Surendranagarમાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડા વચ્ચે ઘુડખર અભયારણ્ય વિભાગ આવ્યું હરકતમાં
સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર ગણાતા ગીધ (Vulture) ની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો નોંધાતાં વન વિભાગ સક્રિય બન્યું છે. લુપ્ત થવાના આરે પહોંચેલા ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગીધની હાજરી ધરાવતા વિસ્તારોને ચિહ્નિત કરીને તેમના સંરક્ષણ માટે પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારો અને તળાવોના કાંઠે ગીધની હાજરી નોંધાઈઘુડખર અભયારણ્ય વિભાગની તપાસ દરમિયાન જિલ્લાના મેથાણ, ભારદ, અખિયાણા, રાજચરાડી અને ચંદ્રાસર સહિતના ગામોમાં ગીધની હાજરી જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારો તથા તળાવના કાંઠે આવેલા વિશાળ વૃક્ષો પર આશરે 40થી વધુ ગીધ મળી આવ્યા હતા. અધિકારીઓ અને વનકર્મીઓની ટુકડી દ્વારા આ વિસ્તારોમાં ઝાડ પર આવેલા ગીધના માળાની વર્તમાન સ્થિતિ, ઈંડા અને બચ્ચાઓની સંખ્યા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.ગીધના રક્ષણ માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શનગીધની સંખ્યામાં વધારો થાય અને તેમના આશ્રયસ્થાનો સુરક્ષિત રહે તે માટે વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો સાથે બેઠકો યોજીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વન અધિકારીઓએ ગ્રામજનોને ગીધનું પર્યાવરણીય મહત્વ સમજાવીને તેમના માળા કે વૃક્ષોને નુકસાન ન પહોંચાડવા તથા પશુઓની સારવારમાં ગીધ માટે ઘાતક એવી દવાઓનો ઉપયોગ ન કરવા અંગે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી તંત્રના આ પ્રયાસોથી સુરેન્દ્રનગર પંથકમાં ગીધના સંરક્ષણને નવજીવન મળવાની આશા જાગી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward