android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ
calendar_today September 18, 2026

Ankleshwar: વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પૌરાણિક રામકુંડ ખાતે આશીર્વાદનો દિવડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવી હતી.કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ડોક્ટર જીતેન્દ્રસિંહ દેવધરા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.પૌરાણિક રામકુંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દીપ પ્રજ્વલન સાથે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.અંકલેશ્વરના શિવ એકતા ગ્રુપ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભડકોદ્રા ગામ સ્થિત શિવ મંદીરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવાધિદેવ મહાદેવની આરતી ઉતારવામાં આવી હતી.આ પ્રસંગે અગ્રણી બળદેવ પ્રજાપતિ, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: GNFCની વાર્ષિક સામાન્ય સભા વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા યોજાઈ
calendar_today September 18, 2026

Bharuch: GNFCની વાર્ષિક સામાન્ય સભા વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા યોજાઈ

ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ભરૂચની 50મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 3.00 વાગ્યે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા યોજાઈ હતી. શેરધારકોને સંબોધતા, આ વાર્ષિક સામાન્ય સભાના અધ્યક્ષ એમ. કે. દાસ,IAS, એ ડિજિટલ પ્લેટફોર્મદ્વારા AGMમાં હાજરી આપવા અને કંપનીમાં સતત વિશ્વાસ રાખવા બદલ બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ વતી તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે કંપનીની મજબૂતી વિશે વાત કરતાં સતત વિકાસ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો. નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન,GNFCએ રૂા. 7,773 કરોડની આવક, રૂા.1,065 કરોડનો ટેક્સ પહેલાંનો નફો (PBT), અનો રૂા.797 કરોડનો ટેક્સ પછીનો ચોખ્ખો નફો (PAT) મેળવ્યો છે, જેમાં શેર દીઠ કમાણી (EPS)રૂા.54.27 રહી છે. સભાના અંતે, મેનેજીંગ ડિરેક્ટર સંજીવ કુમાર,IASએ ભારત સરકાર, ગુજરાત સરકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઇન્ડિયા (SEBI), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL),સ્ટોક એક્સચેન્જો, કેફ્નિ ટેક્નોલોજીસ લિમિટેડ અને તમામ હિતધારકોનો તેમના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: મેડિકલ કૉલેજમાં અંગદાન પ્રતિજ્ઞા કૅમ્પનું આયોજન કરાયું
calendar_today September 18, 2026

Bharuch: મેડિકલ કૉલેજમાં અંગદાન પ્રતિજ્ઞા કૅમ્પનું આયોજન કરાયું

સમગ્ર રાજયમાં તા.17 સપ્ટેમ્બરથી 17 ઓકટોબર 2026 દરમ્યાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ અભિયાન અંતર્ગત સેવા મેરા યોગદાનના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ડો.કિરણ પટેલ મેડીકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને અંગદાન એ મહાદાનની ભાવનાને ચરિતાર્થ કરતા અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતી રહી હતી.કાર્યક્રમમાં જેમણે અંગદાન કર્યુ હોય તેવા પરિવારજનોને ખાસ આમંત્રિત કરી તેમનું પ્રશસ્તિ પત્ર આપીને તેમની ઉમદા સેવાને બિરદાવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward