android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : ધીમસા કાકરિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત, અન્ય બે ગંભીર
calendar_today September 18, 2026

Valsad : ધીમસા કાકરિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત, અન્ય બે ગંભીર

સંજાણ-ભીલાડ રોડ પર તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે ગુરુવારે મોડી રાત્રે સ્વિફ્ટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયયો હતો અને પાંચેય વ્યક્તિઓ કારમાં ફ્સાઈ ગયા હતા. અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી મુજબ, ગુરુવારે મધરાત્રિના સમયે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ (ઉં.વ. 27, રહે. સોળસુંબા, ક્રિષ્ના નગર, મૂળ રાજસ્થાન), નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ (ઉં.વ. 30, રહે. સોળસુંબા, શિવમ વિલા, મૂળ રાજસ્થાન), અર્જુન ત્રિયોગીનાથ શાહ (ઉં.વ. 26, રહે. સુંદરવન, ગાંધીવાડી), વિક્રમસિંહ સંપતસિંહ સોહાન (ઉં.વ. 23) અને જાલમસિંહ મધસિંહ રાજપુત (ઉં.વ. 30) કારમાં ભીલાડથી સંજાણ તરફ્ આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ધડાકાનો અવાજ થતાં આજુબાજુના સ્થાનિકો અને પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા અને 108, પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ ઉમરગામ પોલીસ, ઉમરગામ નગરપાલિકા, જીઆઈડીસી નોટિફાઇડ, સરીગામ નોટિફાઇડ અને વાપી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.અકસાન એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અને પાંચેય કારમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે કટર નો ઉપયોગ કરી કારના પતરાં કાપી ભારે જહેમત બાદ પાંચેયને કારમાંથી બહાર કાઢયા હતા અને ઉમરગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ અને અર્જુન ત્રિયોગીનાથ શાહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમસિંહ સંપતસિંહ સોહાન અને જાલમસિંહ મધસિંહ રાજપુતને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી જાલમસિંહ રાજપુતની હાલત ગંભીર હોવાથી સુરત સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam :દહેગામમાં ભારે વરસાદથી નીચાણ વિસ્તારો બેટમાં ફેરવાયા
calendar_today September 18, 2026

Dahegam :દહેગામમાં ભારે વરસાદથી નીચાણ વિસ્તારો બેટમાં ફેરવાયા

દહેગામમાં ગત મધરાત્રે શરુ થયેલા વરસાદે ભારે ધડબડાટી બોલાવી હતી અને શહેરમાં ઠેર ઠેર પાણીની નદીઓ વહાવી હતી. રાત્રે 58 એમએએમ વરસાદ બાદ વહેલી સવારે વધુ એકવાર વરસાદે ધોધમાર એન્ટ્રી કરી હતી. સવારે દશ વાગ્યા સુધીમાં વધુ 46 એમએમ વરસાદ પડી ગયો હતો. રાતથી સવાર દશ વાગ્યા સુધીમાં દહેગામમાં 4 ઇંચ વરસાદ પડતા શહેરના અનેક વિભાગો અને સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.શહેરના રોડ રસ્તાઓ અને બજારમાં આવેલી દુકાનો આગળ પાણી ભરાઇ ગયા હતા. નેહરુ ચોકડી , સરદાર શોપિંગ સેન્ટર, પુર્ણીમા ઢાળ, તાલુકા પંચા યત માર્ગ સહીતના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. નેહરુ ચોકડીથી કોર્ટ રોડ તરફ જતા માર્ગ તથા બાલુમુકુંદ કોમ્પલેક્ષ પાછળ આવેલો આખો રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતા, કપડવંજ રોડ ઉપર પાણી ભરાયા હતા. માર્ગો ઉપર પાણી ભરાતા અસંખ્ય વાહનો બંધ પડી જવાની તેમજ પાણીમાંથી પસાર થવાની હાલાકીનો સામનો કરવો પડયો હતો. રાત્રે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આકાશમાં ભારે હલચલ જોવા મળી હતી. તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા નાના જલુન્દ્રા ગામમાં રહેતા અને પશુપાલન કરતા કલાજી દાનાજી ઠાકોરના ઘર પાસે આવેલા લીમડાના ઝાડ પર વીજળી ત્રાટકી હતી. વીજળી ઝાડને ફાડીને સીધી જ નીચે બાંધેલી ગાય પર ઉતરી પડતા ગાયનુ સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. વીજળી પડવાથી પશુપાલકના એક હેલોઝન લાઇટને પણ નુકસાન પહોંચ્યુ હોવાની વિગતો છે. કુદરતી આપત્તીને પગલે નાંદોલ પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ગાયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ગાયના મોતને પગલે મદદનીશ પશુપાલન નિયામકની કચેરી દ્વારા જોગવાઈ મુજબ 37,500 રૂપિયાની સહાયને વહીવટી મંજૂરી આપી હતી. આ સિવાય દહેગામ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા કડજોદરા, નાંદોલ, હાલિસા, સાણોદા, વર્ધાના મુવાડા સહીતના અનેક ગામોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલાક ખેતીપાકોમાં પણ પાણી ભરાઇ જવાની નોબત આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi: વાપી ખાતે 'આશીર્વાદનો દીપ' કાર્યક્રમ 25 હજાર દીવડાઓથી ઝળહળ્યું મંદિર
calendar_today September 18, 2026

Vapi: વાપી ખાતે 'આશીર્વાદનો દીપ' કાર્યક્રમ 25 હજાર દીવડાઓથી ઝળહળ્યું મંદિર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વાપીના અંબા માતા મંદિર સંકુલમાં ભવ્ય 'આશીર્વાદનો દીપ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકોએ 25 હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્ સવ ઉજવ્યો હતો.અંબા માતાના મંદિર પરિસરમાં હજારો દીવડાઓની રોશનીથી સમગ્ર સંકુલ ઝળહળી ઊઠયું હતું. ઉપસ્થિત ભાવિકો દ્વારા મા અંબાની ભવ્ય મહાઆરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તેમના નેતૃત્વ હેઠળ આયુષ્માન ભારત યોજના, આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના, માછીમારો માટે સાગરખેડુ યોજના, જનધન યોજના સહિતની અનેકવિધ યોજનાઓના માધ્યમથી લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાના પ્રયાસો થયા છે. આર્શીવાદનો દીપ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી સચિવ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિતની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, મંડળો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં વાપી નગરના મેયર ડૉ. કલ્પેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સીમાભાઈપટેલ, કમિશનર એન.એફ્. ચૌધરી, વાપી શહેર સંગઠનના પ્રમુખ મનિષ દેસાઈ, ઉદ્યોગપતિ એ.કે. શાહ સહિતના આગેવાનો તેમજ 32 જેટલી સંસ્થાઓના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward