android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ કરવા 4 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત
calendar_today September 18, 2026

Godhra: વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ કરવા 4 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત

ગોધરામાં રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં 4000 થી વધુ પોલીસ કર્મચારીઓનું સુરક્ષા કવચ તૈનાત કરાયું છે. રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટવાના છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.ગોધરા શહેરમાં આગામી રવિવારે 7માં દિવસે યોજાનારી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા શહેરના પરંપરાગત રૂટ ઉપરથી નીકળશે. ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પાર પાડવા તેમજ ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પંચમહાલ જિલ્લા પોલીસે કમર કસી છે અને એક્શન પ્લાન તૈયાર કરાયો છે.પોલીસ ધ્વારા વિસર્જન યાત્રાનું રૂટ નિરીક્ષણ કરી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમની સાથે શહેરના વિવિધ સમાજના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ,સામાજિક સેવાકીય સંસ્થાઓના પ્રબુદ્ધ આગેવાનો અને નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા રવિવારે ગણેશ વિસર્જન યાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગણેશ વિસર્જન યાત્રામાં ખલેલ પહોંચાડનાર ની ખેર નથી.અને જેઓ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શહેર જિલ્લાનું વાતવરણ ડહોળવાની કોશિશ કરશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આશીર્વાદનો દીવો પ્રગટાવાયો
calendar_today September 18, 2026

Panchmahal: પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આશીર્વાદનો દીવો પ્રગટાવાયો

પંચમહાલ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે મંદિર ટ્રસ્ટ અને સ્ટાફ્ પરિવાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવો પ્રગટાવાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાકાળી માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરાઈ હતી.આ પ્રસંગે 1 હજાર યાત્રિકો અને ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં 1 હજાર આશીર્વાદના દીવડાઓનું પ્રાગટય કરી સમગ્ર મંદિર પરિસરને ભક્તિરસથી તરબોળ કરાયું હતું. મંદિર પરિવાર દ્વારા આ તકે ઐતિહાસિક સ્મરણો વાગોળતા જણાવાયું હતું કે, આશરે 500 વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કરાયું હતું. વડાપ્રધાનના જન્મદિવસના પવિત્ર અવસરે માતાજીના શિખર પર વિશેષ ધજા ચડાવી વડાપ્રધાનને દીર્ઘાયુ અને તેઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ દેશની પ્રગતિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરાઈ હતી. આ ધાર્મિક ઉજવણીમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ સહિતના આગેવાનો તેમજ માઇભક્તો અને યાત્રિકોએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા વનતારા થીમ પર મંડપની સજાવટ
calendar_today September 18, 2026

Panchmahal: શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા વનતારા થીમ પર મંડપની સજાવટ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવને અનોખી રીતે ઉજવાઈ રહ્યો છે. ગોધરાના શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા આ વર્ષે વનતારાની થીમ પર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. જે માટે તૈયાર કરાયેલો ભવ્ય મંડપ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા ગણેશ મંડપની સજાવટમાં પરંપરાગત ધાર્મિક માહોલની સાથે પ્રકૃતિ અને વન્યજીવનને વિશેષ મહત્વ અપાયું છે. સમગ્ર મંડપને વનતારાની થીમને અનુરૂપ તૈયાર કરાયો છે. જેમાં વિવિધ વન્યજીવો, વૃક્ષો, હરિયાળી અને પ્રકૃતિ સાથે જોડાયેલી આકર્ષક રચનાઓ રજૂ કરાઈ છે. શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં આવતાં શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શનની સાથે વનતારા થીમને નિહાળી રોમાંચીત થઈ રહ્યા છે.ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આ થીમને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ થીમ દ્વારા વન્યજીવો પ્રત્યે પ્રેમ, પ્રકૃતિનું જતન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવા નો પ્રયાસ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward