android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: પરીએજ ગામની સીમમાં ખાડીમાંથી પુનઃ વધુ એક અજગરનું રેસ્કયૂ
calendar_today September 18, 2026

Bharuch: પરીએજ ગામની સીમમાં ખાડીમાંથી પુનઃ વધુ એક અજગરનું રેસ્કયૂ

ભરૂચના પરીએજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી પુનઃ વધુ એક આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. ગત સપ્તાહમાં ખાબકેલા વરસાદને પગલે ખાડીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવકના પગલે બાવા રૂસ્તમ દરગાહ શરીફના ખાદીમ અખતરભાઈએ માછલીઓ પકડવા જાળ નાખી હતી તે જાળમાં એક આઠ ફૂટ લાંબો અજગર ફસાઈ ગયો હતો. જેની જાણ પાલેજ સ્થિત નેચરલ ફાઉન્ડેશનના સદસ્ય મુબારક પટેલને કરતા તેઓએ સ્થળ પર પહોંચી અજગરને સહી સલામત પોતાના ઘરે લાવી વનવિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 14 મી સપ્ટેમ્બરે પણ પરીએજ ખાડીમાંથી 10 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: પાલિકાના વૉર્ડ નંબર 1 થી 11 માં સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું
calendar_today September 18, 2026

Bharuch: પાલિકાના વૉર્ડ નંબર 1 થી 11 માં સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું

ભરૂચ : ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 11 માં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, માય ભારત વોલીન્ટીર ગૃપના મેમ્બર્સ, ભરૂચ નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો, વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમજ અન્ય સહભાગી સંસ્થાઓએ પણ ઉત્સાહપુર્વક ભાગ લઈ શ્રમદાન કર્યુ હતુ જેનાથી સમગ્ર અભિયાનમાં જનભાગીદારી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર સંદેશ પ્રસરીત થયો હતો. આ સહભાગિતાએ અભિયાનને વધુ વિશેષ બનાવ્યુ અને સંદેશ આપ્યો કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી અને સેવાનો ભાવ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન મોદીજીના જન્મદિનની ઉજવણી
calendar_today September 18, 2026

Narmada: દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન મોદીજીના જન્મદિનની ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર દેવમોગરા માતાજીના સાનિધ્યમાં આશીર્વાદનો દીવો પ્રગટાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેવમોગરા માતાજી સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ ભારત દેશ સતત પ્રગતિના પંથે અગ્રેસર રહે અને દેશની સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા ગુજરાત આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા માંગરોળ (સુરત)ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ રાજ્યસભાના સાંસદ સભ્ય મુકેશભાઈ રાઠવા અને સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ટ્રસ્ટના ઉપ પ્રમુખ નાન સિંગ વસાવા અને ટ્રસ્ટીઓ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું દેવ મોગરા માતાજીના મંદિરે ઉપ પ્રમુખ નાન સિંગ વસાવા અને ટ્રસ્ટી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. મંદિર રંગ બે રંગી રોશનીથી ઝળહળી ઊઠયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward