android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: શિનોર ચોકડી પાસેનો સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાયો
calendar_today September 18, 2026

Dabhoi: શિનોર ચોકડી પાસેનો સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાયો

ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા સામાન્ય વરસાદમાં જ માર્ગ અને મકાન (R&B) વિભાગ તેમજ સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ડભોઈની શિનોર ચોકડી પાસે વિમલ સોસાયટી તેમજ ગોવિંદ પાર્ક-1 અને ગોવિંદ પાર્ક-2 સોસાયટીઓમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીના માર્ગો સહિત અંદાજે 50થી વધુ રહેણાંક મકાનોમાં અડધોથી એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે.સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા 20 દિવસથી R&B વિભાગ દ્વારા આ વિસ્તારમાં નવા રોડનું કામ શરૂ કરાયું છે. જેમાં આડેધડ ખોદકામ કરાયુંહતું. પાણીના કુદરતી નિકાલનું કોઈ યોગ્ય આયોજન કરાયું ન હતું. વધુમાં, નવો રોડ વધુ પડતો ઊંચો બનાવી દેવાતાં આજુબાજુની રહેણાંક સોસાયટીઓ 5થી 6 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ફેરવાઈ છે. એટલું જ નહીં, ખોદકામ દરમિયાન વરસાદી પાણી અને ગટરના નિકાલ માટેની જૂની પાઈપલાઈન પણ તોડી પાડી હતી. જેનું આજદિન સુધી કોઈ સમારકામ કરાયું નથી.પરિણામે, સામાન્ય વરસાદનું પાણી પણ બહાર નીકળવાના બદલે સીધું સોસાયટીઓમાં ભરાય છે. સોસાયટીના લગભગ દરેક મકાનમાં ઘૂંટણસમા અને અડધો ફૂટ જેટલા પાણી ઘૂસી જતાં રાચરચીલું અને ઘરવખરી પલળી હતી. હાલ ગણેશોત્સવમાં ઘરોમાં સ્થાપિત કરાયેલા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ આગળ પણ પાણી ભરાઈ જતાં પૂજા-અર્ચના કરવી મુશ્કેલ બની છે. સોસાયટીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ જળમગ્ન હોવાથી શાળાએ જતાં નાના ભૂલકાંઓ, વૃદ્ધો અને નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના આગેવાનો અને રહીશોએ જણાવ્યું હતું કે, કલાકોથી પાણી ભરાયેલા હોવા છતાં અને R&B વિભાગ તેમજ સંબંધિત તંત્રના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં કોઈ જવાબ અપાતો નથી કે, અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. ગોવિંદ પાર્ક અને વિમલ સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો જવાબદાર વિભાગ અનેઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ ભરાયેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં તમામ સોસાયટીઓના રહીશો ભેગા મળીને ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન સહિત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ટીબી રેલવે ફાટક પાસે દીપડો હોવાનો ફોટો વાઇરલ
calendar_today September 18, 2026

Dabhoi: ટીબી રેલવે ફાટક પાસે દીપડો હોવાનો ફોટો વાઇરલ

ડભોઇ શહેરની ટીબી ફાટક પાસે રેલવે વિકાસ નિગમની ઓફિસના ગેટ નજીક રાત્રિના સમયે દીપડો નજરે પડયો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિસ્તારમાં ભારે ચર્ચા સાથે ફ્ફ્ડાટ ફેલાયો છે. ખાસ કરીને ખેતરોમાં રાત્રે કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળે છે. અંધારામાં ખેતરો તરફ્ જતા લોકો માટે જંગલી પ્રાણીની દેખાયાની વાયુવેગે વાત ફેલાતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ ફોટાને પગલે લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. જો કે, વાઇરલ થયેલો ફોટો ખરેખર ડભોઇ ટીબી ફાટક વિસ્તારનો જ છે કે કેમ અને ત્યાં દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે કે નહીં, તે અંગે સંબંધિત વન વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી છે.સ્થાનિકોની માંગ છે કે વનવિભાગ દ્વારા તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ દીપડાના પગના નિશાન સહિતના પુરાવા ચકાસવામાં આવે અને જરૂરી હોય તો કેમેરા ટ્રેપ ગોઠવવામાં આવે. દીપડાની હાજરીની પુષ્ટિ થાય તો ટીબી ફાટકથી રેલવે લોકો શેડ તથા આસપાસના શેરડીના ખેતરો સુધીના વિસ્તારમાં રાત્રિના સમયે વિશેષ તકેદારી રાખવી જરૂરી બની શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Update: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે LIC ની ફરિયાદથી CBI એ નોંધ્યો કેસ
calendar_today September 18, 2026

Gujarat Latest News Update: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે LIC ની ફરિયાદથી CBI એ નોંધ્યો કેસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward