android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ
calendar_today September 18, 2026

Bodeli: વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે સવારથી જ બોડેલી નગર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.શુક્રવારે સવારથી જ બોડેલી નગર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. સાથે જ જિલ્લાના પાવીજેતપુર, છોટાઉદેપુર, નસવાડી, સંખેડા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. કવાંટ સિવાય જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. વરસાદના નોંધાયેલા આંકડા મુજબ બોડેલી પંથકમાં 35 મિ.મી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પાવીજેતપુરમાં 31 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના આગમનથી ખેતરોમાં ઉભા પાકને પણ પાણી મળતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેતા હજુ વધુ વરસાદની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ડેસર સહિત તાલુકામાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ
calendar_today September 18, 2026

Vadodara: ડેસર સહિત તાલુકામાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ

ડેસર તાલુકામાં કેટલાક દિવસોથી પુનઃ વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. અતિશય બફારા અને ઉકળાટથી પરેશાન સ્થાનિકોને વરસાદથી રાહત મળી હતી.ડેસર સહિત તાલુકાના વાલાવાવ, પાંડુ, શાંતિપુરા, વક્તાપુરા, વેજપુર, જાંબુગોરલ, ઉદલપુર, સાંઢાસાલ, વરસડા, શિહોરા, છાલીએર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ડેસરના અનેક માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. ખાસ કરીને વાલાવાવ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. કેટલાક વેપારીની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ પાણી બહાર કાઢવાની કામગીરી કરવી પડી હતી. ચાર દિવસથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદના અભાવે સુકાવાના આરે પહોંચેલા કપાસ, એરંડા, બાજરી, ડાંગર અને કઠોળ જેવા પાકોને વરસાદથી જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદી માહોલ જામતાં તાલુકાના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, ચાલુ ચોમાસામાં ડેસર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 574 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 8થી 10 વાગ્યા સુધી 25 મીમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે સમગ્ર ડેસર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ જોવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: વાઘોડિયા નગરમાં બે દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું
calendar_today September 18, 2026

Vadodara: વાઘોડિયા નગરમાં બે દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું

વાઘોડિયા : વાઘોડિયા નગરમાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે શુક્રવારે સવારે જોરદાર વરસાદી ઝાપટું પડી જતા પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ઊભા પાકને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. આમ સવારે જોરદાર વરસાદી ઝાપટું પડી જતા નગરના મુખ્ય બજાર, રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરતા થયા હતા. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી 8 એમએમ વરસાદ નોંધાયો હતો. અગાઉનો 414 એમએમ વરસાદ મળી મોસમનો કુલ આંકડો 422 એમએમ વરસાદ સરકારી દફ્તરે નોંધાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward