android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh Rain Update: માળીયાહાટીના અને મેંદરડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, રસ્તાઓ જળમગ્ન
calendar_today September 18, 2026

Junagadh Rain Update: માળીયાહાટીના અને મેંદરડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, રસ્તાઓ જળમગ્ન

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર મહેરબાન થઈને હેત વરસાવ્યું છે. જિલ્લાના માળીયાહાટીના તેમજ મેંદરડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ગીરના જંગલ વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે આખા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.ગીર પંથકના અનેક ગામોમાં પાણી ભરાયાપ્રાપ્ત માહિતી અનુસાર, ડેડકયાળ, અમરાપુર, રાણીધાર, ગુંદિયારી અને નવાનેશ સહિતના ગીર પંથકના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે. ગામડાઓની શેરીઓમાં અને માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશ અને અવર-જવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહનચાલકોને પડી મુશ્કેલીઓગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે નાના વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અચાનક ગીર અને ગ્રામ્ય પંથકમાં પડેલા આ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને પણ મોટો ફાયદો થયો છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીએ તંત્રની કામગીરી સામે સવાલ પણ ખડા કર્યા છે. આ પણ વાંચો: Junagadh Rain Update: કેશોદ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward
Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ
calendar_today September 18, 2026

Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી તંત્રને વેગવંતું બનાવવાના ભાગરૂપે ૧૦ વરિષ્ઠ અને યુવા પોલીસ અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ગાંધીનગર ગૃહ વિભાગનો મોટો નિર્ણયઆ આદેશમાં 2023 અને 2024 ની બેચના 4 યુવા IPS અધિકારીઓને સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વના વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં  માનસી આર. મીનાને અમદાવાદના વિરમગામ ખાતે,  મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ખાતે, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અને  કરણકુમાર પન્નાને દાહોદના લીમખેડા ખાતે ASP તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.આ ઉપરાંત, બઢતી (પ્રમોશન) મળ્યા બાદ જેમના પોસ્ટિંગ્સ બાકી હતા તેવા 6 સિનિયર SPS અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે.10 IPS અને SPS અધિકારીઓની બદલી વડોદરા ટ્રાફિક DCP તરીકે સેવા આપતા જે.આઈ. વસાવને SRPF ગ્રુપ-9 (વડોદરા), વિસનગર SP  ડી.એમ. ચૌહાણને SRPF ગ્રુપ-3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને SRPF ગ્રુપ-4 (પાવડી, દાહોદ), ગોધરા HQ SP  બી.એલ. દેસાઈને SRPF ગ્રુપ-5 (ગોધરા), જૂનાગઢ PTC SP એચ.પી. દોશીને SRPF ગ્રુપ-13 (રાજકોટ) અને સુરત F-ડિવિઝન DCP એલ.બી. ઝાલાને SRPF ગ્રુપ-11 (વાવ, સુરત) ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.આ પણ વાંચો: Gandhinagar: ‘27th SAFE કન્વેન્શન’માં મંત્રી પ્રવિણ માળીએ સસ્ટેનેબલ મોબિલિટી એક્સપોનું કર્યું ઉદ્ઘાટન; 'સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન

Read Full Story arrow_forward
Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી
calendar_today September 18, 2026

Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જામ્યું છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાનું 'ચેરાપુંજી' ગણાતા જાંબુઘોડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. મોસમનો સારો વરસાદ વરસતાં જ સમગ્ર તાલુકાનું વાતાવરણ આહલાદક અને મનમોહક બની ગયું છે.ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઈંચથી વધુ વરસાદજાંબુઘોડા તેમજ શિવરાજપુર પંથકમાં મોડી સાંજ સુધીમાં સરેરાશ 1.5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના પંડોળ અને ચેલાવાડા સહિતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.કુદરતી કોતરોમાં ધસમસતા પાણી વહ્યાઝાડી-જંગલથી ઘેરાયેલા જાંબુઘોડા પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે આસપાસના કુદરતી કોતરો અને નાળાઓમાં ધસમસતા પાણી વહેતા થયાના દ્રશ્યો સામે આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ આટલો પોષક વરસાદ વરસતાં ચોમાસુ પાકને મોટું જીવતદાન મળ્યું છે, જેને પગલે પંથકના ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશાલી જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward