર રસ્તા તેમજ કોબ્રા સર્કલ વખારીયા ચાર રસ્તા તેમજ શહેરના પોશ વિસ્તાર ગણાતા પંચવટી વિસ્તાર સહિત પૂર્વ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા ઉપર ધુંટણ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેમજ પૂર્વ પિૃમને જોડતો અંડર બ્રીજ પણ પાણીથી છલોછલ ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. કલોલના હાઈવે ઉપર આવેલ એસ.ટી. વર્કશોપ પાસે બળીયાદેવના મંદીર પાસે પણ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓ પડી હતી. વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા નોકરી ધંધે જતા લોકોને ભારે પરેશાવી વેઠવી પડી હતી. માર્ગો ઉપર જળબંબાકાર થતા અનેક લોકો સમયસર ઓફીસે પહોંચી શક્યા ન હતા. આ ઉપરાંત સવારથી પાળીમાં શાળા કોલેજ જતા બાળકો પણ પાણી ભરાવાના કારણે ઘર બહાર નીકળી શકયા ન હોવાથી શિક્ષણકાર્ય પર પણ અસર પડી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad : મોદીના જન્મદિને પારડી સ્વાધ્યાય મંડળ અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગણેશયાગ
calendar_today September 18, 2026

Valsad : મોદીના જન્મદિને પારડી સ્વાધ્યાય મંડળ અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગણેશયાગ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 77મી જન્મતિથિ નિમિત્તે સ્વાધ્યાય મંડળ અને શ્રાી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડી, વલસાડ ખાતે શ્રાધ્ધા, વૈદિક પરંપરા અને રાષ્ટ્રભાવનાના પાવન સંગમ સમાન ભવ્ય ગણેશયાગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાવન અવસરે ઋષિકુમારો તથા ઉપસ્થિત શુભેચ્છકો દ્વારા 1000 અથર્વશીર્ષ સ્તોત્રના પઠન સાથે 1000 મોદકની આહુતિ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિપૂર્વક અર્પણ કરવામાં આવી હતી.આ ગણેશયાગમાં રાષ્ટ્રની અખંડ એક્તા, શાંતિ, સમૃધ્ધિ, જનકલ્યાણ, ભારતની અવિરત પ્રગતિ અને વૈશ્વિક ક્ષેત્રે ભારતની વધતી પ્રતિષ્ઠા માટે મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને તેઓ સતત રાષ્ટ્રસેવા માટે કાર્યરત રહે તેવી શુભકામનાઓ સાથે વૈદિક પરંપરા મુજબ મંગલકામના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, મહામંત્રીઓ કમલેશભાઇ પટેલ અને નિખીલભાઇ ચોક્સી સહિત જિલ્લાના આગેવાનો, કાર્યકરો, ઋષિકુમારો તથા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi : વડાપ્રધાનના જન્મદિને ડુંગરા સ્ટેશને દીવડા પ્રગટાવાયા
calendar_today September 18, 2026

Vapi : વડાપ્રધાનના જન્મદિને ડુંગરા સ્ટેશને દીવડા પ્રગટાવાયા

વાપી : વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ડુંગરા બુલેટ ટ્રેન સ્ટેશન ઉપર આશીર્વાદના દીવડા પ્રગટાવાયા હતા. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમના ઇન્ચાર્જ પરેશભાઈ દેસાઈ (હાલ ઉમરગામ શહેર ભાજપ પ્રભારી તથા વાપી નગરપાલિકા માજી પ્રમુખ ) તથા વોર્ડ નંબર ચારના મહાનષરપાલિકાના સભ્ય દર્પણભાઈ, ચાર્મી બેન, દેવેન્દ્રભાઈ, રાજુભાઈ, વાપી શહેર મહામંત્રી હાર્દિકભાઈ તથા નિલેશભાઈ રાઠોડ તથા ભૂતપૂર્વ કાઉન્સિલરો ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાલના ચાલુ હોદ્દેદારો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર હતા. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જન સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ કર્યા હોય, એના માટે અને એમના આયુષ્ય માટે આશીર્વાદનો દીવડો પ્રગટાવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward