Vapi: વાપી ખાતે 'આશીર્વાદનો દીપ' કાર્યક્રમ 25 હજાર દીવડાઓથી ઝળહળ્યું મંદિર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વાપીના અંબા માતા મંદિર સંકુલમાં ભવ્ય 'આશીર્વાદનો દીપ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકોએ 25 હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્ સવ ઉજવ્યો હતો.અંબા માતાના મંદિર પરિસરમાં હજારો દીવડાઓની રોશનીથી સમગ્ર સંકુલ ઝળહળી ઊઠયું હતું. ઉપસ્થિત ભાવિકો દ્વારા મા અંબાની ભવ્ય મહાઆરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તેમના નેતૃત્વ હેઠળ આયુષ્માન ભારત યોજના, આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના, માછીમારો માટે સાગરખેડુ યોજના, જનધન યોજના સહિતની અનેકવિધ યોજનાઓના માધ્યમથી લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાના પ્રયાસો થયા છે. આર્શીવાદનો દીપ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી સચિવ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિતની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, મંડળો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં વાપી નગરના મેયર ડૉ. કલ્પેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સીમાભાઈપટેલ, કમિશનર એન.એફ્. ચૌધરી, વાપી શહેર સંગઠનના પ્રમુખ મનિષ દેસાઈ, ઉદ્યોગપતિ એ.કે. શાહ સહિતના આગેવાનો તેમજ 32 જેટલી સંસ્થાઓના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward