android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં વરસાદ અને વોટર લોગિંગની સમસ્યા સામે AMCનો એક્શન પ્લાન
calendar_today September 18, 2026

Ahmedabadમાં વરસાદ અને વોટર લોગિંગની સમસ્યા સામે AMCનો એક્શન પ્લાન

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ અને તેના કારણે વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વરસાદી પાણીની સ્થિતિની સમીક્ષાકોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનમાં કુલ 148 જેટલા સ્થળોને ‘વોટર લોગિંગ સ્પોટ’ (પાણી ભરાતા સંવેદનશીલ વિસ્તારો) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન આ સ્થળો પર પાણી ઝડપથી ભરાઈ જવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા વારંવાર સામે આવતી હોય છે.સુપરવિઝન માટે તમામ સ્પોટ પર CCTV કેમેરા લગાવવા આદેશસમીક્ષા બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જાહેર કરાયેલા 148 વોટર લોગિંગ સ્પોટ પૈકીના ઘણા વિસ્તારોમાં હજુ સુધી સીસીટીવી (CCTV) કેમેરાનું નેટવર્ક ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદ સમયે વાસ્તવિક સ્થિતિનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટેન્ડિંગ કમિટીએ તમામ વોટર લોગિંગ સ્પોટ પર તાત્કાલિક કેમેરા લગાવી કંટ્રોલ રૂમથી સીધું સુપરવિઝન કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbiના ટંકારામાં દારૂબંધીના ધજાગરા, નશામાં ધૂત શખ્સે જાહેર માર્ગ પર આખલાનું ગળું પકડી હંગામો મચાવ્યો
calendar_today September 18, 2026

Morbiના ટંકારામાં દારૂબંધીના ધજાગરા, નશામાં ધૂત શખ્સે જાહેર માર્ગ પર આખલાનું ગળું પકડી હંગામો મચાવ્યો

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિમાં જ રાજ્યની કાગળ પરની દારૂબંધીના ધજાગરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. ટંકારાના જાહેર માર્ગ પર નશાની હાલતમાં ધૂત એક શખ્સે ખુલ્લેઆમ હંગામો મચાવ્યો હતો. આ નશાખોરે રસ્તા પર જઈ રહેલા એક આખલાનું ગળું પકડીને તમાશો સર્જ્યો હતો, જેને પગલે રસ્તેથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય તેમજ ફફડાટ વ્યાપી ગયો હતો.કાયદો અને વ્યવસ્થા સામે સવાલોઆ શરમજનક કૃત્યને પગલે સ્થાનિક રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જ રહી ગઈ છે અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે આવા દારૂડિયાઓ અને અસામાજિક તત્વો તદ્દન બેફામ બન્યા છે. જાહેરમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ ટંકારામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે પણ ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે.પોલીસ પાસે કડક અને દાખલારૂપ કાર્યવાહીની પ્રબળ માંગમહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર ભૂમિની ગરિમાને લજવતા આવા તત્વો સામે ટંકારા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકરી અને દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આવા નશાખોરો સામે સમયસર કડક પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ જાહેર શાંતિ અને લોકોની સુરક્ષા જોખમાશે.આ પણ વાંચો : Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar: ‘27th SAFE કન્વેન્શન’માં મંત્રી પ્રવિણ માળીએ સસ્ટેનેબલ મોબિલિટી એક્સપોનું કર્યું ઉદ્ઘાટન; 'સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન
calendar_today September 18, 2026

Gandhinagar: ‘27th SAFE કન્વેન્શન’માં મંત્રી પ્રવિણ માળીએ સસ્ટેનેબલ મોબિલિટી એક્સપોનું કર્યું ઉદ્ઘાટન; 'સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન

ગાંધીનગર ખાતે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM), SAFE, વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. વાહનોની આંતરિક સુરક્ષા (AIRBAG, ABS, EBD) ની સાથે હવે પદયાત્રીઓ અને નાના વાહનોની બાહ્ય સુરક્ષા માટે પણ વિશેષ ટેક્નોલોજી અપનાવવામાં આવશે.ગાંધીનગરમાં ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે માર્ગ અકસ્માત અટકાવવા કાયદા ઉપરાંત સમાજમાં 'સિવિક સેન્સ' અને પરસ્પર આદર જરૂરી છે. તેમણે ADAS સિસ્ટમ માટે થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી, 100% AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને 'વિશ્વાસ' તથા 'નેત્ર' પ્રોજેક્ટ હેઠળ ઈ-ચલણ ફેસલેસ અમલીકરણની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે SIAM ના “Context Paper” નું વિમોચન કરાયું હતું તથા માર્ગ સુરક્ષામાં યોગદાન આપનાર 'રોડ સેફ્ટી વારિયર્સ'નું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથનકાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતિષ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતમાં પ્રતિવર્ષ 1.80 લાખ અને ગુજરાતમાં 8 હજારથી વધુ નાગરિકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ પડકાર સામે તમામ સ્ટેકહોલ્ડર્સે સંયુક્ત પ્રયાસો કરવા પડશે. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે રાજ્યના 1.35 લાખ કિમીના રોડ નેટવર્ક પર વિવિધ વાહન શ્રેણીઓ વચ્ચે સુરક્ષા જાળવવી એન્જિનિયરિંગ ઉપરાંત માનસિક જાગૃતિનો પણ વિષય છે.‘રોડ સેફ્ટી વારિયર્સ’નું એવોર્ડથી કરાયું વિશેષ સન્માનપોલીસ અધિક્ષક સાહિત્યા વી. એ ‘Life-Centric Road Intelligence’ નો અભિગમ રજૂ કરતાં ટ્રકમાં સેન્સર્સથી બ્લાઇન્ડ સ્પોટ ઓળખવા, રાત્રે થર્મલ કેમેરા વડે 100 મીટર સુધીના રાહદારીઓની જાણકારી મેળવવી અને ટુ-વ્હીલરમાં પાછળથી આવતા વાહનોની ઝડપની ચેતવણી જેવી ટેકનોલોજી અપનાવવા સૂચન કર્યું હતું. આ સાથે જ HMSI ના ‘અમદાવાદ રોડ સેફ્ટી પ્રોજેક્ટ’ અને NID ના ‘ગાંધીનગર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોજેક્ટ’નું પણ વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો: Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ

Read Full Story arrow_forward