Vapi : વડાપ્રધાનના જન્મદિને ડુંગરા સ્ટેશને દીવડા પ્રગટાવાયા
વાપી : વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ડુંગરા બુલેટ ટ્રેન સ્ટેશન ઉપર આશીર્વાદના દીવડા પ્રગટાવાયા હતા. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમના ઇન્ચાર્જ પરેશભાઈ દેસાઈ (હાલ ઉમરગામ શહેર ભાજપ પ્રભારી તથા વાપી નગરપાલિકા માજી પ્રમુખ ) તથા વોર્ડ નંબર ચારના મહાનષરપાલિકાના સભ્ય દર્પણભાઈ, ચાર્મી બેન, દેવેન્દ્રભાઈ, રાજુભાઈ, વાપી શહેર મહામંત્રી હાર્દિકભાઈ તથા નિલેશભાઈ રાઠોડ તથા ભૂતપૂર્વ કાઉન્સિલરો ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાલના ચાલુ હોદ્દેદારો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર હતા. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જન સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ કર્યા હોય, એના માટે અને એમના આયુષ્ય માટે આશીર્વાદનો દીવડો પ્રગટાવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward