Bharuch: પરીએજ ગામની સીમમાં ખાડીમાંથી પુનઃ વધુ એક અજગરનું રેસ્કયૂ
ભરૂચના પરીએજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી પુનઃ વધુ એક આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. ગત સપ્તાહમાં ખાબકેલા વરસાદને પગલે ખાડીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવકના પગલે બાવા રૂસ્તમ દરગાહ શરીફના ખાદીમ અખતરભાઈએ માછલીઓ પકડવા જાળ નાખી હતી તે જાળમાં એક આઠ ફૂટ લાંબો અજગર ફસાઈ ગયો હતો. જેની જાણ પાલેજ સ્થિત નેચરલ ફાઉન્ડેશનના સદસ્ય મુબારક પટેલને કરતા તેઓએ સ્થળ પર પહોંચી અજગરને સહી સલામત પોતાના ઘરે લાવી વનવિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 14 મી સપ્ટેમ્બરે પણ પરીએજ ખાડીમાંથી 10 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward