android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : ગણદેવી પંથકમાં રખડતા શ્વાનોનો આતંક માત્ર ત્રણ જ મહિનામાં 400થી વધુ કેસ
calendar_today September 18, 2026

Navsari : ગણદેવી પંથકમાં રખડતા શ્વાનોનો આતંક માત્ર ત્રણ જ મહિનામાં 400થી વધુ કેસ

ગણદેવી સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો હોવાથી લોકો મોડી રાત સુધી ગણપતિ દર્શન માટે અવરજવર કરતા હોય છે. આવી સ્થિતિમાં રાત્રિના સમયે સોસાયટીઓ તથા રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળાં જોવા મળતા લોકોની ચિંતા વધી છે.ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રના સુત્રોના જણાવ્યા મુજબ વીતેલા ત્રણ મહિનામાં શ્વાન કરડવાના કુલ 400 જેટલા કેસ નોંધાયા છે. જેમાં જૂન મહિનામાં 125, જુલાઈમાં 145 અને ઓગસ્ટમાં 130 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો ખાતે સારવાર લેતા લોકોનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો વધુ હોવાની શક્યતા છે. ગણદેવીમાં રખડતા શ્વાનોના હુમલાના અગાઉ પણ ગંભીર બનાવો બની ચૂક્યા છે. ખત્રીવાડ વિસ્તારમાં જળદેવી માતાના મંદિર નજીક પાંચ વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી ગરદન પાછળ બચકું ભર્યું હતું. અન્ય એક બનાવમાં પર્યટન સ્થળ તરીકે જાણીતા વડા તળાવની પાળ નજીક પાંચ વર્ષના બાળકને શ્વાને માથાના ભાગે બચકાં ભર્યા હતા. અચાનક રસ્તા પર શ્વાનો દોડી આવતા વાહનચાલકો ગભરાઈ જતાં અકસ્માતની સંભાવના વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરમાં વિવિધ સ્થળોએ ચિકન, મટન અને માછલીના વેચાણ તથા રાંધવાની દુકાનોમાંથી નીકળતો કચરો જાહેર સ્થળોએ ફેંકવામાં આવે છે. આવા ખાદ્યપદાર્થો માટે શ્વાનો એકત્રિત થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: શ્રીજીની માટીની મૂર્તિ પર લાકડાના ભૂસાનું અદ્ભુત કોટિંગ કરાયું
calendar_today September 18, 2026

Ankleshwar: શ્રીજીની માટીની મૂર્તિ પર લાકડાના ભૂસાનું અદ્ભુત કોટિંગ કરાયું

અંકલેશ્વરની જૂની શાકમાર્કેટ નજીક દગા ફ્ળિયામાં ઇકોફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.માટીની મૂર્તિને લાકડાનું ભુસુ લગાવવામાં આવ્યું અને લાકડાની છાલનો ઉપયોગ કરી શિવજીની મૂર્તિ શ્રીજી સાથે સ્થાપિત કરવામાં આવી છેપર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના રક્ષણ માટે ગણેશ ઉત્સવમાં શુદ્ધ માટી અને કુદરતી રંગોથી બનેલી ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી એ ખૂબ જ સારો અને આવકારદાયક નિર્ણય છે ત્યારે અંકલેશ્વરના જૂની શાકમાર્કેટ નજીક આવેલા દગા ફ્ળિયામાંથી ભક્તિ અને પર્યાવરણ પ્રેમને જોડતો એક અદભુત પ્રસંગ સામે આવ્યો છે. દગા ફ્ળિયાના યુવકોએ સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીને સમાજને એક સંદેશ આપ્યો છે.અહીં સ્થાપિત કરાયેલી મૂર્તિ માત્ર માટીની જ નથી, પરંતુ તેના પર અદભુત કલાત્મક પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્રીજીની માટીની મૂર્તિ પર લાકડાના ભૂસાનું કોટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, કુદરતી દેખાવ આપવા માટે લાકડાની અસલી છાલનો ઉપયોગ કરીને ભગવાન શિવની ભવ્ય પ્રતિમા પણ શ્રીજીની સાથે જ સ્થાપિત કરવામાં આવી છે. દગા ફ્ળિયાના ગણેશ મંડળ અને રહીશોએ માત્ર ભક્તિ જ નહીં, પણ પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ખાતે નર્મદા કિનારે દિપોત્સવ અને મહાઆરતીનું આયોજન થયું
calendar_today September 18, 2026

Bharuch: ખાતે નર્મદા કિનારે દિપોત્સવ અને મહાઆરતીનું આયોજન થયું

ભરૂચ શહેર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કેટલાંક સ્થળે દિપોત્સવ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત દિપોત્સવ અને નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર નજીક નર્મદા નદીના પવિત્ર કિનારે યોજાયેલાં આ કાર્યક્રમમાં ઉજજૈનથી ખાસ પધારેલાં પંડિતો દ્વારા વૈદિક વિધી સાથે હજારો દિવડાઓ પ્રગટાવવામાં આવતાં સમગ્ર નર્મદા કિનારો ઝળહળી ઉઠયો હતો. સાથે નર્મદા મૈયાની મહાઆરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 46 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ભાવપૂર્વક ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાનના દીર્ઘાયુ અન સુખાકારી તેમજ દેશના વિકાસ માટે વિશેષ પ્રાર્થના અને યજ્ઞ જેવા કાર્યો કરવામાં આવ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward