android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: 2047નું ભારત માત્ર સરકારી નીતિથી નહીં, યુવા શક્તિની કલ્પનાથી રચાશે
calendar_today August 29, 2026

Vadodara: 2047નું ભારત માત્ર સરકારી નીતિથી નહીં, યુવા શક્તિની કલ્પનાથી રચાશે

શહેર નજીકની GSFC યુનિ.ના 8મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં DRDOના પૂર્વ DG અને નીતિ આયોગના પૂર્વ સભ્ય પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે હતું કે, જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આજની યુવા પેઢી પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર હશે. વિકસિત ભારત @ 2047 માત્ર સરકારની નીતિઓથી નિર્માણ નહીંપામે, પરંતુ દેશના યુવાનોની સામૂહિક કલ્પનાશક્તિ, નેતૃત્વ અને પુરુષાર્થથી બનશે.શહેર નજીક ફ્ર્ટિલાઇઝર નગર ખાતે આજે GSFC યુનિ.નો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્કૂલ ઑફ્ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ્ સાયન્સ અને સ્કૂલ ઑફ્ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થિનીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ ઉપરાંત 17 પૈકી 12 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓને મળ્યાં હતાં. આ સાથે 15 સિલ્વર મેડલ એનાયત કરાયા હતાં. આ સમારોહના ચીફ ગેસ્ટ પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે જણાવ્યું હતું કે, ભવિષ્ય માત્ર ડિગ્રી મેળવનારાઓનું નથી, પરંતુ જેમનામાં સતત શીખવાની , બદલાવ સ્વીકારવાની અને નવું સર્જન કરવાની ક્ષમતા છે તેમનું છે.મશીનો અને AI ગમે તેટલી ઝડપથી કામ કરે, પણ તે માનવીય કલ્પનાશક્તિ, નૈતિક વિવેકબુદ્ધિ અને સંવેદનાની જગ્યા ન લઈ શકે. તેમણે UPI, આધાર અનેડિઝિલૉકર જેવા ભારતીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ આપી તેમને જણાવ્યું હતું કે, ટેક્નોલોજી જ્યારે સામાજિક કલ્યાણ સાથે જોડાય છે ત્યારે વૈશ્વિક મિસાલ બને છે. તેમણે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના સપના જોવા અને તેને પરિણામમાં બદલવાના સંદેશ તેમજ સ્વામી વિવેકાનંદના એક વિચારને પકડીને તેને જીવન બનાવી લોના વિચારને યાદ કર્યો હતો.બીજી તરફ તેમને વિદ્યાર્થીઓને સફળતા માટે આઠ સૂત્ર આપ્યા હતા. જેમાં વૈજ્ઞાનિક અભિગમ, સતત નવું શિખવાની તૈયારી, ડિજીટલ સશક્તિકરણ, ક્રિટીકલ થિન્કીંગ તથા ક્રિએટીવીટી, સહયોગ ભાવનાત્મક બુદ્ધિમતા, કમ્યુનિકેશન સ્કીલ અને નિષ્ફળતાથી ડર્યા વગર વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે, તમારી પદવી એક માત્ર શૈક્ષણિક લાયકાત નથી પરંતુ જ્ઞાન, નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં સાર્થક પરિવર્તન લાવવાની એક મોટી જવાબદારી છે.તૈત્તિરીય ઉપનિષદના દીક્ષાંત મંત્ર સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ નો ઉલ્લેખ કરતાં તેમણે પદવીધારકોને ઉમેર્યું હતું કે, જીવનમાં ક્યારેય નૈતિકતા અને ચારિર્ત્ય સાથે સમજૂતી ન કરવી. જ્યારે વ્યક્તિગત લાભ અને જાહેરહિત વચ્ચે દ્વંદ્વ સર્જાય ત્યારે હંમેશાં સત્ય અને રાષ્ટ્રહિતને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આ સમારોહમાં યુનિ.ના VC પો. જી. આર. સિંહા, રજિસ્ટ્રાર મનીષ પ્રધાન, ગવર્નિંગ બોડીના સભ્યો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ફેકલ્ટી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: આ વર્ષે 4 ઇંચથી 20 ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિઓની બોલબાલા
calendar_today August 29, 2026

Vadodara: આ વર્ષે 4 ઇંચથી 20 ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિઓની બોલબાલા

શહેરમાં ગણેશોત્સવનું માહત્મ્ય અનેરું હોઇ હજારો આકાર-પ્રકારની શ્રીજીની મૂર્તિઓ દરવર્ષે વેચાવા આવે છે. મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓ સહિત વિરાટ મૂર્તિઓ ગણેશોત્સવ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બનશે.કૈલાસવાસી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની કલાનગરીમાં કરોડો રૂપિયાના ખર્ચે ગણેશોત્સવનું આયોજન કરાય છે. વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, પેણ, પૂણેમાં અનેક દેવી-દેવતાઓના સ્વરૂપે શ્રીજીની મૂર્તિ તૈયાર કરાય છે. આ વર્ષે બાળ ગણેશ સ્વરૂપે મુઠ્ઠીમાં સમાય એટલી નાની 4 ઇંચની મૂર્તિઓ પણ વેચાવા આવી છે. જેમાં, સોફા પર આરામ ફરમાવતા શ્રીજી, રીંછ-હાથી-ઊંદર-મોર પર સવાર શ્રીજીની નયનરમ્ય મૂર્તિઓ બાળ ગણેશ યુવક મંડળો દ્વારા બુક થવા માંડી છે. મહારાષ્ટ્રથી મગાવાતી બીબાઢાળ મૂર્તિઓ સસ્તી હોય છે. પરંતુ, વડોદરામાં મૂર્તિઓનો સાજ-શણગાર કરી ખૂબજ મોંઘાભાવે વેચવામાં આવે છે, એવો ઊભરો ભક્તોએ ઠાલવી ઉમેર્યું હતું કે મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓેનો હોલસેલ રેટ રૂા.600 જેટલો હોય છે. જેનો સાજ-શણગાર કરી રિટેઇલ બજારમાં રૂા.1200 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. જ્યારે, 3.5 ફૂટની મૂર્તિ હોલસેલ રેટમાં રૂા.10,000ની આસપાસ મળે છે. જે મૂર્તિના સાજ-શણગાર પછી રૂા.28,000 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીની નાની 50,000 કરતા વધુ મૂર્તિઓ વેચાવા આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: MSU: પ્રતિષ્ઠા-ઓછી ફી આકર્ષણનું કેન્દ્ર, પરંતુ સુવિધાઓમાં સુધારાની જરૂર
calendar_today August 29, 2026

Vadodara: MSU: પ્રતિષ્ઠા-ઓછી ફી આકર્ષણનું કેન્દ્ર, પરંતુ સુવિધાઓમાં સુધારાની જરૂર

એમ.એસ.યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રતિષ્ઠા, વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા અને ઓછી ફી ગુજરાત સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને વડોદરા સુધી ખેંચી રહી છે. અહીં અભ્યાસ કરતા અંદાજે 25% વિદ્યાર્થીઓ વડોદરા અથવા ગુજરાત બહારના છે. આ વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીને શા માટે પસંદ કરે છે અને વડોદરા આવ્યા બાદ તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે જાણવા સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગના એમ.એસસી.ના વિદ્યાર્થીઓ દેવાંશી ઠાકર, અંકિત પુરી, શ્રુતિ ખારવા અને અમૃતા સુદાનીએ પ્રોફેસર દિપા કડપાલના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધર્યો હતો.સર્વે દરમિયાન કુલ 380 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાઇ હતી. જેમાં 295 વિદ્યાર્થીઓ વડોદરા સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જ્યારે 85 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાંથી MSUમાં અભ્યાસ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward