android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar :સાર્વજનિક ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કૃતિ જોઈ ભક્તો મંત્રમુગ્ધ
calendar_today September 18, 2026

Gandhinagar :સાર્વજનિક ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કૃતિ જોઈ ભક્તો મંત્રમુગ્ધ

સાર્વજનિક ગણેશોત્સવ સમિતિની આરતીમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શહેરના અગ્રણી વેપારીઓ, રોહિત સમાજના અગ્રણીઓ, બ્રહ્મભટ સમાજના અગ્રણીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના પ્રમુખ નિશિત વ્યાસ તથા સર્વે સભ્યો દ્વારા સૌ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રંગારંગ લોકોત્સવમાં સૌરાષ્ટ પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નાટક સ્ક્રીન છોડો સબંધો જોડો રજૂ કરવામાં આવ્યું તેમજ ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા નાટક અને સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા નટરાજ સ્તુતિ ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર બાજી સાથે એમ.પી.આર્ટ લવર્સ ફાઉન્ડેશન દ્વારા પ્રાચીન સંસ્કૃતિ એન્ડ આધુનિક સંસ્કૃતિ પર માઈમ તેમજ આકાશ ડાન્સ ઝોન દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં હરમની મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ફ્લ્મિી ગીતોનું સંગીત પીરસાયું હતું. અણધાર વરસતા વર્ષા હોવા છતાં વોટર પ્રૂફ્ મંડપના કારણે ગાંધીનગરની ધાર્મિક અને કલા પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો. આવતીકાલે 19 સપ્ટેમ્બરના રોજ સંગીતકાર ચિરાગ સોની અને સાથી ખ્યાતનામ કલાકારો દ્વારા મેલોડી મેકર્સ બેન્ડ દ્વારા મ્યુઝિકલનાઇટના સુંદર સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi : દમણની શ્રીનાથજી ગ્રૂપ ઓફ કોલેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
calendar_today September 18, 2026

Vapi : દમણની શ્રીનાથજી ગ્રૂપ ઓફ કોલેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

વાપી : આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દમણ દીવ દાનહ ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગારીયા અને એમની ટીમ દ્વારા દમણની શ્રીનાથજી બીબીએ અને બીસીએ અને બીકોમ કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેશ અગારીયાએ કોલેજના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના જીવન વિશે અને તેમણે દેશના વિકાસ માટે કરેલ કાર્યોની માહિતી આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના જીવન વિશે અને એમની દેશના વિકાસમાં રહેલી ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહેશ અગારીયા અને એમની ટીમે કેક કાપીને વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana:પહલ-૮૩ સોસાયટીમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી
calendar_today September 18, 2026

Mahesana:પહલ-૮૩ સોસાયટીમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી

મહેસાણા । મહેસાણા રાધનપુર રોડ પર આવેલી પહલ-૮૩ સોસાયટીમાં અંકિતકુમાર બાબુલાલ પ્રજાપતિ (જગુદણ)ના સૌજન્યથી તથા સોસાયટીના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ અને સોસાયટીના પરિવારજનોના સહયોગથી ઇકો ફ્રેન્ડલી શ્રી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગણેશોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ડીજેના તાલે ગણપતિજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, મહેસાણા પરા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કુંડમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરી ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward