Godhra: ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ
પંચમહાલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદી પ્રમાણ નોંધાયું હતું, સવારે દશ વાગ્યા સુધી જિલ્લાના તમામ તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ દિવસભર હળવા ભારે ઝાપટા સાથે વરસાદનું આવાગમન જારી રહ્યું હતું.પંચમહાલ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ પુનઃ પધરામણી કરી હતી. વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઇ માર્ગો અને ખેતરો પાણી પાણી થયેલા જોવા મળ્યા હતા. જોકે સવારે સવારે વાગ્યા બાદ મેઘરાજાનું હળવા અને ભારે ઝાપટા સાથે વિવિધ વિસ્તારોમાં આવન જાવન જોવા મળ્યું હતું. વહેલી સવારે ગોધરામાં ઝાપટા સાથે વરસેલા વરસાદને લઈને માર્ગો પાણી પાણી થયા હતા. મેઘરાજાએ વિરામ બાદ પુનઃ એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જ ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે. જિલ્લાના તમામ તાલુકામાં એક ઈંચ અને એના કરતાં વધુ વરસાદી પ્રમાણ નોંધાયું હતું. જોકે પંચમહાલ જિલ્લામાં મહત્તમ નદીનાળા હજી ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી ત્યાં સુધી છલકાયા નથી, જેથી ધરતીપુત્રો આગામી શિયાળાની ખેતી માટે સિંચાઇ સુવિધાને લઈ ચિંતામાં જોવા મળી રહ્યા છે, સાથે જ મેઘરાજા મન મૂકીને વરસે એવી પ્રાર્થના પણ કરતા જોવા મળી રહયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward