android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: કોંગ્રેસ દ્વારા ચાય પે નહીં ચીની પે ચર્ચાના નામે વિરોધ પ્રદર્શન
calendar_today September 18, 2026

Bharuch: કોંગ્રેસ દ્વારા ચાય પે નહીં ચીની પે ચર્ચાના નામે વિરોધ પ્રદર્શન

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોંઘવારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાય પે નહીં ચીની પે ચર્ચાના બેનર હેઠળ યોજાયેલાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાંડના વધતા ભાવ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી સામે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. મોંઘવારી પર નિયંત્રણ લાવવા અને સામાન્ય જનતાને રાહત આપવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચના બજેટ પર સીધી અસર પડી રહી છે. કોંગ્રેસ દ્વારા ચાય પે ચર્ચાની જગ્યાએ ખાંડ સહિત જીવન જરુરી ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે ચર્ચા કરવાની જરૂરિયાત વ્યક્ત કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: નિવૃત્ત કર્મચારીમહામંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
calendar_today September 18, 2026

Narmada: નિવૃત્ત કર્મચારીમહામંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

કેવડિયા કોલોની : ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ, વડોદરા વાર્ષિક સાધારણ સભા સહકાર ભવન, કેવડિયા ખાતે યોજાઈ જેમાં રાજ્યભરમાં વિવિધ પેન્શનર ઉપસ્થિત રહ્યા હતા જેમાં પેન્સરોના ભવિષ્ય અને પેન્શન ના મુદ્દાને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને આ બેઠકમાં તાલુકા/જિલ્લા પ્રમુખ અથવા તેમની અવેજીમાં નિયુક્ત કરવામાં આવેલા પ્રતિનિધિ તેમજ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા નિવૃત્ત કર્મચારી મહામંડળના પાયાના પથ્થર સમાન પૂર્વ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરી તેમના પ્રત્યે ઋણ સ્વીકારનો ઠરાવ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી જે સર્વાનુંમતે સ્વીકારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ ચંદુભાઈ વી જોશી અધ્યક્ષ નિર્મળસિંહ રાણા, ખજાનચી સી કે ઝાલા ઉપપ્રમુખ સી એમ ચૌહાણ મહામંત્રી હસમુખ એન પટેલ સહિત 400થી વધુ પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: દેડિયાપાડાની સરકારી કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી
calendar_today September 18, 2026

Narmada: દેડિયાપાડાની સરકારી કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી

દેડિયાપાડા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહના સમાપન પ્રસંગે સપ્તધારાના જ્ઞાનધારા અંતર્ગત હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડાના ડૉ. કૃષ્ણદેવ તિવારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં હિન્દી ભાષાના લગભગ 3500 વર્ષના ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને ડિજિટલ યુગમાં હિન્દી ભાષાનું વધી રહેલું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કોલેજના આચાર્ય ડૉ. અનિલા કે. પટેલ રહ્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડૉ. રમેશ કે. વસાવા તથા પ્રા. વિશાલ એમ. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓ રૂપેશભાઈ અને પુષ્પાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward