Mahisagar: ધારાસભ્ય જેઠા ભરવાડના પુત્ર સહિત 10 ઉમેદવારો બિનહરીફ
શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો બિનહરીફ્ જાહેર થતાં માર્કેટિંગ યાર્ડ પર પુનઃ ભગવો લહેરાયો હતો. જેમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ પણ ખેડૂત વિભાગમાંથી બિનહરીફ્ થયા હતાં.શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણીમાં 14 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન 2 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે તા.2 સપ્ટેમ્બરે બાકી રહેલા 12 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો સામે માત્ર 10 જ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણી અધિકારી સચિન ચરપોટ દ્વારા ચૂંટણી યોજવાની જરૂરિયાત ન રહેતા તમામ 10 ઉમેદવારોને બિનહરીફ્ વિજેતા જાહેર કરાયા હતા.જેમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડે પણ ઉમેદવારી નોંધાવી હતી. જે પણ બિનહરીફ્ વિજેતા થયા હતા. જેને લઈને તાલુકા ભાજપમાં હર્ષોલ્લાસ છવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward