Himatnagar ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂ.1,000ની લાંચ લેતા ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ભ્રષ્ટાચાર સામે એસીબી (ACB) દ્વારા હાથ ધરવામાં આવેલી આ સફળ કામગીરીને પગલે લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઈન ન કરવા માંગ્યા હતા રૂ.2,000મળતી માહિતી મુજબ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપ બાબુ બોદર નામના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીનું રેતી ભરેલું ટ્રેક્ટર ડિટેઈન ન કરવા માટે રૂ.2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક મહેસાણા એસીબી (લાંચરૂશ્વત વિરોધી બ્યુરો)નો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.આરટીઓ ચોકી પાસે રંગેહાથ ઝડપાયો: એસીબીએ કાર્યવાહી હાથ ધરીફરિયાદના આધારે મહેસાણા એસીબીની ટીમે આરટીઓ ગ્રામ્ય પોલીસ ચોકી પાસે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપ બોદર ફરિયાદી પાસેથી રૂ.1,000ની લાંચ સ્વીકારતા જ એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબી પોલીસે આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward