android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ
calendar_today September 18, 2026

Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભાજપ શાસન અને સંગઠને જમીની સ્તરે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડનગરથી વારાણસી તરફ જઈ રહેલી મહત્વપૂર્ણ યાત્રા દરમિયાન એક અનોખો રાજકીય નજારો જોવા મળ્યો હતો, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પોતાની વૈભવી ગાડીઓ છોડીને બાઇક પર સવાર થઈ ગયા હતા.2027 માટે ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોકવડનગર-વારાણસી યાત્રા દરમિયાન અલગ-અલગ સ્થળોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે બાઇક ચલાવીને હાથ અજમાવ્યો હતો, તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બાઇક પર સવાર થઈને આગળ વધતા નજરે પડ્યા હતા. શીર્ષ નેતૃત્વને આ રીતે સામાન્ય લોકોની વચ્ચે બાઇક પર જોઈને સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીના વર્ષ પહેલાં જ ભાજપના તમામ શીર્ષ નેતાઓ સીધા લોકોની વચ્ચે જઈને જમીન ખૂંદતા નજરે પડી રહ્યા છે.ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ! રાજકીય પંડિતોના મતે, વડનગરથી વારાણસી સુધીની આ યાત્રા માત્ર એક સામાજિક કે સેવાકીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી. વડનગર (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ) થી વારાણસી (વડાપ્રધાનનો સંસદીય મતવિસ્તાર) ને જોડતી આ યાત્રા પાછળ ભાજપની ઊંડી રાજકીય વ્યૂહરચના છુપાયેલી છે.આ યાત્રા અને બાઇક રેલીના માધ્યમથી ભાજપ 2027ની ચૂંટણીઓ માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર વાતાવરણ તૈયાર કરી રહ્યું છે. જનતા સાથે સીધો અને સરળ સંવાદ સાધીને પાર્ટીએ વિપક્ષો સામે એક મજબૂત રાજકીય માસ્ટરસ્ટ્રોક ફેંક્યો છે.આ પણ વાંચો: Rajkot: કેવડાવાડી વિસ્તારમાંથી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, શુદ્ધતાના નામે ચાલતો હતો કાળો કારોબાર

Read Full Story arrow_forward
Ahmedabadમાં વરસાદ અને વોટર લોગિંગની સમસ્યા સામે AMCનો એક્શન પ્લાન
calendar_today September 18, 2026

Ahmedabadમાં વરસાદ અને વોટર લોગિંગની સમસ્યા સામે AMCનો એક્શન પ્લાન

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ અને તેના કારણે વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વરસાદી પાણીની સ્થિતિની સમીક્ષાકોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનમાં કુલ 148 જેટલા સ્થળોને ‘વોટર લોગિંગ સ્પોટ’ (પાણી ભરાતા સંવેદનશીલ વિસ્તારો) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન આ સ્થળો પર પાણી ઝડપથી ભરાઈ જવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા વારંવાર સામે આવતી હોય છે.સુપરવિઝન માટે તમામ સ્પોટ પર CCTV કેમેરા લગાવવા આદેશસમીક્ષા બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જાહેર કરાયેલા 148 વોટર લોગિંગ સ્પોટ પૈકીના ઘણા વિસ્તારોમાં હજુ સુધી સીસીટીવી (CCTV) કેમેરાનું નેટવર્ક ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદ સમયે વાસ્તવિક સ્થિતિનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટેન્ડિંગ કમિટીએ તમામ વોટર લોગિંગ સ્પોટ પર તાત્કાલિક કેમેરા લગાવી કંટ્રોલ રૂમથી સીધું સુપરવિઝન કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbiના ટંકારામાં દારૂબંધીના ધજાગરા, નશામાં ધૂત શખ્સે જાહેર માર્ગ પર આખલાનું ગળું પકડી હંગામો મચાવ્યો
calendar_today September 18, 2026

Morbiના ટંકારામાં દારૂબંધીના ધજાગરા, નશામાં ધૂત શખ્સે જાહેર માર્ગ પર આખલાનું ગળું પકડી હંગામો મચાવ્યો

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિમાં જ રાજ્યની કાગળ પરની દારૂબંધીના ધજાગરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. ટંકારાના જાહેર માર્ગ પર નશાની હાલતમાં ધૂત એક શખ્સે ખુલ્લેઆમ હંગામો મચાવ્યો હતો. આ નશાખોરે રસ્તા પર જઈ રહેલા એક આખલાનું ગળું પકડીને તમાશો સર્જ્યો હતો, જેને પગલે રસ્તેથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય તેમજ ફફડાટ વ્યાપી ગયો હતો.કાયદો અને વ્યવસ્થા સામે સવાલોઆ શરમજનક કૃત્યને પગલે સ્થાનિક રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જ રહી ગઈ છે અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે આવા દારૂડિયાઓ અને અસામાજિક તત્વો તદ્દન બેફામ બન્યા છે. જાહેરમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ ટંકારામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે પણ ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે.પોલીસ પાસે કડક અને દાખલારૂપ કાર્યવાહીની પ્રબળ માંગમહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર ભૂમિની ગરિમાને લજવતા આવા તત્વો સામે ટંકારા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકરી અને દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આવા નશાખોરો સામે સમયસર કડક પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ જાહેર શાંતિ અને લોકોની સુરક્ષા જોખમાશે.આ પણ વાંચો : Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

Read Full Story arrow_forward