android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી
calendar_today September 4, 2026

Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ.ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી.આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1,R2,R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ આરોપ લગાવ્યો હતો કે,ડૉ.બારોટ દ્વારા તેમની શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવીઆ ઉપરાંત રજૂઆતમાં રેગિંગ,અભદ્ર મેસેજ મોકલવા,કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવી,હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આક્ષેપો કરાયા છે.આ ઉપરાંત, ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિત રજૂઆતમાં જણાવાયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટરોની રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લીધો હતો.રજૂઆતના ટૂંક જ સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.જે અંતર્ગત ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આદેશ અપાયાઆ મામલે કડક વલણ અપનાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક-માનસિક શોષણ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આદેશ અપાયા છે.ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ જરાય ચલાવી લેવાશે નહીં અને દોષિતો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Read Full Story arrow_forward
Surat News: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ચેડાં, વંદા વાળુ શાક પિરસનાર એજન્સીને 10 હજારનો દંડ
calendar_today September 4, 2026

Surat News: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ચેડાં, વંદા વાળુ શાક પિરસનાર એજન્સીને 10 હજારનો દંડ

સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરીને ચલાવાતી સુરતની સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.મેસ સંચાલકો દ્વારા પીરસાતા અખાદ્ય અને હલકી ગુણવત્તાના ભોજન સામે વિદ્યાર્થીઓએ આકોશ વ્યક્ત કરી ધરણાં યોજ્યા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલ્યું નથી.કસૂરવાર એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરી કાયદેસરનાં પગલાં ભરવાને બદલે બાબુઓએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ ફટકારી સમગ્ર કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાનો નવો કીમિયો અજમાવ્યો છે.તંત્રને જવાબ આપવાની તસ્દી પણ લીધી નથીસમરસ હોસ્ટેલમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓના જીવન અને આરોગ્યની કિંમત તંત્રએ જાણે માત્ર 10 હજાર રૂપિયા આંકી લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સતત બે દિવસ સુધી ભોજનની ગુણવત્તા અને પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડયું હતું.આ મામલે TDO દ્વારા ભોજનની ગંભીર ક્ષતિઓ અંગે એજન્સીને કારણદર્શક નોટિસ આપીને 24 કલાકમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો.જોકે,સરકારી બાબુઓની ઢીલી નીતિથી ટેવાયેલી એજન્સી એટલી બેખોફ બની ચૂકી છે કે નિર્ધારિત મુદત વીતી જવા છતાં તંત્રને જવાબ આપવાની તસ્દી પણ લીધી નથી.  તંત્રએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ કર્યોઆ સમગ્ર મામલે મેસ સંચાલક એજન્સીને બ્લેક લિસ્ટ કે સસ્પેન્ડ કરવાને બદલે તંત્રએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ કર્યો છે.ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની તીવ્ર અછત અંગે પાલિકા સાથે પત્રવ્યવહાર અને સામાન્ય સમારકામનું ગાણું ગાઈને અધિકારીઓ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે ધરણા વખતે હાજર રહેલા મિત્તલ પટેલ કાર્યવાહીથી સાવ અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે તો આસિસ્ટન્ટ કમિશનર આર.બી.બારડ પોતાની ખુરશી બચાવવા TDO પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.પીવાના પાણીથી માંડીને ભોજન સુધી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે પણ તંત્ર આંધળા થઈને બહેરાનું નાટક કરી રહ્યું છે.આ પણ વાંચોઃ Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી

Read Full Story arrow_forward
Janmashtami 2026 : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ
calendar_today September 4, 2026

Janmashtami 2026 : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર દેશભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.અનેક મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આ શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણના નિઃસ્વાર્થ કાર્ય અને દિવ્ય સંદેશને યાદ કરીને સમગ્ર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતા માટે યોગ્ય માર્ગદર્શનઃ પીએમ મોદીપ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતાને હંમેશાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે આકાંક્ષા વ્યક્ત કરી કે ભગવાન કૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ શુભ દિવસ દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક ઊર્જા, નવો ઉત્સાહ અને શક્તિનો સંચાર કરે.   દ્રોપદી મુર્મુએ પણ પાઠવી શુભકામનાઓઆ જ ક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર અને તેમના ઉપદેશો ભારતીય સંસ્કૃતિ અને દર્શનમાં નવી ઊર્જા પૂરે છે. તેમણે નાગરિકોને સત્ય, ન્યાય, કરુણા અને નિઃસ્વાર્થ કર્મના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી તેમજ એક સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.   વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામીબીજી બાજુ, જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દિલ્હી, મથુરા, વૃંદાવન અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કૈલાશ પૂર્વ અને દ્વારકા સેક્ટર 13 સ્થિત ઇસ્કોન મંદિરો તેમજ પ્રખ્યાત બિરલા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દિવ્ય ઉજવણી કરી હતી. મંગળા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભારે આસ્થા સાથે પ્રાર્થના કરી હતી.આ પણ વાંચોઃ Nepal Flood: ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે ભારતમાં થશે DNA ટેસ્ટ, મૃત્યુઆંક વધીને 1,259 પર પહોંચ્યો

Read Full Story arrow_forward