android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagharમાં બનાવટી દારૂની ફેક્ટરી કેસમાં રેલવે કર્મચારી સહિત 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ
calendar_today September 18, 2026

Bhavnagharમાં બનાવટી દારૂની ફેક્ટરી કેસમાં રેલવે કર્મચારી સહિત 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલા સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીના ચકચારી કેસમાં પોલીસે પકડેલા ત્રણ મુખ્ય આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નામોદાર કોર્ટે સુનાવણી બાદ તમામ ત્રણેય આરોપીઓને જેલહવાલે (જ્યુડિશિયલ કસ્ટડી) મોકલી આપવાનો હુકમ કર્યો છે.લઠ્ઠાકાંડ બાદ પણ નેટવર્ક સક્રિય રહેતા ચિંતાપોલીસ રિમાન્ડ પૂરા થતાં જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં મુખ્ય સૂત્રધાર અને રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાનો સમાવેશ થાય છે. સરકારી ક્વાર્ટરનો દારૂ બનાવવાના અડ્ડા તરીકે ઉપયોગ કરીને બ્રાન્ડેડ દારૂની બોટલોમાં બનાવટી દારૂ ભરી વેચવાના આ કૌભાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે.અન્ય 7 આરોપીઓ હજુ ફરારઆ કેસમાં પકડાયેલા મુખ્ય 3 આરોપીઓ સિવાય સંડોવાયેલા અન્ય 7 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોય, તેમને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ-ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર હોનારત બાદ પણ પંથકમાં બનાવટી અને ઝેરી દારૂ બનાવવાનું કૌભાંડ ધમધમી રહ્યું હોવાનું બહાર આવતાં ભારે સનસનાટી મચી છે. ફરાર આરોપીઓ પકડાયા બાદ આ ગેરકાયદેસર નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News: પાલીતાણાના શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા, 15થી વધુ ગામોને કરાયા એલર્ટ
calendar_today September 18, 2026

Bhavnagar News: પાલીતાણાના શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા, 15થી વધુ ગામોને કરાયા એલર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે આ સીઝનમાં ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. પાણીની વધતી સપાટીને નિયંત્રિત કરવા માટે ડેમના 20 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના આ તમામ 20 ગેટ 1 ફૂટ જેટલા ખોલીને તેમાંથી અંદાજે 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તળાજા અને પાલીતાણાના 15થી વધુ ગામો એલર્ટ પરડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. શેત્રુંજી નદીના પટમાં પાણીનું સ્તર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તળાજા અને પાલીતાણા તાલુકાના નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ 15 થી વધુ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીના કાંઠે અવર-જવર ન કરવા તેમજ પશુઓ કે માછીમારોને નદી તરફ ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.ભાવનગર જિલ્લા માટે આશીર્વાદરૂપ છે શેત્રુંજી ડેમતમને જણાવી દઈએ કે, આ શેત્રુંજી ડેમ સમગ્ર ભાવનગર જિલ્લા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે આસપાસના વિસ્તારોને પીવાનું પાણી તેમજ ખેડૂતો માટે સિંચાઈનું પાણી મોટા પ્રમાણમાં પૂરું પાડે છે. ડેમ છલકાવાથી અને પાણીની વિપુલ માત્રા ઉપલબ્ધ હોવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા નિવારી શકાશે, જેને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.આ પણ વાંચો: Bhavnagharમાં બનાવટી દારૂની ફેક્ટરી કેસમાં રેલવે કર્મચારી સહિત 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ

Read Full Story arrow_forward
Sabarkanthaના તલોદમાં મેઘમહેર, ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદી બે કાંઠે વહી
calendar_today September 18, 2026

Sabarkanthaના તલોદમાં મેઘમહેર, ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદી બે કાંઠે વહી

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વાતાવરણમાં આવેલા પલટા અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. તલોદ પંથકમાંથી પસાર થતી મેશ્વો નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ સતત વધતો જોવા મળી રહ્યો છે. નદીમાં નવા નીરના આગમનથી સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક પરિવર્તન આવ્યું છે.આંતરોલી ગામ નજીક મેશ્વો નદી બે કાંઠે, સ્થાનિકોમાં કૌતુકતલોદ તાલુકાના આંતરોલી ગામ નજીકથી વહેતી મેશ્વો નદીમાં પાણીની સપાટીમાં ધીમે ધીમે ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. લાંબા સમય બાદ નદી બંને કાંઠે વહેતી થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો અદભુત અને મનોહર નજારો જોવા મળી રહ્યો છે. મેશ્વો નદીમાં નવા નીરની આવક થવાના સમાચાર ફેલાતાં જ આજુબાજુના ગામોમાંથી સ્થાનિક લોકો આ નજારો નિહાળવા માટે નદી કિનારે પહોંચી રહ્યા છે અને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.પ્રવાહ વધવાની શક્યતા, તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલહવામાન વિભાગ અને સ્થાનિક અહેવાલો અનુસાર જો ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેશે તો મેશ્વો નદીના પ્રવાહ અને જળ સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરતી શક્યતા છે. નદીના વધતા પ્રવાહને ધ્યાને રાખીને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. નદીમાં નવા નીર આવવાથી સ્થાનિક ખેડૂતોમાં પણ સિંચાઈ અને ભૂગર્ભ જળ ઊંચા આવવાની આશા જાગી છે.આ પણ વાંચો : Jamnagarમાં બનાવટી દારૂ બનાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું, નવાગામ ઘેડમાંથી LCB અને સિટી B ડિવિઝનની મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward