android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જવા સમરસ કળશ કાવડયાત્રા રવાના થઇ
calendar_today August 29, 2026

Bharuch: કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જવા સમરસ કળશ કાવડયાત્રા રવાના થઇ

ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશકત ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે શનિવારે તા.29 મી ના રોજ ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડયાત્રાનો પ્રારંભ થયો છે. ભરૂચ શહેરના પિૃમ વિસ્તારમાં આવેલા ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શ્રધ્ધાળુઓ અને કાવડિયાઓની ઉપસ્થીતિમાં યાત્રા પ્રસ્થાન કરી છે.ધાર્મિક માહોલ વચ્ચે શરૂ થયેલી આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. કાવડિયાઓ દ્વારા પવિત્ર જળ સાથે કાવડ ધારણ કરી ભગવાન શિવના જયઘોષ સાથે યાત્રા આગળ વધી રહી છે. સમગ્ર યાત્રા દરમ્યાન ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કાવડયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ કાવી-કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. જયા કાવડિયાઓ દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો વિધિવત જળાભિષેક કરવામાં આવશે. આ સમરસ કળશ કાવડયાત્રાને લઈને આયોજકો દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા ભક્તોની સુવિધા તેમજ યાત્રા શાંતિપુર્ણ રીતે પુર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. હર હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધી રહેલી કાવડયાત્રાથી ભરૂચથી કાવી-કંબોઈ સુધીનો સમગ્ર માહોલ શિવમય બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: 80 થી 85 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પુનઃ મુખ્યધારામાં લાવવાના પ્રયાસ
calendar_today August 29, 2026

Bharuch: 80 થી 85 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પુનઃ મુખ્યધારામાં લાવવાના પ્રયાસ

શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ દર ઘટાડવાના હેતુથી શરૂ કરાયેલા બેક ટૂ સ્કૂલ ફેસ-1 અભિયાન અંતર્ગત નેત્રંગ સ્થિત શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલના આચાર્ય રતનભાઈ લક્ષ્મણભાઈ વસાવાએ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રૂબરૂ જઈને અગાઉ શાળા છોડી ચૂકેલા 80 થી 85 જેટલા વિદ્યાર્થી અને તેમના વાલીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પુનઃ અભ્યાસ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સરકારની નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.આર્થિક કે સામાજિક પરિસ્થિતિને કારણે નિયમિત શાળાએ આવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે તેમણે આશાનું કિરણ જગાવ્યું હતું. આચાર્યએ આવા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલ (GSOS) મારફ્તે અભ્યાસ ચાલુ રાખવા સમજાવ્યા હતા તેમજ આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા જેવા કૌશલ્યવર્ધક તાલીમી કોર્સમાં પ્રવેશ મેળવવા માર્ગદર્શન પૂરું પાડયું હતું. 2 વિદ્યાર્થીઓએ ધોરણ-9 માં અને 1 વિદ્યાર્થીએ ધોરણ-11 માં શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો હતો. 45 થી 50 જેટલા વિદ્યાર્થીઓએ GSOS મારફ્તે આગળનો અભ્યાસ ચાલુ રાખવા નોંધણી કરાવી. 8થી 10 વિદ્યાર્થીએ ITI અને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: બોડેલીનાં સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન ખાતે શ્રાવણી શનિવારે ભક્તોનું ઘોડાપૂર
calendar_today August 29, 2026

Panchmahal: બોડેલીનાં સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન ખાતે શ્રાવણી શનિવારે ભક્તોનું ઘોડાપૂર

જાંબુઘોડા અભયારણ્યની ગીચ હરિયાળી વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. વહેલી સવારથી જ દૂરદૂરના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઝંડ હનુમાનના દર્શનાર્થે ઉમટી પડતાં સમગ્ર પંથક ભક્તિમય બની ગયો હતો.જાંબુઘોડાને અડીને આવેલા બોડેલી તાલુકાના ઝંડ ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે શ્રાવણ માસના ત્રીજા શનિવારને લઈ વહેલીસવારના 4 વાગ્યાથી જ ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતાં. જાંબુઘોડાથી ઝંડ હનુમાન તરફ્ જતો આશરે 11 કિ.મી.નો માર્ગ વાહનોથી ધમધમી ઉઠયો હતો. બજરંગબલી કી જયક્રના જયઘોષ સાથે અનેક ભક્તો હનુમાન ચાલીસાના પાઠ કરતા પગપાળા ઝંડ ધામ તરફ્ આગળ વધતા જોવા મળ્યા હતા. જેને લઈને મંદિર પરિસર નજીક ટ્રાફ્કિજામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી ટ્રાફ્કિ જામ ન થાય અને અહીં આવતા ભક્તોને કોઈ તકલીફ્ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભક્તોની સેવા માટે જાંબુઘોડા, બોડેલી, હાલોલ, વડોદરા સહિતના વિવિધ વિસ્તારોના સેવાભાવી ગ્રુપો દ્વારા માર્ગમાં ઠેરઠેર ભંડારા યોજાયા હતાં. જ્યાં ઠંડા પીણા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward