android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગર્લફ્રેન્ડ અને મોજશોખ માટે જ્વેલરી શોરૂમમાંથી સોના-ડાયમંડના દાગીનાની ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો
calendar_today September 4, 2026

Ahmedabad : ગર્લફ્રેન્ડ અને મોજશોખ માટે જ્વેલરી શોરૂમમાંથી સોના-ડાયમંડના દાગીનાની ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો

અમદાવાદના થલતેજ એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં આવેલી ‘ઓરા ફાઇન જ્વેલરી’માં થયેલી ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો દર્શન અશ્વિન સોની જ ચોરીનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રૂ. 5,90,242ના સોના અને ડાયમંડના દાગીનાની ચોરીના આરોપસર તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.‘બેગ ભૂલી ગયો છું’ કહી મેળવી ચાવી17 ઓગસ્ટના રોજ જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. આરોપી છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. પોલીસે કરેલી તપાસ મુજબ, દર્શન સોનીએ પોતાના સાથી કર્મચારીને ‘બેગ ભૂલી ગયો છું’ તેવું બહાનું આપીને શોરૂમની ચાવી મેળવી હતી. ચાવી મળ્યા બાદ આરોપીએ રાત્રિના સમયે શોરૂમ ખોલી અંદરથી સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ચોરી બાદ નોકરી છોડી મોજશોખમાં ફર્યોચોરીની ઘટના બાદ આરોપી ફરી નોકરી પર ગયો નહોતો અને અલગ-અલગ સ્થળોએ ફરવા જઈ મોજશોખ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ અને મોજશોખ પાછળ નાણાંની જરૂરિયાત હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.કેટલાક દાગીના માણેકચોકમાં આપ્યાની વિગતોતપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલા કેટલાક દાગીના માણેકચોકના એક વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ દાગીના કોને, કયા હેતુથી અને કઈ રીતે આપવામાં આવ્યા તેની તપાસ શરૂ કરી છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.અગાઉ 13 જેટલા ગુના નોંધાયેલાઆરોપી મૂળ પાટણનો અને હાલ અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ અલગ-અલગ પ્રકારના આશરે 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચો    :      Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward
Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો
calendar_today September 4, 2026

Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો

જૂનાગઢના ઐતિહાસિક અને પ્રખ્યાત ઉપરકોટ કિલ્લા પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર હિંસક દીપડો આખરે વહેલી સવારે પાંજરે પુરાઈ ગયો છે. દીપડાની હાજરીના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે દીપડો સફળતાપૂર્વક કેદ થઈ જતાં વનવિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.દહેશત દૂર થતાં જ સહેલાણીઓની ભીડ! દીપડો પાંજરે પુરાયા બાદ તંત્ર દ્વારા સિક્યોરિટી એલર્ટ દૂર કરવામાં આવ્યું હતું અને કિલ્લાને પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે ફરી ખોલી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કિલ્લાના મુખ્ય દરવાજે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જામી હતી. પ્રવાસીઓ માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ ઊભું થતાં લોકોએ રાહત અનુભવી હતી અને કિલ્લો જોવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.રજાના દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓને પ્રવેશરજાનો દિવસ હોવાથી ઉપરકોટ કિલ્લા પર પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગ અને પોલીસ ટીમે સમગ્ર પરિસરમાં સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ જાળવી રાખ્યું હતું. ભયમુક્ત વાતાવરણ સર્જાતાં પ્રવાસીઓ પણ કોઈપણ ડર વગર ઐતિહાસિક કિલ્લાની મુલાકાતનો આનંદ માણતા નજરે પડ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kashmir : બડગામમાં આતંકીઓ સાથે અથડામણ, એક આતંકી ઠાર, AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી મળી
calendar_today September 4, 2026

Kashmir : બડગામમાં આતંકીઓ સાથે અથડામણ, એક આતંકી ઠાર, AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી મળી

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના અશદાર ગલી વિસ્તારમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન એક આતંકીને ઠાર માર્યો છે. શુક્રવારે મળેલી ગુપ્તચર માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.સુરક્ષા દળોએ શંકાસ્પદ હિલચાલ જોઈ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. જવાનો દ્વારા પડકારવામાં આવતા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરફથી ભારે ગોળીબાર સાથે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણ દરમિયાન એક આતંકી માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે.AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી જપ્તસુરક્ષા દળોએ ઠાર કરાયેલા આતંકી પાસેથી AK રાઇફલ અને યુદ્ધમાં ઉપયોગી અન્ય સામગ્રી કબજે કરી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા અન્ય આતંકીઓ છુપાયેલા હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિસ્તારને ઘેરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.યૂસુફમર્ગના ઊંચાઈવાળા વિસ્તારમાં પણ કાર્યવાહીઆ પહેલાં બડગામ જિલ્લામાં યૂસુફમર્ગના ઊંચાઈવાળા અને ગીચ જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકીઓની હિલચાલની માહિતીના આધારે ઘેરાબંધી કરી હતી. ગોળીબાર બાદ વધારાના સુરક્ષા દળોને પણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.અગાઉ કુલગામમાં શંકાસ્પદો ઝડપાયા હતાઆ પહેલાં 26 ઓગસ્ટે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા કુલગામના બૂગામ વિસ્તારમાં પણ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન 5 શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.દારૂગોળા સહિત યુદ્ધમાં ઉપયોગી સામગ્રી મળી તપાસ દરમિયાન 4 પિસ્તોલ, 4 પિસ્તોલ મેગેઝિન, 2 હેન્ડગ્રેનેડ અને દારૂગોળા સહિત યુદ્ધમાં ઉપયોગી સામગ્રી મળી હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા શંકાસ્પદો અને જપ્ત કરાયેલી સામગ્રીને આગળની તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. હાલ બડગામના અશદાર ગલી વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો   :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward