android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ભેજાબાજે 38 લાખ પડાવ્યા
calendar_today September 4, 2026

Surat News: રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ભેજાબાજે 38 લાખ પડાવ્યા

સુરતના વેસુમાં 77 વર્ષીય ખેડૂતને રિલાયન્સ કંપની અને મુકેશ અંબાણીના નામે કોલ કરી ભેજાબાજે ફેક ડોક્યુમેન્ટ્સ અને વીડિયો કોલિંગના માધ્યમથી રૂ.20 કરોડના વળતરની લાલચ આપી તબક્કાવાર રૂા.37.85 લાખ ખંખેરી લીધા હતા. વૃદ્ધે આ બાબતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી મળતી વિગતો મુજબ વેસુ ગામના કુંભાર ફળિયામાં માતૃકૃપા રોહાઉસ ખાતે રહેતા અને ખેતીકામ કરતા મોહનભાઈ બાલુભાઈ પટેલના ફેસબુક મેસેન્જર પર ગત એપ્રિલ-2026માં રિલાયન્સ કંપનીના ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા અંગેના મેસેજ આવ્યા હતા.ત્યારબાદ તા.26 એપ્રિલના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય કહો કે નાઈજિરિયાના નંબર પરથી કોલ આવ્યો હતો.કોલ કરનારે પોતાની ઓળખ મુકેશ અંબાણી તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો.ભેજાબાજે રિલાયન્સ કંપનીના સ્પેશિયલ ફંડમાં રોકાણ કરવાથી 20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી હતી. બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યુંવૃદ્ધને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે ઠગ ટોળકીએ Reliance Industries તથા State Bank of India (SBI) ના લોગો, બનાવટી રસીદો તથા લેટર્સ વોટ્સએપ પર મોકલ્યા હતા.આ સિવાય વોટ્સએપ વીડિયો કોલ કરી વૃદ્ધનો ચહેરો વેરીફાય કરવાના નામે સ્ક્રીનશોટ પણ લીધો હતો અને સ્કીમ પૂર્ણ થતાં રૂ.20 કરોડ મળવાનું વચન આપ્યું હતું.નાણાં ઉપાડવાની વાત આવતા જ સાયબર ઠગોએ ક્લિયરન્સ ફી,પ્રોસેસિંગ ફી, ટેક્સ, ફંડ રિલીઝ ચાર્જ અને એકાઉન્ટ વેરિફિકેશનના નામે જુદા જુદા બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતોવૃદ્ધે તા.02 મે 2026થી 08 જુલાઈ 2026 દરમિયાન બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાના પોતાના એકાઉન્ટમાંથી કુલ 41 ટ્રાન્ઝેકશન મારફતે રૂ.37.85 લાખની રકમ ઠગો દ્વારા બતાવેલા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધી હતી.લાખો રૂપિયા આપ્યા છતાં 20 કરોડ ન મળતા અને વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ હતી.પી.આઈ. એન.આર.પટેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Read Full Story arrow_forward
Gujarat Monsoon Assembly Session: સરકાર રજૂ કરશે 8 મહત્વપૂર્ણ બીલ, જુઓ સંપૂર્ણ યાદી
calendar_today September 4, 2026

Gujarat Monsoon Assembly Session: સરકાર રજૂ કરશે 8 મહત્વપૂર્ણ બીલ, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર આગામી 9 સપ્ટેમ્બરથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યું છે. આ સત્ર કુલ 3 દિવસ સુધી ચાલશે. વિધાનસભાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા લાવવા અને નવા નિયમોના અમલીકરણ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.ઉદ્યોગ, મહેસૂલ અને શિક્ષણમાં મોટા બદલાવની તૈયારીઆ 3 દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર અલગ-અલગ વિભાગોના કુલ 8 સુધારા બીલ ગૃહના ટેબલ પર મૂકશે. જેમાં રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક' મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, મહેસૂલ વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા જમીન મહેસૂલમાં સમયાનુકૂળ સુધારા લાવતા બીલ રજૂ કરી કાયદાકીય રૂપ આપવામાં આવશે.વિધાનસભા સત્રમાં રજૂ થનારા 8 મહત્વપૂર્ણ બીલની યાદીચોમાસુ સત્રમાં રજૂ થનારા તમામ 8 બિલનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવાનો અને પ્રજાલક્ષી નીતિઓને વધુ સરળ બનાવવાનો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બીલની વિગતવાર યાદી...ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બીલ: ઉદ્યોગો સ્થાપવા અને સંચાલન માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવવી.જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બીલ: મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંબંધિત કાયદાઓમાં રાહત આપવી.ગુજરાત પશુધન આહાર બીલ: પશુઓને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ આહાર મળી રહે તે માટે કડક નિયમો.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બીલ: શિક્ષણ પ્રણાલીમાં આધુનિક અને શૈક્ષણિક સુધારા લાવવા.જમીન મહેસૂલ સુધારા બીલ: જમીન મહેસૂલ પદ્ધતિ અને રેકોર્ડ્સમાં સુધારા કરવા.ગુજરાત ભાડા બીલ: મકાન અને દુકાન ભાડા સંબંધિત કાયદાઓમાં સ્પષ્ટતા અને સુધારા.ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બીલ: કૃષિ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ પ્રોત્સાહન આપવું.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી સંબંધિત જોગવાઈઓ.ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાશે મહત્વના નિર્ણયોરાજ્ય સરકાર આ વખતે કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પશુઓને ભેળસેળમુક્ત શુદ્ધ આહાર મળી રહે તે માટે લાવવામાં આવી રહેલું 'ગુજરાત પશુધન આહાર બીલ' પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેની સાથે જ રાજ્યમાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ' પણ પસાર કરવામાં આવશે, જેનાથી લાખો ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને તાલીમ મેળવવામાં મદદ મળશે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...

Read Full Story arrow_forward
Janmashtami 2026 Live Update : અમદાવાદ ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, ડ્રોન શો અને વિશેષ શણગાર આકર્ષણનું કેન્દ્ર
calendar_today September 4, 2026

Janmashtami 2026 Live Update : અમદાવાદ ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, ડ્રોન શો અને વિશેષ શણગાર આકર્ષણનું કેન્દ્ર

Janmashtami 2026 : ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Read Full Story arrow_forward